Honor 7x નો-કોસ્ટ EMI સાથે વધારાના 2000ની એક્સચેન્જ ઑફર આપી રહ્યું છે

By Kalpesh Kandoriya
|

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ફોન બનાવતી કંપની હુવાવે તમારા માટે બેસ્ટ ઑફર લાવ્યું છે. કંપનીએ પોતાના સ્માર્ટફોન પર એક્સચેન્જ ઑફર લૉન્ચ કરી છે. આ એક્સચેન્જ ઑફર અંતર્ગત તમે 2000નું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.હુવાવે એ પોતાના સ્માર્ટફોન Honor 7X પર એક્સચેન્જ ઑફર રજૂ કરી છે. હોનરના આ ફોનમાં આપવામાં આવેલાં ફીચર્સ તમારું મન મોહી લે તેવાં છે. ઉપરાંત મહત્વની વાત એ કે સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

Honor 7x નો-કોસ્ટ EMI સાથે વધારાના 2000ની એક્સચેન્જ ઑફર આપી રહ્યું છે

ડિઝિટલ નેટિવ માટે હોનર હુવાવેની ઇ બ્રાન્ડે પોતાના ગ્રાહકોને મધ્યમ રેન્જના સ્માર્ટફોન Honor 7X પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. હોનર 7એક્સના 64 જીબી વેરિયન્ટ વાળા સ્માર્ટફોનમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઑફર 22મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી લાગુ પડશે. જો કે આ ઑફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે એમેઝોન ઇન્ડિયા પરથી ખરદી કરવી પડશે. ઑફર અંતર્ગત ગ્રાહકો નો-કોસ્ટ EMIથી સ્માર્ટફોન મંગાવી શકશે અને પોતાનો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરીને વધારાના 2000નું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

જો Honor 7Xના સ્પેશિફિકેશનની વાત કરીએ તો, સ્માર્ટફોનમાં 18:9 એસ્પેક્ટ રેશિયા સાથે 5.93 ઇંચની એચડી 1080 x2160 પિક્સલ રિઝોલ્યુશન સાથે ડિસ્પ્લે આપવામાં આવી છે. ઉપરાંત ફોનમાં 1.7GHz ઓક્ટા-કોર HiSilicon Kirin 659 પ્રોસેસર આપવામાં આવ્યું છે, અને સ્માર્ટફોનમાં 4 જીબીની રેમ આપવામાં આવી છે. સ્ટોરેજની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 32 જીબીનો ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે જેને માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરીને 256જીબી સુધી વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો Honor 7Xમાં 16 મેકાપિક્સલ અને 2 મેગાપિક્સલ સમાવેસ વાળો ડ્યુલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ઉપરાંત આ ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 Nougat પર ચાલે છે.

જિયોફુટબોલ ઑફર લન્ચ, મળી રહ્યું છે 2200 રૂપિયાનું કેશબેક

કનેક્ટિવિટીની વાત કરીએ તો સ્માર્ટફોનમાં વાઇફાઇ, બ્લૂટુથ, જીપીએસ, યુએસબી ઓટીજી, 3જી અને 4જી ઑફર કરવામાં આવે છે. ઉપરાંત ફોનમાં કમ્પાસ મેગ્નેટોમિટર, પ્રોક્સિમિટી સેન્સર, એક્સેલેરોમિટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને ઝાઇરોસ્કોપનો સમાવેશ થયો છે.

Honor 7Xના ટોપ ફીચર્સ

આ સ્માર્ટફોનનો વજન 165 ગ્રામ છે અને તેની ઉંચાઇxલંબાઇxજાડાઇ ક્રમશઃ 156.50 x75.30x7.60 છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં 3340mAhનું બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. તાજેતરમાં કંપનીએ પોતાના બે સ્માર્ટફોન Honor 8 Pro અને Honor 9 માટે એન્ડ્રોઇડ 8.0 ઓરિયોનું અપડેટ બહાર પાડ્યું છે.

અત્યારે યૂકે અને ઇન્ડિયામાં બંને સ્માર્ટફોનના અપડેટ વારાફરતી ઉપલબ્ધ થશે. ભારતમાં અમુક Honor 8 Proના વપરાશકર્તાઓએ તો જણાવ્યુ્ં કે તેમના ડિવાઇઝનું અપડેટ તો આવી ગયું છે. જો કે ભારતના ગ્રાહકો માટે એન્ડ્રોઇડ ઓર્યોનું અપડેટ આવ્યું છે કે નહીં તે અંગે કંપનીએ હજુ પુષ્ટિ કરી નથી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં Huweiએ પોતાના EMUI 8ની જાહેરાત કરી હતી જે એન્ડ્રોઇડ 8 ઓરિયો પર રન થાય છે. ઇન-હાઉસ યુઝર ઇન્ટરફેસ એઆઈ-સંચાલિત રીઅલ-ટાઇમ સીન અને ઑબ્જેક્ટ રેકગ્નિશન, સ્માર્ટ ટિપ્સ, અને એઆઈ એક્સિલરેટેડ ટ્રાન્સલેટરનો સમાવેશ કરે છે.

EMUIની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતાઓમાં રિસોર્સની ફાળવણી, સતેજ સંદર્ભ જાગૃતિ, યૂઝર બિહેવિયર કે ઇન્ટેલિજન્ટ બિહેવિયર પ્રિડિક્શનનો સમાવેશ થાય છે.

જો તમે તાજેતરમાં સ્માર્ટફોન લેવાનું વિચારતા જ હોવ તો આ ઑફર તમારા માટે બેસ્ટ છે. તમારો જૂનો સ્માર્ટફોન આપીને તમે Honor 7xના નવા સ્માર્ટફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Honor Huawei's e-brand for digital natives, has announced a discount offer for consumers on one of its mid-range smartphone, Honor 7X.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more