Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એક સેકન્ડમાં મોકલી શક્શો 150 ફિલ્મો, આ દેશમાં લોન્ચ થયું ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટ
એક સેકન્ડમાં 150 ફિલ્મો! સાંભળવામાં આ વાત અશક્ય લાગે છે. પરંતુ અશક્યને શક્ય કરી બતાવતા દેશ ચીને આ વાત સાચી પાડી છે. અમેરિકાને પાછળ છોડીને ચીને હવે સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ લોન્ચ કરી દીધું છે. આ ઈન્ટરનેટ એટલું ફાસ્ટ છે કે એક સેકન્ડમાં 150 HD ફિલ્મો ટ્રાન્સફર કરી શકાય છે. ચીનમાં આ ઈન્ટરનેટ 1.2 ટેરાબાઈટ પર સેકન્ડની સ્પીડ આપી રહ્યું છે. આ ઈન્ટરનેટ દ્વારા કંઈ પણ ફાઈલ ડાઉનલોડ આંખના ઝબકારામાં થઈ જશે. અત્યાર સુધી વિશ્વભરમાં ચર્ચા હતી કે 2025 પહેલા આટલું ઝડપી ઈન્ટરનેટ લોન્ચ કરવું અઘરું છે, પરંતુ ચીને સમય કરતા પહેલા આ ઈન્ટરનેટ લોન્ચ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.

વિશ્વનું આ સૌથી ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટ શિંગુઆ યુનિવર્સિટી, ચાઈના મોબાઈલ, હુવાવો ટેક્નોલોજી અને Cernet કોર્પોરેશને સાથે મળીને બનાવ્યું છે. પરંતુ સવાલ એ છે કે અમેરિકા અને રશિયા જેવા દેશ જેમાં નિષ્ફળ નીવડ્યા, તે કામ ચીને કેવી રીતે કર્યું?
સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ લોન્ચ કરવા પાછળ ચીનની 10 વર્ષની મહેનત છે. ચીને ભવિષ્યમાં ટેક્નોલોજીને વધુ મજબૂત કરવા માટે 10 વર્ષ પહેલા આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. ચીનની આ સફળતા ફ્યુચર ઈન્ટરનેટ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ છે. આ ચાઈનીઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્કનું નવું સ્વરૂપ છે. આ પ્રોગ્રામ ચીનનું સૌથી મોટું એજ્યુકેશનલ અને રિસર્ચ કમ્પ્યુટર નેટવર્ક છે. આ નેટવર્ક ચીનમાં 3 હજાર કિલોમીટર લાંબા ઓપ્ટિકલ ફાઈબર દ્વારા ફેલાયેલું છે.
આ ઈન્ટરનેટ નેટવર્કને ચીનનું બેકબોન નેટવર્ક પણ કહેવાય છે, કારણ કે આને ત્રણ ભાગમાં કવર કરવામાં આવ્યું છે. જેમાં નોર્થમાં બેઈજિંગ, સેન્ટ્રલમાં વુહાન અને સાઉથમાં ગુઆંગ્ઝો સામેલ છે. આ ત્રણેય જગ્યાએ પર 1 સેકન્ડમાં 1.2 ટીબીની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.
ચીને આ કેવી રીતે કર્યું તે સમજી લઈએ. ચીને ટેક્નોલોજીમાં સફળતા મેળવવા માટે ઘણા વર્ષો પહેલા જ યોજના બનાવીને પ્રયત્નો શરૂ કર્યા હતા. આ ટેક્નોલોજી માટેના જરૂરી કોમ્પોનેન્ટ બનાવવા માટે ધીરે ધીરે અમેરિકા અને જાપાન પર નિર્ભરતા ઓછી કરવા માટે સ્વદેશી કોમ્પેનેન્ટ બનાવવાના શરૂ કરી દીધા હતા.
એટલું જ નહીં ઈન્ટરનેટને વધુ ઝડપી બનાવવા માટે જે સોફ્ટવેર અને હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ચીન પોતાની રીતે જ બનાવી રહ્યું છએ. જેમાં રાઉટર, સ્વિચથી લઈને ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન સામેલ છે.
હવે આગળ શું?
જો કે, ચીન અહીં જ અટકી નથી રહ્યું. ચીનનું આયોજન હજી ફાસ્ટ ઈન્ટરનેટ કરવાનું છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ટીમ અહીં મલ્ટીપલ ઓપ્ટિકલ પાથને જોડીને ડેટા ટ્રાન્સમિશનની સ્પીડને હજી વધારવાની ફિરાકમાં છે.
ટેક્નોલોજી સાથે જોડાયેલા મામલે ચીન હવે બીજા પર નિર્ભર રહેવા ઈચ્છતું નથી. સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ તેનું આગવું ઉદાહરણ છે. ચીન માત્ર ટેક્નોલોજી જ નહીં અવકાશમાં પણ ધાક વધારવાના પ્લાનિંગમાં છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications