Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન, લેપટોપ્સ યુઝર્સ પર તોળાઈ રહ્યું છે જોખમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી
ઈન્ટરનેટની દુનિયામાં જુદા જુદા જોખમો અને વાઈરસ આવી ચૂક્યા છે. આ વાઈરસને લીધે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર યુઝર્સને નુક્સાન થઈ શકે છે. ભારતીયોને આવા જોખમોથી સાવચેત કરવા માટે બચાવવા માટે કેન્દ્ર સરકારે કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-Inની રચના કરી છે. આ એજન્સીએ તાજેતરમાં જ ભારતીય યુઝર્સને એક ચેતવણી આપી છે, જેમાં સિસ્ટમમાં રહેલા લૂપહોલ્સને ડિટેક્ટ કરવામાં આવ્યા છે.

ફાયરફોક્સ બ્રાઉઝરને લઈને આપી ચેતવણી
કમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમે ભારતમાં ફાયરફોક્સ બ્રાઉઝરને લઈને ચેતવણી આપી છે. ભારતીય સાઈબર સિક્યોરિટી ટીમે જુદા જુદા પ્રકારના લૂપહોલ્સને ડિટેક્ટ કર્યા છે. આ લૂપહોલ્સનો ઉપયોગ હેકર્સ કરી શકે છે. હેકર્સ આ લૂપહોલ્સની મદદથી તમારા ડિવાઈસમાં ઘૂસીને તમારો અંગ ડેટા ચોરી શકે છે.
મોઝિલા ફાયરફોક્સમાં ઢગલાબંધ લૂપહોલ્સ
CERT-Inએ આપેલી માહિતી પ્રમાણે મોઝિલાની પ્રોડક્ટમાં સંખ્યાબંધ લૂપહોલ્સ છે. આ લૂપહોલ્સ એક પ્રકારની એવી નબળાઈ છે, એવી ખામી છે, જેની મદદથી હેકર્સ તમારા હેન્ડસેટને એક્સેસ કરી શકે છે અને ડેટા ચોરી કરી શકે છે. સાથે જ આ ખામીની મદદથી હેકર્સ તમારા ફોન અને કમ્પ્યુટરનું એક્સેસ પણ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ મોબાઈલની સાથે સાથે કમ્પ્યુટરમાં પણ મોટા પ્રમાણમાં થાય છે.
ફાયરફોક્સના આ વર્ઝન પર તોળાઈ રહ્યો છે ખતરો
મોઝિલામાં મળેલી આ ખામીઓ ખાસ કરીને Firefox versions prior to 124, Firefox ESR Versions prior to 115.9 અને Mozilla Thunderbird version prior to 115.9 વર્ઝનમાં મળી આવી છે. આ વર્ઝનનો ઉપયોગ કરનાર યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે જો તમારે ડેટા બચાવવો છે, તો તરત જ તમારું મોઝિલા બ્રાઉઝર અપડેટ કરી લો.
સેફ્ટી માટે તરત કરો આ કામ
મોઝિલા યુઝર્સે પોતાની સેફ્ટી માટે સૌથી પહેલા બ્રાઉઝરના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરી લેવું જોઈએ. સાથે જ જો તમે આ બ્રાઉઝર યુઝ કરો છો, અને તેમાં સિક્યોરિટી અપડેટ આવી છે, તો તાત્કાલિક તેને અપડેટ કરી લો. આ ઉપરાંત યુઝર્સ ઓટોમેટિક લેટેસ્ટ અપડેટને અનેબલ પણ કરી દો. એટલે જ્યારે જ્યારે કોઈ અપડેટ આવશે, ત્યારે ત્યારે ઓટોમેટિક અપડેટ થઈ જશે. આ ઉપરાંત તમારા ફોનમાં એન્ટીવાઈરસ હોવું પણ જરૂરી છે. જે તમને વાઈરસથી બચાવે છે, તમારો ડેટા સેફ રાખે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications