Honor 90ની આટલી હશે ભારતમાં કિંમત, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

સ્માર્ટફોન બ્રાન્ડ Honor ટૂંક સમયમાં જ ભારતમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આ કમબેક અંતર્ગ ત કંપની પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન Honor 90ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની છે. જો કે, લોન્ચ પહેલા જ Honorના આ અપકમિંગ સ્માર્ટફોનની કિંમતો અંગે ખુલાસો થયો છે. ભારતીય માર્કેટમાં આ ફોન કેટલી કિંમતે લોન્ચ થશે, તે અંગે માહિતી અપાઈ છે. ચાલો જાણીએ કે Honor 90 ભારતમાં કેટલી કિંમતે મળશે, અને તેની ખાસિયતો શું છે.

Honor 90ની આટલી હશે ભારતમાં કિંમત, જાણો ડિટેઈલ્સ

Honor 90ની આટલી હશે કિંમત

ઉલ્લેખનીય છે કે Honor કંપનીએ ભારતમાં કમબેક કરવા માટે PSAV Global સાથે ભાગીદારી કરી છે, જે બાદ હવે ભારતમાં Honor સ્માર્ટફોનને HonorTech વેન્ચર અંતર્ગત લોન્ચ કરવામાં આવશે. આ દરમિયાન The Mobile Indianના એક રિપોર્ટમાં Honor 90 ફોનની કિંમત અંગે ખુલાસો થયો છે. જે મુજબ Honor 90 ભારતીય માર્કેટમાં 35,000 રૂપિયાની કિંમત સાથે લોન્ચ થાય, તેવી શક્યતા છે. આ ફોન Nothing Phone 2, OnePlus 11R અને iQOO Neo 7 Proને સ્પર્ધા પૂરી પાડે તેવું મનાઈ રહ્યું છે.

Honor 90ના ફીચર્સ

Honor 90માં 6.78 ઈંચની OLED ડિસ્પ્લે મળી રહી છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ફોનમાં કંપની ક્વાલકોમ સ્નેપડ્રેન 7 Gen 1 પ્રોસેસર આપી રહી છે, જે 16 જીબી રેમ અને 512 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. ફોટોગ્રાફી માટે Honor 90માં 1/1.4 ઈંચ સેન્સર ધરાવતો 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે. જે 16-in-1 પિક્સલ બાઈનિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તેમાં 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરા પણ મળી શકે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 50 મેગાપિક્સલનો કેમેરા મળવાની શક્યતા છે.

Honor 90 ફોનને ચલાવવા માટે તેમાં 5000 mAhની બેટરી મળશે, જે 66 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન મિડનાઈડ બ્લેક, એમરેલ્ડ ગ્રીન, ડાયમંડ સિલ્વર અને પીકોક બ્લૂ કલર ઓપ્શનમાં રજૂ થશે.

તમને જણાવી દઈએ કે Honor 90 સ્માર્ટફોન ચીનમાં મે 2023માં જ લોન્ચ થઈ ચૂક્યો છે. આ ફોન ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે, સ્લીક ડિઝાઈન અને 840Hz Pulse Width Modulation Dimming ટેક્નોલોજી સાથે લોન્ચ થયો હતો. આ ટેક્નોલોજીને કારણે યુઝર્સ જ્યારે ફોન વાપરે છે, ત્યારે તેમની આંખોમાં સ્ક્રીનનું પ્રેશર ઓછું પડશે. જેના કારણે આંખોની ગુણવત્તા કથળશે નહીં.

Best Mobiles in India

English summary
Honor 90 price in India revealed know features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X