લીનોવા ના CES 2017 માં લોન્ચીસ: થિંકપેડ X1, Miix 720, લીજન ગેમિંગ લેપટોપ, સ્માર્ટ આસિસ્ટન્ટ અને બીજું ઘણું બધું

આ બધા દેવાઈસીસ લીનોવા દ્વારા CES 2017 માં લોન્ચ કરવા માં આવ્યા છે.

By Keval Vachharajani
|

બુધવારે, CES 2017 માં લેનોવોએ ઘણી બધી નવી પ્રોડક્ટ્સ ને લોન્ચ કરી હતી, અને આ બધું જ નવી પ્રોડક્ટ્સ દ્વારા એવું જાણવા મળે છે કે કંપની ઇનોવેટિવ પ્રોડક્ટ્સ બનવવા માટે કેટલી સમર્પિત છે જેથી તે પોતાના ગ્રાહકો ની ડિમાન્ડ પર ખરી ઉતરી શકે.

લીનોવા ના CES 2017 માં લોન્ચીસ: થિંકપેડ X1, Miix 720

Gianfranco Lanci દ્વારા એવું કહેવા માં આવ્યું હતું કે, કે જે લીનોવા નો પ્રેસિડન્ટ અને COO છે એને એવું કહ્યું હતું કે, તેઓ પોતાના ગ્રાહકો ને સમજે છે અને તેમની ડિમાન્ડ ને પણ સમજે છે અને તેઓ પોતાના ગ્રાહકો ને વધુ સારો અનુભવ હંમેશા માટે આપતા જ રહેશે, પછી ભલે તેઓ ને કામ કરવા માટે નું હોઈ ગેમ્સ રમવા માટે કે પછી AR/VR હોઈ કે સ્માર્ટ હોમ હોઈ તેલોકો પોતાના ગ્રાહકો ને હંમેશા સારો અનુભવ આપતા જ રહેશે.

આ નવું મોડેલ લોકો ને સોશ્યિલ મીડિયા ની લત થી દૂર કરશે

તો આવો એક નજર જોઈએ કે CES 2017 માં લીનોવા એ શુ લોન્ચ કર્યું.

થિંકપેડ X1 કાર્બન, યોગા અને ટેબલેટ

થિંકપેડ X1 કાર્બન, યોગા અને ટેબલેટ

થિંકપેડ X1 સિરીઝ નો ધૈય હંમેશા થી જ વધુ સારા ઇનોવેશન અને પોતાના ગ્રાહકો ની જરૂરિયાતો ને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા નો જ રહ્યો છે. અને હવે ધીમે ધીમે અંગત લેપટોપ અને વર્ક લેપટોપ વચ્ચે ની રેખા ખુબ જ નાની થતી જાય છે અને લોકો બધી વસ્તુ એક માં જ થઇ શકે એ મુજબ ની પ્રોડક્ટ ને વધૂ પસંદ કરતા હોઈ છે. અને આ 2017 માં લોન્ચ થયેલું થિંકપેડ X1 કાર્બન એ એક બિઝનેસ નોટબુક છે જેની અંદર 14 ઇંચ ની સ્ક્રીન આપવા માં આવી છે અને તેનું વજન 2.5 પાઉન્ડ છે. આની અંદર 14ઇંચ ની IPS ડિસ્પ્લે હોવા છત્તા તેની અંદર 13 ઇંચ નું ફ્રેમ ફેક્ટર આપવા માં આવે છે. તેની બેટરી લાઈફ ઘણી સારી લાગે છે તેમાં 15 કલ્લાક નું બેટરી બેકઅપ આપવા માં આવે છે. અને તેમાં એક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવા માં આવ્યું છે અને વધારે સુરક્ષા માટે ફેસ રેકોગ્નાઈઝશન ઇન્ફ્રારેડ કેમેરા પણ આપવા માં આવ્યો છે. થિંકપેડ X1 કાર્બન ની કિંમત $ 1,349 થી શરુ થાય છે (એટલે લગભગ Rs.90,000) અને તે ફેબ્રુઆરી 2017 થી ઉપલબ્ધ થઇ જશે.


થિંકપેડ X1 યોગા એ થિંકપેડ X1 સિરીઝ માં 2017 માં લોન્ચ કરવા માં આવેલ વધુ એક ડિવાઈઝ છે. આ એક ફ્લેક્સિબલ નોટબુક છે કે જેમાં 14 ઇંચ ની OLED ડિસ્પ્લે આપવા માં આવી છે. અને યુઝર્સ ને વધુ સારો અનુભવ દેવા માટે રિડિઝાઈન અને રિચાર્જેબલ થઇ શકે તેવી પેન આપવા માં આવી છે અને તેની સાથે સાથે અને વધુ સારું કીબોર્ડ પણ આપવા માં આવ્યું છે.

અને આ એક અલગ નોટબુક છે કેમ કે આની અંદર તમને એક અલગ થી પોર્ટેબલ પોર્ટ એક્સટેન્શન આપવા માં આવે છે કે જે 5 કલ્લાક ની વધારે બેટરી લાઈફ આપે છે અને આની અંદર જ એક ઇનબિલ્ટ પ્રોજેક્ટર પણ આપવા માં આવ્યું છે જેના લીધે તમે ઘણા બધા પ્રેઝ્ન્ટેશન ને ઓન ધ સ્પોટ જ કરી શકો છો. થિંકપેડ X1 યોગા ની કિંમત $1,499 થી શરૂ થાય છે (એટલે લગભગ Rs. 102,000) અને આ નોટબુક પણ ફેબ્રુઆરી 2017 થી ઉપલબ્ધ થઇ જશે. અને આ માત્ર ટેબલેટ ની કિંમત $949 (એટલે લગભગ Rs. 64,000) અને તે પણ માર્ચ 2017 સુધી માં બજાર માં ઉપલબ્ધ થઇ જશે.

મિક્સ 720

મિક્સ 720

મિક્સ 720 એ વિન્ડોઝ નું ડીટેચેબલ છે કે જેની અંદર, 12 ઇંચ ની QHD+ સ્ક્રીન અને ટચ્ચપેડ અનેબલ્ડ કીબોર્ડ આપવા માં આવે છે. અને આ ડિવાઈઝ ની અંદર ઇન્ટેલ કોર i7 પ્રોસેસર અને તે પણ થુડરબોલ્ટ 3 ની સાથે આપવા માં આવે છે, કે જે આજ કાલ ના PC પર એક ફાસ્ટેસ્ટ પોર્ટ તરીકે ગણવા મા આવે છે.

અને તમે કીબોર્ડ ને અલગ કરી અને મિક્સ 720 ને એક ટેબલેટ તરીકે પણ વાપરી શકો છો. અને જયારે આનો ઉપીયોગ લીનોવા ની એકટીવ પેન 2 સાથે કરવા માં આવે છે ત્યારે આ ડિવાઇઝ નોટ લખનારાઓ માટે અને ક્રેએટિવ માઈન્ડ ધરાવનાર લોકો માટે એકદમ આઇડિયલ બની જાય છે.

અને આટલું જ નહિ પરંતુ મિક્સ 720 ની અંદર ઇન્ફ્રારેડ કેમેરા ભી આપ્યો છે જેમાં વિન્ડોઝ નું હેલો ફેસ રેકોગ્નાઈઝશન ફીચર પણ આવે છે. અને તેમાં 150 ડિગ્રી નું ટેબલેટ કિકસ્ટેન્ડ પણ આપવા માં આવે છે જેના દ્વારા તમે કોઈ પણ વ્યૂઇંગ એંગલ્સ પણ તમે તેને ગોઠવી શકો છો.

મિક્સ 720 ની કીબોર્ડ સાથે ની કિંમત $999.99 (એટલે લગભગ Rs. 68,000) અને તે વહેંચણ માટે એપ્રિલ 2017 માં બજાર માં આવશે, અને લીનોવા એકટીવ પેન 2 ની કિંમત $59.99 થી શરુ થાય છે (એટલે લગભગ Rs. 4,000) અને તે વહેંચણ માટે બજાર માં ફેબ્રુઆરી 2017 થી મુકવા માં આવશે.

લીનોવા લીજન Y520, Y720 ગેમિંગ લેપટોપ

લીનોવા લીજન Y520, Y720 ગેમિંગ લેપટોપ

લીનોવા એ હંમેશા થી ગેમર્સ ની એક કમ્યુનિટી બનાવવા પર જ ફોકસ રાખ્યું છે અને કંપનીએ પોતાના નવા ફીચર દ્વારા ગેમર્સ ને જાણવા નો સારો પ્રયત્ન કર્યો છે. અને CES 2017 માં લીનોવા એક નવી ગેમિંગ માટે ની સબ બ્રાન્ડ લઈ ને આવી છે જેનું નામ છે લીનોવા લીજન. અને આ સબ બ્રાન્ડ ની અંદર સૌથી પહેલી 2 પ્રોડક્ટ જે લોન્ચ કરવા માં આવી છે તે છે લીજન Y720 અને લીજન Y520 લેપટોપ.

અને આ બંને પ્રોડક્ટસ મેઇનસ્ટ્રીમ પ્લેયર્સ માટે જ છે. અને ગેમિંગ લેપટોપ્સ ની અંદર સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી ની જરૂર પડતી હોઈ છે જેથી ગેમર્સ ગેમ રમતી વખતે તેની પુરે પુરી માજા લઇ શકે. અને આટલું જ નહિ લીનોવા લીજન લેપટોપ ની અંદર તમને લેટેસ્ટ NVIDIA ગ્રાફિક્સ, 7થ જેન ઇન્ટેલ કોર i7 પ્રોસેસર, ડોલ્બી એટમોસ અને બીજા ઘણા બધા નવા સુધારેલા ફીચર્સ આપવા માં આવ્યા છે જેથી એક અલગ લેવલ ના જ ગેમિંગ નો અનુભવ યુઝર્સ મેળવી શકે.

એક તરફ જયારે લીનોવા લીજન Y520 ની કિંમત $899.99 (એટલે લગભગ Rs. 61,000) છે અને તે વહેચાણ માટે બજાર માં ફેબ્રુઆરી માં આવશે ત્યારે બીજી તરફ લીજન Y720 ની કિંમત $1,399.99 થી શરુ થાય છે (એટલે લગભગ Rs. 95,000) અને તે વહેંચણ માટે બજાર માં એપ્રિલ માં મુકવા માં આવશે.

લીનોવા સ્માર્ટ આસિસ્ટન્ટ

લીનોવા સ્માર્ટ આસિસ્ટન્ટ

માત્ર લેપટોપ્સ જ નહિ લીનોવા સ્માર્ટ આસિસ્ટન્સ ની સાથે પણ આવ્યું છે, કે જે એક મેઇનસ્ટ્રીમ પર્સનલ આસિસ્ટન્સ છે કે જે એમેઝોન ની સાથે જ બનાવવા માં આવ્યું છે અને તે એલેક્સા કલાઉડ બેઝડ વોઇસ નો ઉપીયોગ કરે છે.

આ સ્માર્ટ આસિસ્ટન્સ યુઝર નો વોઇસ ઓળખી અને કોઈ પણ વેબ સર્ચ કરી શકે છે અને લિસ્ટ બનાવી શકે છે મ્યુઝિક પ્લે કરી શકે છે, અને બીજું પણ ઘણી બધી વસ્તુ કરી શકે છે. આ ડિવાઇસ ને સ્માર્ટ હોમ્સ ડિવાઇસીસ ને મેનેજ કરવા માટે બનાવવા માં આવ્યું છે.

આ સ્માર્ટ આસિસ્ટન્ટ ની કિંમત $129.99 થી શરુ થાય છે (એટલે લગભગ Rs. 9,000) અને આ ડિવાઇસ બજાર માં વહેંચણ માટે મેં મહિના થી મુકવા માં આવશે. અને સ્પેશ્યલ હર્મને Kardon એડિશન ની કિંમત $179.99 રાખવા માં આવી છે (એટલે લગભગ Rs. 12,000) તે પણ એક જ સમય પર બજાર માં મુકવા માં આવશે.

લીનોવા સ્માર્ટ સ્ટોરેજ

લીનોવા સ્માર્ટ સ્ટોરેજ

લીનોવા સ્માર્ટ સ્ટોરેજ એ એક સુરક્ષિત સ્માર્ટ સ્ટોરેજ ઓપ્શન છે કે જેની અંદર 6TB સુધી ના સ્ટોરેજ ઓપ્શન આપવા માં આવે છે. તેની અંદર ડ્યુઅલ બેન્ડ વાયરલેસ એકસેસ અને ઓટો સિન્ક અંડર મલ્ટીપલ ડિવાઇસીસ નો ઓપ્શન પણ આપવા માં આવે છે. અને આની અંદર તમે ઝડપ થી જ ઘણી બધી ફાઇલ્સ ને ઓપરેટ કરી શકો છો અને અને ફેસ રેકગ્નાઈઝશન સોફ્ટવેર પણ આપવા માં આવે છે જેના દ્વારા તમારા ફોટોઝ ને વધુ સુરક્ષિત રાખી શકો છો. લીનોવા સ્માર્ટ સ્ટોરેજ ની કિંમત $139.99 થી શરૂ કરવા માં આવે છે (એટલે લગભગ Rs. 9,500) અને તે બજાર માં મેં મહિના થી મુકવા માં આવશે.

લીનોવા 500 મલ્ટીમીડિયા કંટ્રોલર

લીનોવા 500 મલ્ટીમીડિયા કંટ્રોલર

લીનોવા 500 મલ્ટીમીડિયા કંટ્રોલર એ એક વાયરલેસ કીબોર્ડ અને માઉસ છે કે જે યુઝર્સ ના હાથ માં સરળતા થી ફિટ થઇ શકે છે, અને તેઓ પોતાના PC સાથે વધુ સારી રીતે હવે જોડાઈ શકે છે.

આ એક જીવતું જાગતું ઉદાહરણ માની શકાય છે કે એક હુમન ઇન્ટરફેસ ડિવાઇસ ખરેખર કેવું લાગવું જોઈએ, અને કેવી રીતે કામ કરવું જોઈએ અને કેવો અનુભવ આપતું હોવું જોઈએ, અને આ કીબોર્ડ ની અંદર વિન્ડોઝ 10 જેશચર સપોર્ટ કરે છે અને મલ્ટીપલ ટચ પણ સપોર્ટ કરે છે. લીનોવા 500 મલ્ટીમીડિયા કંટ્રોલર ની કિંમત $54.99 થી શરુ થાય છે (એટલે કે લગભગ Rs. 3,700) અને તે બજાર ની અંદર માર્ચ મહિના થી ઉપલબ્ધ થઇ જશે.

ફેબ 2 પ્રો એપ્સ તો અનલોક AR/VR એક્સપિરિયન્સ

ફેબ 2 પ્રો એપ્સ તો અનલોક AR/VR એક્સપિરિયન્સ

ટેન્ગો અનેબલ્ડ સમાર્ટફોન, એ હવે બજાર માં ઉપલબ્ધ છે અને આ સ્માર્ટફોન સ્માર્ટફોન યુઝર્સ માટે એક અલગ પ્રકાર ના જ દરવાજા ખોલે છે, આ સ્માર્ટફોન તમને ટેન્ગો અનુભવ આપે છે અને તે પણ અમુક નવી નવી એપ્સ ની મદદ દ્વારા, અને લીનોવા ફેબ 2 પ્રો માં જે સેન્સર આપવા માં આવ્યા છે તે, 250,000 મેઝરમેન્ટ પર સેકન્ડ કેપ્ચર કરી શકે છે, અને ત્યાર બાદ તે જેતે માહિતી ને ડેપ્થ સેન્સિંગ એરિયા લર્નિંગ અને મોશન ટ્રકિંગ દ્વારા રજુ કરે છે, અને આ એપ્સ ની અંદર જે ટેક્નોલોજી નો ઉપીયોગ કરવા માં આવે છે તેના દ્વારા AR અને VR મનોરંજન માટે એક નવા જ દરવાજા ખુલી ગયા છે અને તેના લીધે ઇન્ટટિરિયર ડિઝાઇન, શિક્ષણ અને શિપિંગ ના વ્યાપાર માં એક નવી જ દિશા મળી ગઈ છે. એપીએસ હોટ વ્હીલ્સ ટ્રેક બિલ્ડર, iStaging, અને Matterport સમાવેશ થાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
We have compiled the list of gadgets and smart home solutions that Lenovo launched at the CES 2017. Take a look!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X