Lenovo LOQ ગેમિંગ લેપટોપ ભારતમાં લોન્ચ, જબરજસ્ત ફીચર્સથી સજ્જ

By Gizbot Bureau
|

Lenovoએ ગેમર્સ માટે Lenovo LOQ ગેમિંગ સિરીઝ ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. આ લાઈનઅપ અંતર્ગત કંપનીએ ભારતમાં 5 લેપટોપ લોન્ચ કર્યા છે. આ લેપટોપમાં જબરજસ્ત ડિસ્પ્લેની સાથે Intel 13th Core અને Ryzen 7 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ લેપટોમાં NVIDIA GeForce RTX 3050, RTX 4050 અને RTX 4060 પણ આપવામાં આવ્યા છે. ચાલો, હવે ડિટેઈલમાં જાણીએ આ બધા જ લેપટોપના ફીચર્સ અને કિંમત વિશે.

Lenovo LOQ ગેમિંગ લેપટોપ ભારતમાં લોન્ચ, જબરજસ્ત ફીચર્સથી સજ્જ

Lenovo LOQ સિરીઝમાં મળનારા ફીચર્સ

Lenovo LOQ સિરીઝના ગેમિંગ લેપટોપમાં 15.6 ઈંચની ફૂલ એચડી IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1920*1080 પિક્સલ છે અને રિફ્રેશ રેટ 144 Hz છે. આ લેપટોપમાં NVIDIA G-SYNC સપોર્ટની સાથે સાથે 13th Gen Intel Core i7 ચિપસેટ, 16GB DDR5 RAM અને 512GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

બેટરી

આ નવા ગેમિંગ લેપટોપમાં 60 Whrની બેટરી આપવામાં આવી છે, જેને ચાર્જ કરવા માટે USB-C પોર્ટ મળે છે. કંપનીનો દાવો છે કે આ બેટરી માત્ર 30 મિનિટમાં જ 50 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ ઉપરાંત આ લેપટોપમાં 115W Max TGP અને ડાયનેમિક બૂસ્ટ સપોર્ટ મળે છે.

અન્ય ફીચર્સ

લીનોવો લૉક લાઈનઅપના બધા જ ગેમિંગ લેપટોપ વિન્ડોઝ 11 પર કામ કરે છે. દમદાર સાઉન્ડ માટે આ લેપટોપમાં બે સ્પીકર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, લેપટોપમાં બેકલિસ્ટ કી બોર્ડની સાતે સાતે વેબ કેમ અને બ્લૂટૂથ તેમજ વાઈ ફાઈ જેવા ફીચર્સ મળે છે.

જાણો કયા મોડેલની કેટલી છે કિંમત

· 13th Gen Intel Core i7, RTX 4050-16+512ની કિંમત 99,990

· 13th Gen Intel Core i7, RTX 4060- 16+512ની કિંમત રૂપિયા 1,14,990

· 12th Gen Intel Core i5, RTX 4050-16+512ની કિંમત રૂપિયા 92,990

· 12th Gen Intel Core i5, RTX 4060-16+512ની કિંમત રૂપિયા 97,990

· 12th Gen Intel Core i5, RTX 3050-16+512ની કિંમત રૂપિયા 78,990

· Ryzen 7 Octa Core 7840HS, RTX 4050-16+512ની કિંમત રૂપિયા 99,990

· Ryzen 7 Octa Core 7840HS, RTX 3050-16+512ની કિંમત રૂપિયા 87,990

ગત મહિને લોન્ચ કર્યું હતું ટેબ્લેટ

ઉલ્લેખનીય છે કે લીનોવોએ હજી ગયા મહિને જ Lenovo Tab M10 5G ટેબ્લેટ લોન્ચ કર્યું હતું. આ ટેબની કિંમત 24,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ટેબ્લેટના ફીચર્સની વાત કરીએ તો તેમાં 10.61 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળે છે. આ સ્ક્રીન 1200*2000 પિક્સલના રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ટેબ્લેટ સ્નેપડ્રેગન 695 પ્રોસેસરથી સજ્જ છે. જ્યારે ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો કેમેરા છે, અને ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સનો કેમેરા મળે છે.

આ ટેબમાં 7700 mAhની બેટરી આપવામાં આવી છે, જે ફૂલ ચાર્જમાં 12 કલાક ચાલે છે. આ લેટેસ્ટ ટેબ્લેટમાં ડ્યુઅલ સ્પીકર્સની સાથે ડોલ્બી એટમોસ સપોર્ટ મળે છે. આ ઉપારંત વાઈ ફાઈ, જીપીએસ, બ્લુટૂથ અને યુએસબી ટાઈપ સી પોર્ટ જેવા કનેક્ટિંગ પોર્ટ્સ મળે છે.

Best Mobiles in India

English summary
Lenovo launched new gaming laptop series know price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X