હવે તમારા એન્ડ્રોઇડ ફોન માંથી લ્યો પરફેક્ટ સેલ્ફી માઇક્રોસોફ્ટ સેલ્ફી એપ દ્વારા

Posted By: Keval Vachharajani

આજ કાલ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર સેલ્ફી મુકવી એ એક પ્રતિબિંબ બની ગયું છે, પછી ભલે તે તમારી નવી હૈર સ્ટાઇલ બતાવવા હોઈ, કે તમારા વેકશન વિશે હોઈ કે પછી કોઈ પ્રસંગ માં તમારી હાજરી વિશે હોઈ. સેલ્ફીએ આખી દુનિયા પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. અને અમને પુરે પુરી ખાતરી છે કે તમે પણ ક્યારેક તો સેલ્ફી લીધી જ હશે.

હવે તમારા એન્ડ્રોઇડ ફોન માંથી લ્યો પરફેક્ટ સેલ્ફી માઇક્રોસોફ્ટ સેલ્ફી

મજા ની વાત એ છે કે મોબાઈલ ફોન બનાવનારી કંપનીઓ અને એપ્સ ડેવલોપર્સ પણ સેલ્ફી ના આ વાવાઝોડા માં આવી ગયા છે. તે લોકો હંમેશા તેની જ પળોજણમાં રહે છે કે કઈ રીતે વધુ સારા સેલ્ફી કેમેરા વાળા ફોન બનવવા અને કઈ રીતે વધુ સારી સેલ્ફી એપ્સ બનાવવી જેના થી વધુ સારી સેલ્ફી પાડી શકાય.

જેમ કે, માઇક્રોફોટ પણ તેની જ શોધ માં છે કે કઈ રીતે સેલ્ફી લવર્સ ની માંગો ને સંતોષવી. મીક્રોસ્ફોટે લગભગ એક વર્ષ પેહલા ડિસેમ્બર 2015 મા ios માટે પોતાની સેલ્ફી એપ બહાર પાડી હતી. હવે તેઓ એ અંતે તે સેલ્ફી એપ ને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર લોન્ચ કરી છે.

તો જો તમે પણ એક સેલ્ફી લવર હો અને દરેક સેલ્ફી ને એક્દુમ પરફેક્ટલી પાડવા માંગતા હો, તો માઇક્રોસોફ્ટ ની સેલ્ફી એપ હવે ગૂગલ પ્લે સ્ટોર માં ઉપલબ્ધ છે, અને તેમાં ઘણા બધા પ્રકાર ના ફિલ્ટર્સ પણ આપવા માં આવ્યા છે જેના દ્વારા તમે તમારી સેલ્ફી ને પરફેક્ટ બનાવી શકશો.

#માઇક્રોસોફ્ટ ની આ સેલ્ફી એપ કોમ્પ્યુટર વિઝન ટેક્નોલોજી થી સજ્જ છે

#માઇક્રોસોફ્ટ ની આ સેલ્ફી એપ કોમ્પ્યુટર વિઝન ટેક્નોલોજી થી સજ્જ છે

માઇક્રોસોફ્ટ ની આ સેલ્ફી એપ કોમ્પ્યુટર વિઝન ટેક્નોલોજી થી સજ્જ આવે છે અને તે ચતુરાઈ પૂર્વક કાર્ય કરે છે. માઇક્રોસોફ્ટ ના આપેલા વર્ણન મુજબ, આ સેલ્ફી એપ પોતાના ધ્યાન માં ઉમર, સ્કિન કલર ટોન, લાઇટિંગ, અને બીજી પણ ઘણી બધી વસ્તુ લે છે.

ત્યાર બાદ વ્યક્તિ નું ફોટા મા વિશ્લેષણ કર્યા બાદ, એપ પોતાની મેળે જ જુદી જુદી ઈફેક્ટ આપી દેશે જે તેના મુજબ તમારા ફોટા માં સારી લાગશે, કે જેમા તે ફોટા ને બ્રાઇટ અથવા ડાર્ક કરી શકે છે, નોઇસ ને ઘટાડે છે, અને સ્કિન ને સ્મૂથ બનાવે છે.

#ફિલ્ટર નું કલેક્શન

#ફિલ્ટર નું કલેક્શન

આ એન્ડ્રોઇડ સેલ્ફી એપ ની અંદર ઘણા બધા જુદા જુદા ફિલ્ટર્સ નો સમાવેશ કરવા માં આવ્યો છે, અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પોતાની જાતે જ સારા સારા ફિલ્ટર્સ ને તમારા માટે પસંદ કરી લે છે, કે જે મશીન વિઝન ટેક્નોલોજી ના ઉપીયોગ દ્વારા શક્ય બને છે. હા યુઝર્સ પોતાની પસંદગી અનુસાર ફિલ્ટર ઈફેક્ટસ જાતે બદલાવી પણ શકે છે. યુઝર્સ પોતાનું ગમતું પરિણામ મેળવી શકે તેના માટે તેઓ ફિલ્ટર ની અસર ને પણ કંટ્રોલ કરી શકે છે.

#ફ્રી છે

#ફ્રી છે

હા, માઇક્રોસોફ્ટ ની સેલ્ફી એપ ડાઉનલોડ કરવા માટે એપલ ના સ્ટોર ની જેમ ગૂગલ પ્લે સ્ટોર પર પણ એક્દુમ ફ્રી માં ઉપલબ્ધ છે.

#વધારા નું શું છે? એપ નું એક વેબ વરઝ્ન પણ છે

#વધારા નું શું છે? એપ નું એક વેબ વરઝ્ન પણ છે

એન્ડ્રોઇડ વરઝ્ન ની સાથે, માઇક્રોસોફ્ટે પોતાની સેલ્ફી એપ માટે એક વેબ બેઝ ઇન્ટરફેસ પણ રાખ્યું છે, PC ના યુઝર્સ પોતાના ફોટોઝ પર પણ વન ટચ ઈફેક્ટ ને જોડી શકે છે, તે પણ પોતાના ફોટોઝ ને માઇક્રોસોફ્ટ ના સ્લેફી કાફે પર અપલોડ કર્યા બાદ. પરંતુ તેની સેલ્ફી એપ ios અને એન્ડ્રોઇડ એપ ની સરખામણી માં વેબ બેઝ એપએ હજી યુઝર્સ ને ઈમ્પ્રેસ કરવા ના બાકી છે.

Read more about:
English summary
Selfie lovers! Microsoft's interesting Selfie app is now available as a free download on the Play Store.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot