Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Wi Fiનો Password ભૂલી ગયા છો, તો આ રીતે સેકન્ડોમાં જાણી લો
વાઈ ફાઈનો પાસવર્ડ ડિવાઈસમાં એક વાર તમે સેવ કરી લો, તો તેને ફરીથી એન્ટર કરવાની જરૂર નથી પડતી. એકવાર તમે જેવા આ વાઈ ફાઈની રેનજ્માં આવી જાવ કે તરત જ તમારો ફોન કે પછી અન્ય ડિવાઈસ વાઈ ફાઈ સાથે જાતે જ કનેક્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારા વાઈ ફાઈનો પાસવર્ડ વર્ષો સુધી તમારા ડિવાઈસમાં સેવ રહે છે. લાંબા સમય સુધી પાસવર્ડ એન્ટર ન કરવાને કારણએ લોકો પોતાના પાસવર્ડ ભૂલી જાય છે. હવે તકલીફ ત્યારે થાય છે, જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે, કોઈ મિત્ર આવે અને તમારી પાસે પાસવર્ડ માંગે. હવે પાસવર્ડ એન્ટર ન કરવાને કારણે તમને જ પાસવર્ડ યાદ નથી, ત્યારે તેમને પાસવર્ડ કેવી રીતે આપવો?

જો તમે પણ તમારા વાઈ ફાઈનો પાસવર્ડ ભૂલી જાવ છો, તો આ આર્ટિકલ તમારી મદદ કરી શકે છે. આજે અમે તમને એવી સ્થિતિમાંથી બચાવીશું, જ્યાં તમે તમારો પાસવર્ડ ભૂલી જાવ છો. આ માટે બસ તમારે અમે કહેલા સ્ટેપ્સને ફોલો કરવાના છે. અહીં ધ્યાન આપવની વાત એ છે કે એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં સેવ કરેલો પાસવર્ડ જોવાની રીત અલગ અલગ છે. આ આર્ટિકલમાં અમે તમને બંને ડિવાઈસ પર વાઈ ફાઈનો પાસવર્ડ શોધવાની ટ્રિક જણાવી રહ્યા છીએ.
એન્ડ્રોઈડ ફોનમાં વાઈ ફાઈનો પાસવર્ડ શોધવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: તમારા ફોનમાં સેવ રાખેલા પાસવર્ડને તમે સરળતાથી જોઈ શકો છો. આ માટે સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનમાં વાઈ ફાઈ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે તમારા વાઈ ફાઈ નેટવર્ક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે કનેક્ટેડ ડિવાઈસના વાઈ ફાઈની બાજુમાં દેખાતા સેટિંગ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમને Forget, Disconnect, Share એમ ત્રણ જુદા જુદા ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 5: અહીં તમારે QR Code ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 6: અહીં ક્યૂઆર કોડની નીચે તમને તમારો હાલનો વાઈ ફાઈનો પાસવર્ડ જોવા મળશે.
iPhoneમાં વાઈ ફાઈનો પાસવર્ડ યાદ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: એન્ડ્રોઈડ ઉપરાંત તમે આઈફોનમાં પણ સેવ વાઈ ફાઈ પાસવર્ડ જોઈ શકો છો. આ માટે તમારા આઈફોના વાઈ ફાઈ સેક્શનમાં જાવ.
સ્ટેપ 2: હવે કનેક્ટેડ વાઈ ફાઈ નેટવર્ક પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં બાજુમાં દેખાઈ રહેલા i આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 4: પાસવર્ડ અનલોક કરવા માટે તમારા ફેસ આઈડી અને ટચ આઈડીનો ઉપયોગ કરવાનો છે.
સ્ટેપ 5: અહીં ઓટો જોઈન ઓપ્શનની નીચે તમારા વાઈ ફાઈનો પાસવર્ડ જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications