જિયોફુટબોલ ઑફર લન્ચ, મળી રહ્યું છે 2200 રૂપિયાનું કેશબેક

By Kalpesh Kandoriya
|

મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ જિયો માર્કેટમાં આવી છે ત્યારથી જ ટેલિકોમ સેક્ટરમાં જાણે હરિફાઇ લાગી ગઇ છે. ટેલિકોમ કંપનીઓ એક પછી એક ઑફર લૉન્ચ કરી રહી છે. ઉલ્લેખીય છે કે જિયો લૉન્ચ થયા બાદ માર્કેટમાં ટકી રહેવા માટે અન્ય ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાન સસ્તા કરી દેવાની ફરજ પડી હતી.

જિયોફુટબોલ ઑફર લન્ચ, મળી રહ્યું છે 2200 રૂપિયાનું કેશબેક

રિલાયન્સ જિયોએ "JioFootball" નામની નવી ઑફર લૉન્ચ કરી છે. આ ઑફર અંતર્ગત નવો સ્માર્ટફોન ખરીદવા પર તમને 2200 રૂપિયાનું કેશબેક મળશે. જો કે જિયો નેટવર્ક પર કામ કરતા સ્માર્ટફોન પર જ આ ઑફર લાગુ પડશે. નવો મોબાઇલ ખરીદ્યા બાદ 198 કે પછી 299 રૂપિયાના પહેલા પ્રીપેઇડ રિચાર્જ પર 2200 રૂપિયાનો કેશબેક મળશે. 31 માર્ચ 2018 સુધીમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકશો.

યોગ્ય ડિવાઇસ પર 198 કે પછી 299 રૂપિયાનું પહેલું રિચાર્જ સક્સેસફુલ કર્યા બાદ MyJioમાં 50 રૂપિયાના 44 વાઉચર ઉમેરાઇ જશે. આ વાઉચરને રિડિમ કરવા માટે તમારે માય જિયો એપ ઇન્સ્ટોલ કરવી પડશે. જિયોનું રિચાર્જ કરવા માટે તમે આ વાઉચરનો ઉપયોગ કરી શકશો.

લાઇફ, સેમસંગ, શાઓમિ, મોટોરોલા, માઇક્રોમેક્સ, હવાવે, નોકિયા, 10.or, બ્લેકબેરી, આસુસ, પૈનેસોનિક, એલજી, ઇન્ટેક્સ, અલ્કાટેલ, કેમિયો, જીવી, સેલ્કોન, સ્વાઇપ, જિઓક્સ, ઝેન, iVoomi અને સેન્ટ્રીકના નવા 4જી સ્માર્ટફોન ખરીદવા પર તમે જિયોફુટબોલ ઑફરનો લાભ ઉઠાવી શકશો.

31 માર્ચ પહેલા સ્ટોર કે પછી ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરી હશે તો પણ ઑફરનો લાભ ઉઠાવી શકશે. આ ઑફર નવા જિયો કસ્ટમર્સ અને જૂના ગ્રાહકો બંનેને લાગુ પડશે. માય જિયો એપમાં "My Voucher" સેક્શનમાં તમે કેશબેક થયેલાં કુપન જોઇ શકશો.

અન્ય કંપનીઓ પણ સિલેક્ટેડ બ્રાન્ડના સ્માર્ટફોન પર 1500થી 2000 રૂપિયાનું કેશબેક આપી રહી છે. 15મી ફેબ્રુઆરીથી 31 માર્ચ 2018 સુધી જિયોની ઑફરનો લાભ ઉઠાવી શકાશે. આ સમયગાળા દરમિયાન નવા સ્માર્ટફોન પર પહેલી વખત જિયોનું રીચાર્જ કરાવવા પર આ લાભ મળશે.

એક આઇફોન બેટરી બદલવા માટે કેટલું મુશ્કેલ હોઈ શકે છે?એક આઇફોન બેટરી બદલવા માટે કેટલું મુશ્કેલ હોઈ શકે છે?

કંપનીએ હાલમાં જ ફેસબુક અવેલેબિલિટીનું અનાન્સમેન્ટ કર્યું છે. ટેલ્કોએ કહ્યું કે ફેસબુક એપનું નવું વર્જન ખાસ Jio KaiOS માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. જિયોના યુજર ફેસબુકનો શ્રેષ્ઠ અનુભવ લઇ શકે તે માટે વેબ-બેઝ્ડ સિસ્ટમ માત્ર જિયો ફોન માટે ડિઝાઇન કરી છે. જેનાથી ભારતના 50 કરોડ ફિચર ફોનના વપરાશકર્તાઓ પણ ફેસબુકનો લ્હાવો લઇ શકશે.

જિયો ફોન માટે તૈયાર કરાયેલ આ નવી ફેસબુક એપ યુજરના ફેસબુક એક્સપિરિયન્સને વ્યાપક બનાવશે, અને લોકોને શક્ય તેટલા લોકો સાથે કનેક્ટ કરશે. એક્સટર્નલ કન્ટેન્ટની લિંક, વીડિયો અને પુશ નોટિફિકેશન સપોર્ટ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Mukesh Ambani owned Reliance Jio has introduced a new cashback offer called 'JioFootball. Under the new offer, the telco is offering Rs 2200 cashback for all 4G devices getting added on to Jio's network for the first time by performing a recharge of Rs.198/Rs.299 Jio prepaid plan on or before 31st March 2018.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X