WhatsApp અને Instagram યુઝર્સને મજા જ મજા, હવે AI દ્વારા કરો ચેટિંગ

By Gizbot Bureau
|

WhatsApp અને Instagram યુઝર્સને હવે ચેટિંગ કરવામાં મજા પડવાની છે. કારણ કે આ બંને પ્લેટફોર્મ પર મેટા દ્વારા એઆઈ ફીચર ઈન્ટિગ્રેટ કરાઈ રહ્યું છે. એટલે કે આ બંને પ્લેટફોર્મ પર યુઝર્સ એઆઈનો ઉપયોગ કરી શક્શે. યુઝર્સ એઆઈની મદદથી પોતાના રોજિંદા કામના સાવ સરળતાથી પૂરા કરી શક્શે. સમજો કે તમે મેટા પર કોઈ સારો મેસેજ લખવા ઈચ્છી રહ્યા છો, તો કેટલાક પોઈન્ટર્સની મદદથી તમે એઆઈ સૂચના આપીને તેની પાસે મેસેજ લખાવડાવી શકો છો. આ ઉપરાંત તમે લખેલા મેસેજમાં કરેક્શન જેવા કામ પણ એઆઈ ટૂલ કરી લેશે. આ પ્રકારના કામ માટે જનરલી થર્ડ પાર્ટી એઆઈ એપનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે મેટા પોતાના બંને પ્લેટફોર્મ પર ઈનબિલ્ટ એઆઈ ફીચર આપી રહ્યું છે. જો કે, હાલ આ ફીચર હજી પહેલા તબક્કામાં છે.

WhatsApp અને Instagram યુઝર્સને મજા જ મજા, હવે AI દ્વારા કરો ચેટિંગ

ઈમેજ પણ કરી શકાશે ક્રિએટ

જેવી રીતે યુઝર્સ OpenAIના ChatGPT, Googleના જેમિની અને માઈક્રોસોફ્ટના Copilotનો ઉપયોગ કરે છે, તે જ રીતે મેટા પણ એઆઈમાં જુદા જુદા ફીચર આપે છે. જેમાં જુદા જુજા વિષય પર સવાલ જવાબ કરી શકાય છે, ટેક્સ્ટ અને ઈમેજ ક્રિએટ કરવાની સાથે સાથે જુદી જુદી ભાષાના મેસેજનો અનુવાદ કરી શકાય છે. યુઝર્સ મેટા એઆઈ સાથે વાતચીત કરી શકે છે, સલાહ લઈ શકે છે, ન્યૂઝ અપડેટ માંગી શકે છે. એટલે સુધી કે પ્રોમ્ટ આપીને ઈમેજ પણ બનાવી શકે છે.

એન્ક્રિપ્ટેડ નથઈ રહેતું ચેટ

અહીં ખાસ વાત એ છે કે વ્હોટ્સ એપ પર જ્યારે તમે મેટા એઆઈ સાથે વાત કરો છો ત્યારે તમારી ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી રહેતું. કારણ કે મેટા તમારા સવાલો અને તમારી વાતચીતનો ઉપયોગ કરીને પોતાના એઆઈ ટૂલને હજી વધુ સારું બનાવવા ઈચ્છી રહ્યું છે.

મેટાએ શું કહ્યું?

મેટાનું કહેવું છે કે,’મેટા આઈ માત્ર એ જ સવાલો વાંચીને જવાબ આપી શક્શે, જેમાં @Meta AI લખેલું હોય. બાકીના સવાલોના જવાબ મેટા એઆઈ નહીં આપી શકે. સાથે જ તમારા અન્ય ચેટ હંમેશા એન્ક્રિપ્ટેડ રહે છે, તેના મેટા આઈ વાંચી નથી શક્તું.’

વ્હોટ્સ એપમાં કેવી રીતે કરશો AIનો ઉપયોગ

વ્હોટ્સ એપ પર મેટા ધીરે ધીરે પોતાના એઆઈ ફીચરને લોન્ચ કરી રહ્યું છે. આ ફીચર સૌથી પહેલા કોને મળશે તે હજી સુધી નક્કી નથી. જો તમારે એ જાણવું છે કે તમારામાં આ ફીચર આવ્યું નથી, તો સૌથી પહેલા વ્હોટ્સ એપને અપડેટ કરી લો. બાદમાં ચેટ ઓપન કરો અને સૌથી ઉપરની બાજુ જુઓ. જો તમને જાંબલી-વાદળી રંગનો ગોળ આઈકન દેખાઈ રહ્યો છે, તો તમને મેટા એઆઈ ફીચર મળી ગયું છે. આઈફોન યુઝર્સને આ ફીચર આઈકન કેમેરાવાળા આઈકનની બાજુમાં મળશે.

Best Mobiles in India

English summary
Meta launched AI too for WhatsApp Instagram

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X