Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
દરેક રેલવે સ્ટેશન પર હોય છે ફ્રી વાઈ ફાઈ, વાપરવા માટે બસ આટલું કરો
આજના ડિજિટલ સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ દરેક પ્રકારના કામ માટે જરૂરી બન્યો છે. એમાંય જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો, તો ઈન્ટરનેટ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મદદ મેળવવા, માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ ઉપયોગી થાય છે. ભારતના મોટા ભાગના રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ ફાઈ સર્વિસ મળે છે. ટ્રેનમાં મુસાફરી કરતા દરેક મુસાફરો આ ફ્રી વાઈ ફાઈ સર્વિસનો લાભ ઉઠાવી શકે છે. રેલવે સ્ટેશન પર મળતા ફ્રી વાઈ ફાઈનો લાભ કેવી રીતે લેવો, તેની બધી જ માહિતી આ આર્ટિકલમાં મળશે.

ફ્રી વાઈ ફાઈ ભારતના દરેક રેલવે સ્ટેશન પર નથી, પરંતુ મોટા ભાગના રેલવે સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ છે. જેને કારણે ટ્રાવેલ કરવું સરળ બની જાય છે. રેલવે સ્ટેશન પર વાઈ ફાઈની સુવિધા ટેક જાયન્ટ કંપની ગૂગલ અને ભારતીય રેલવે ભેગા થઈને આપે છે. ભારતીય રેલવેની ટેલિકોમ કંપની રેઈલટેક, રેલવે તરફથી આમાં સામેલ છે, જે ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટનો ભાગ છે.
રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ ફાઈનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વાઈ ફાઈ સેટિંગ્સ ઓપન કરો.
સ્ટેપ 2: હવે કયા કયા નેટવર્ક અવેલેબલ છે, તે ચેક કરો. અને આ લિસ્ટમાંથી રેઈલવાયર નેટવર્ક સિલેક્ટ કરો.
સ્ટેપ 3: એકવાર તમારો ફોન રેઈલવાયર નેટવર્ક સાથે કનેટ્ક થઈ જાય પછી તમારા ફોનમાં બ્રાઉઝર ઓપન કરીને railwire.co.in ઓપન કરો.
સ્ટેપ 4: હવે આ રેલવાયર પોર્ટલ પર તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
સ્ટેપ 5: હવે એક ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળશે.
સ્ટેપ 6: આ ઓટીપીને પાસવર્ડ તરીકે રેલવાયર નેટવર્કમાં ઈન્સર્ટ કરીને, ઓથેન્ટિકેટ કરો.
સ્ટેપ 7: બસ એકવાર તમારો ફોન રેલવાયરના ફ્રી વાઈફાઈ સર્વિસનો ઉપયોગ કરવા લાગો.
ભારત સરકાર દેશના દરેક વિસ્તારમાં ઈન્ટરનેટ પહોંચાડવા ઈચ્છી રહી છે, ડિજિટલ કનેક્ટિવિટી વધારવા ઈચ્છી રહી છે, આ મિશનના ભાગરૂપે જ દરેક રેલવે સ્ટેશન પર ફ્રી વાઈફાઈ મળી રહ્યું છે. આ પ્રકારના ઈનિશિયેટિવને કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications