Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Microsoft Copilot AI Chatbot થયો અપગ્રેડ, મળશે GPT 4નો સપોર્ટ
Microsoftએ પોતાના Copilot AI Chatbotમાં અપગ્રેડની જાહેરાત કરી છે. આ ચેટબોટ હવે GPT 4 સાથે જોડવામાં આવ્યો છે, જે તેની સૌથી મોટી અપગ્રેડ છે. સાથે જ Microsoft Copilot AI Chatbotમાં DALL E3નો પણ સપોર્ટ મળશે. હાલ આ બંને લેન્ગ્વેજ મોડેલ OpenAIના સૌથી મોટા અને લેટેસ્ટ લેંન્ગવેજ મોડેલ્સ છે. આ ઉપરાંત આ ચેટબોટમાં બીજા પણ કેટલાક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. કોપાઈલોટની પહેલી એનિવર્સરી પહેલા જ માઈક્રોસોફ્ટે આ અપગ્રેડની જાહેરાત કરી છે. GPT 4 Turboથી સજ્જ કોપાઈલોટ હવે વધારે કોપલક્સ અને ડાઈવર્સ ટાસ્કને પણ હેન્ડલ કરી શક્શે. સાથે જ આ ચેટબોટ હવે વધુ ડેટાને પણ એક્યુરસી સાથે હેન્ડલ કરી શક્શે.

કોપાઈલોટનું જૂનું વર્ઝન એક સાથે ઈનપુટમાં વધુમાં વધુ 50 પેજ જ લઈ શક્તું હતું. જયારે GPT 4 Turboના સાથથી હવે તે એક સાથે 300 પેજ હેન્ડલ કરી શક્શે. જેને કારણે યુઝર્સને તેમના સવાલના વધુ યોગ્ય અને રિલેવન્ટ જવાબ મળશે. જો કે, હાલ આ ઈન્ટિગ્રેશન ટેસ્ટિંગ મોડમાં છે, પરંતુ યુઝર્સને તેનો ટૂંક સમયમાં જ લાભ મળવા લાગશે.
આ ઉપરાંત કોપાઈલોટ હવે DALL E 3ની મદદથી ઈમેજ પણ જનરેટ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે DAL E 3 ઓપનએઆઈનું લેટેસ્ટ ઈમેજ જનરેટર ટૂલ છે. આ મોડેલની મદદથી કોપાઈલોટ યુઝર્સે પેલા પ્રોમ્પટની મદદથી તેમને જોઈએ તેવી હાઈક્વોલિટી ઈમેજીઝ બનાવી શક્શે. આ ફીચર દરેક Copilot યુઝર માટે ઓલરેડી લાઈવ થઈ ચૂક્યુ છે.
યુઝર્સની વધુ મદદ કરી શકાય તે માટે Copilot અન્ય પણ કેટલાક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ઈનલાઈન કમ્પોઝ ટૂલમાં ડેવલપર્સ દ્વારા રિરાઈટનો ઓપ્શન ઉમેરવામાં આવ્યો છે. યુઝર્સ કોઈ પણ ફકરાને કે શબ્દોના સમૂહને ઈનપુટ કરીને Copilot પાસે તેને ફરીથી લખાવી શક્શે. લેખકો માટે, એડિટિંગ માટે આ ઉપયોગી ટૂલ સાબિત થઈ શકે છે. આ ફીચર બધા જ એજ યુઝર્સને ટૂંક સમયમાં મળી જશ.
કોડર્સ માટે Copilot નવું કોડ ઈન્ટરપ્રીટર ફીચર આપી રહ્યું છે .આ ફીચરની મદદથી ડેટા એનાલિસીસ, વિઝ્યુઅલીઝેશન, મેથ્સ અને કોડિંગ જેવા મુશ્કેલ કામ કોડર્સ આસાનીથી કરી શક્શે. આ ફીચર અંગે માઈક્રોસોફ્ટે હજી વધુ માહિતી જાહેર નથી કરી, પરંતુ આ ફીચર કોડર્સ માટે મદદગાર સાબિત થવાનું છે. કોડ ઈન્ટરપ્રિટર ફીચર હાલ બિટા વર્ઝનમાં છે, જે પણ ટૂંક સમયમાં બધા જ યુઝર્સ માટે રોલઆઉટ થઈ જશે.
તો કંપની Bing Searchને પણ GPT 4નો સપોર્ટ આપી રહી છે. જેની મદદથી યુઝર્સ ગૂંચવણભર્યા મુદ્દાઓ અંગે સરળતાથી સર્ચ રિઝલ્ટ મેળવી શક્શે. Bing GPT 4ની મદદથી કોઈ પણ સવાલના જુદા જુદા સર્ચ રિઝલ્ટ આપી શક્શે અને બિનજરૂરી માહિતીને ફિલ્ટર કરી શક્શે.
આ ઉપરાંત માઈક્રોસોફ્ટ દ્વારા એક એનર્જી સેવર ફીચર વિન્ડોઝ 11 માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી બેટરી સેવર ફીચરને અપગ્રેડ કરવામાં આવ્યું છે. બેટરી સેવરની જેમ આ ફીચર માત્ર લેપટોપ્સ પુરતુ મર્યાદિત નથી. આ નવા એનર્જી સેવર ઓપ્શનની મદદથી ડેસ્કટોપ કમ્પ્યુટર પણ બેટરી બચાવી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications