ભારતમાં હવે નહીં મળે આ કંપનીના મોબાઈલ ફોન, કારણ છે રસપ્રદ

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટ ફોન કંપની Honor ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટને ટાટા બાય બાય કહી દેવાની છે. કંપનીના CEO જ્યોર્જ ઝાઓએ એક ઈન્ટરવ્યુમાં આ વાતને સમર્થન આપ્યું છે. હાલ કંપની ભારતીય માર્કેટમાંથી એક્ઝિટનો પ્લાન બનાવી રહી છે. કારણ કે હજીય ભારતમાં ઓનરના કેટલાક પાર્ટનર્સ છે, જે જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા છે.

ભારતમાં હવે નહીં મળે આ કંપનીના મોબાઈલ ફોન, કારણ છે રસપ્રદ

એન્ટ્રી લેવલ ફોનથી બનાવી ઓળખ

છેલ્લા કેટલાક વર્ષોમાં એન્ટ્રી લેવલ સ્માર્ટ ફોન્સ, લેપટોપ, સ્માર્ટ વોચ સહિત એન્ડ્રોઈડ બેઝ્ડ ટેબ્લેટ લોન્ચ કરીને Honorએ ભારતીય માર્કેટમાં કમબેક કર્યુ હતું. છેલ્લે કંપનીએ ભારતીય માર્કેટમાં સૌથી મોટું લોન્ચ કે જાહેરાત 2021ની હોળી સમયે કર્યું હતું.

હાલ ભારતમાં Xiaomi, Oppo, Vivo, Realme, Oneplus જેવી ચાઈનીઝ બ્રાન્ડ શાનદાર બિઝનેસ કરી રહી છે, ત્યારે Honor માટે ભારતમાં ખૂબ જ કપરાં ચઢાણ રહ્યા છે. Honor ભારતીય સ્માર્ટ ફોન માર્કેટમાં પોતાની જગ્યા નથી બનાવી શકી.

ખાસ ચિંતાની જરૂર નથી

Honorના સીઈઓ જ્યોર્જ ઝાઓએ ઈન્ટર્વ્યુમાં કહ્યું છે કે કંપની ભલે ભારતમાં નવી પ્રોડક્ટ્સ વેચવાનું બંધ કરી દે, પરંતુ અહીં આફ્ટર સેલ સપોર્ટ ચાલુ રહેશે. એટલે જો તમે Honorની કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છો, તો ખાસ ચિંતા કરવાની જરૂર નથી.

નવો ફોન ખરીદવાનો હોય, તો બે વાર વિચારજો

જો તમારી પાસે હાલ Honorના સ્માર્ટ ફોન છે, તો ખાસ વાંધો નહીં આવે. પરંતુ, જો તમે આ જ કંપનીના નવા સ્માર્ટ ફોન ખરીદી રહ્યા છો કે વિચારી રહ્યા છો, તો જરા થોભી જજો. કંપની ભારતીય માર્કેટમાંથી એક્ઝિટ કરતા પહેલા પોતાનો બાકીનો સ્ટોક ખાલી કરશે. એટલે કે જો તમારા ફોનમાં કંઈ ખરાબી/// આવે છે, તો ફોનના પાર્ટ્સ કે એક્સેસરીઝ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.

હજી પણ જોવા મળી શકે છે Honorના ફોન્સ

Honor પોતાના એન્ટ્રી લેવલ, મિડ રેન્જ અને હાઈ એન્ડ સ્માર્ટ ફોનને અફોર્ડેબલ પ્રાઈઝમાં વેચવા માટે જાણીતી છે. જ્યારે Huawei પર પ્રતિબંધ મૂકાયો, ત્યારે તેની અસર Honor પર પણ થઈ હતી. ભારતીય માર્કેટમાં કંપનીનો હિસ્સો ઘટ્યો હતો. નોકિયા સહિત બીજી કેટલીક બ્રાન્ડ્ઝની જેમ કંપની ભારતમાં પોતાના IP રાઈટ્સ કોઈ થર્ડ પાર્ટીને વેચે તેવી શક્યતા છે, પરિણામે ભારતમાં આગામી સમયગાળામાં Honorના ફોન્સ હજી પણ જોવા મળી શકે છે.

ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં 5જી સર્વિસની શરૂઆત થવાની છે. ત્યારે હાલ માર્કેટમાં ઉપલબ્ધ બધી જ કંપનીઓ વચ્ચે સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ સહિતની એન્ડ્રોઈડ બેઝ્ડ પ્રોડક્ટ્સ માટે ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. દર અઠવાડિયે એક નવો ફોન લોન્ચ થઈ રહ્યો છે. ત્યારે, હાલના સમયમાં દરેક કંપની માટે સ્માર્ટ ફોન માર્કેટમાં ટકી રહેવું અઘરું બની રહ્યું છે. જેમ નોકિયા આઉટડેટેડ થઈ ગઈ, તેમ ચાઈનીઝ સ્માર્ટ ફોન કંપની Honorને પણ હવે ભારતીય માર્કેટ મોંઘુ પડી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Honor Will Soon Exit Indian Market For An Interesting Reason

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X