અસૂસ ઝેનફોન નેટિવ એપ: ફીચર અને બીજું ઘણું

આજના સ્માર્ટફોન વધુ સ્માર્ટ બની ચુક્યા છે જે તમને ઓફિશ્યિલ એપ્લિકેશન આપે છે. જે તમારી લાઈફ વધુ સરળ બનાવી દે છે.

By Anuj Prajapati
|

એપ વિના સ્માર્ટફોન ખુબ જ અધૂરો છે. મોબાઈલ એપ વિના આપનો સ્માર્ટફોન સ્માર્ટ નથી. ઘણી સ્માર્ટફોન એપ છે જે આપણા મોબાઈલ ને ખાસ બનાવે છે. આજકાલ માર્કેટમાં ઘણી નવી અને ઉપયોગી એવી એપ પણ આવી રહી છે. હવે સવાલ છે કે આ એપ આવી ક્યારે?

અસૂસ ઝેનફોન નેટિવ એપ: ફીચર અને બીજું ઘણું

મોબાઈલ એપની શરૂઆત 20મી સદીમાં થયી. એપની શરૂઆત પીડીએ થી નોકિયા કલાસિક સ્નેક ગેમ થયી હતી. હવે મોબાઈલ એપની આખી દુનિયા જ બદલાઈ ચુકી છે. શોપિંગ એપ, ચેટિંગ એપ, મુવી ટિકેટ એપ જેવી ઘણી લેટેસ્ટ એપ તમને પ્લેસ્ટોર પર મળી જશે.

સ્માર્ટફોન જે ભારતમાં લોન્ચ નથી થયા, પરંતુ તેને તમે ખરીદી શકો છો

આજના સ્માર્ટફોન વધુ સ્માર્ટ બની ચુક્યા છે જે તમને ઓફિશ્યિલ એપ્લિકેશન આપે છે. જે તમારી લાઈફ વધુ સરળ બનાવી દે છે. સ્માર્ટફોન કંપની સેમસંગ, એપલ, લેનોવો જેવી બીજી ઘણી કંપનીઓ પોતાની ડિઝાઇન કરેલી એપ તેમના યુઝરને આપે છે. જેનાથી તેમનો સ્માર્ટફોન અનુભવ વધારે સારો બની શકે.

સેમસંગ ગિયર S3 પ્રથમ ઇમ્પ્રેશન: અપીલિંગ ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે

સ્માર્ટફોન કંપની અસૂસ પણ તેમના યુઝરને કેટલીક લેટેસ્ટ અને ઉપયોગી એપ આપી રહ્યું છે. તો એક નજર કરો આ એપ પર...

ઝેન યુઆઈ લોન્ચર

ઝેન યુઆઈ લોન્ચર

ઝેન યુઆઈ લોન્ચર યુઝર અનુભવને કસ્ટમાઇઝ કરે છે. આ એપ સ્માર્ટફોન સાથે પ્રિઇન્સ્ટોલ થઈને જ આવે છે. આ એપને અપડેટ કર્યા પછી યુઝર રસપ્રદ થીમ, વોલપેપર માટે એપ્લાય કરી શકે છે. તેની સાથે સાથે તેઓ એપ આઇકોન પણ બદલી શકે છે. જે તમારા સ્માર્ટફોનને કૂલ બનાવી દે છે.

ઝેન યુઆઈ લોન્ચર યુઝર ને સિક્યોરિટી લેવલ પ્રદાન કરે છે. જેને ઘ્વારા યુઝર તેની સિક્યોરિટી એપ જેવી કે એપલોક, અને તેમની પર્સનલ ઇન્ફોરમેશન લોક કરી નાખે છે. જેનાથી કોઈ પણ તેને ચોરી કરી શકે નહીં.

ઝેન સર્કલ

ઝેન સર્કલ

ઝેન સર્કલ ઘ્વારા યુઝર તેમની ફોટો સ્ટોરી શેર કરી શકે છે.

કઈ રીતે ઝેન સર્કલ નો ઉપયોગ કરવો?

#1 સાઈન અપ કરીને ફોટો અપલોડ કરો તમે વધુમાં વધુ 9 ફોટો અપલોડ કરી શકો છો.

#2 બીજા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મની જેમ ફોટો અપલોડ કર્યા પછી ઝેન સર્કલ માં તમારે સ્ટોરી ટાઇટલ, સ્ટોરી ડિસ્ક્રિપ્શન, સ્ટોરી ટેગ ઉમેરવા પડશે.

#3 બધી જ માહિતી ઉમેરી દીધા પછી ઝેન સર્કલ તમને ફોટો શેર કરવા માટે પણ સ્કોપ આપે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

અસૂસ વેબસ્ટોરેજ

અસૂસ વેબસ્ટોરેજ

અસૂસ વેબસ્ટોરેજ એપ્લિકેશન એક પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ જેમ કામ કરે છે. જે થોડું ઘણું દ્રોપબેક્સ ને પણ મળતું આવે છે. યુઝર તેમના ડેટા પર્સનલ ક્લાઉડ પર સ્ટોર કરી શકે છે. જેનાથી ડેટા ચોરી થવાના કે પછી ખોવાઈ જવાનો ખતરો રહેતો નથી.

ફોટો કોલાજ

ફોટો કોલાજ

ફોટો કોલાજ એપ પણ ઝેન મોબાઈલમાં આપવામાં આવી છે.

#1 તમે તમારી ફોટો ગેલરીમાંથી 9 ફોટો પસંદ કરી શકો છો.

#2 ત્યારપછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો. જ્યાં તમે ફ્રેમ એડ અને ફોટો એડિટ કરી શકો છો. તમે તેની સાથે સાથે ટેક્સ્ટ એડ કરી શકો છો અને ફોન્ટ પણ બદલી શકો છો.

#3 ફોટો રિઝોલ્યૂશન સેટ કરો અને તેને સેવ કરો.

#4 તમારા ફોટો કોલાજ માં ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન એડ કરો.

#5 તમારું ફોટો કોલાજ તમારા મિત્રો અને સોશ્યિલ મીડિયા પર શેર કરવા માટે તૈયાર છે.

અસૂસ રાઉટર

અસૂસ રાઉટર

અસૂસ રાઉટર હોમ નેટવર્ક મેનેજ કરે છે, જેમાં વાઇફાઇ કેનેક્શન, વાઇફાઇ રાઉટર, મોડેમ અને બીજા નેટવર્ક પણ શામિલ છે. એટલું જ નહીં પરંતુ ઈન્ટરનેટ બાઉઝિંગ માટે બેન્ડવિથ લિમિટ પણ શેર કરે છે.

અસૂસ ઝેનફીટ

અસૂસ ઝેનફીટ

અસૂસ ઝેનફીટ તમારી ફિટનેસ એક્ટિવિટી પર નજર રાખે છે. ખાલી ઝેનફોન જ નહીં પરંતુ ઝેનવોચ પર ઉપલબ્ધ છે. જેના ઘ્વારા યુઝર તેમની ફિટનેસ એક્ટિવિટી જેવી કે વોકિંગ, રનિંગ, હાર્ટરેટ પર ધ્યાન રાખી શકે છે.

અસૂસ ફાઈલ મેનેજર

અસૂસ ફાઈલ મેનેજર

અસૂસ ફાઈલ મેનેજર ઘ્વારા યુઝર તેના ડોક્યુમેન્ટ ખુબ જ સારી રીતે મેનેજ કરી શકે છે. આ એપ યુઝરને તેમના ડોક્યુમેન્ટ મોબાઈલ, મેમરી કાર્ડ અને સ્ટોરેજ એકાઉન્ટમાં સ્ટોર કરવામાં મદદ કરે છે. આ એપ તમને તમારા ડોક્યુમેન્ટ કોપી, ડીલીટ, શેર અને મુવ કરવામાં મદદ કરે છે.

અસૂસ વેધર

અસૂસ વેધર

અસૂસ વેધર એક વેધર એપ છે. જે તમને હવામાન વિશે રિયલ ટાઈમ સાચી માહિતી આપે છે. અસૂસ વેધર તમને ખરાબ હવામાન વિશે પહેલેથી જ ચેતવણી આપી દે છે જેથી તમે સાવધાન રહી શકો.

ઝેન યુઆઈ ડાઇલર અને કોન્ટેક

ઝેન યુઆઈ ડાઇલર અને કોન્ટેક

ઝેન યુઆઈ ડાઇલર અને કોન્ટેક એક એવી એપ છે. જેના ઘ્વારા તમે સ્પેમ સેન્ડર ને બ્લોક કરી શકો છો. તમે ડુપ્લીકેટ કોન્ટેક, સ્માર્ટ સર્ચ, વ્યુ હિસ્ટ્રી જેવી માહિતી સરળતાથી મેળવી શકો છો. આ એપ સ્માર્ટ સર્ચ ફીચર સાથે આવે છે જેની મદદથી તમે ખુબ જ ઝડપથી કોન્ટક સર્ચ કરી શકો છો. ઝેન યુઆઈ ઘ્વારા તમે તમારા કોન્ટક લિસ્ટને પાસવૉર્ડ પ્રોટેક્ટેડ કરી શકો છો.

અસૂસ બેકઅપ

અસૂસ બેકઅપ

અસૂસ બેકઅપ ખુબ જ ઉપયોગી એવું ટૂલ છે. જે ખાલી ઝેનફોન ડિવાઈઝમાં જ જોવા મળે છે. એપ તમારી બધી જ ડેટાની બેકઅપ લેવા માટે સક્ષમ છે.

ટાસ્ક અને ડુ લિસ્ટ

ટાસ્ક અને ડુ લિસ્ટ

ટાસ્ક અને ડુ લિસ્ટ એપ ઘ્વારા તમે તમારા બધા જ પ્લાન સિડ્યુલ કરી શકો છો. આ એપ ઘ્વારા તમે તમારા બધા જ પ્લાન ભૂલ્યા વિના સરળતાથી કરી શકો છો.

મોબાઈલ મેનેજર

મોબાઈલ મેનેજર

મોબાઈલ મેનેજર એક ઓલ ઈન વન એપ છે, જે સરળતાથી તમારી બેટરી ઉપયોગ, મેમેરી, સ્કેન પ્રાયવસી અને ડિવાઈઝ પરફોર્મન્સ પર ધ્યાન રાખે છે. આ એપ બિનજરૂરી એપને ક્લીન કરે છે અને પાવર સેવીંગ મોડ માં પણ મદદ કરે છે.

શેર લિંક

શેર લિંક

અસૂસ શેર લિંક એપ્લિકેશન યુઝર ને તેમની ફાઈલ કોઈ પણ એન્ડ્રોઇડ ડિવાઈઝ સાથે શેર કરવામાં મદદ કરે છે. આ એપ ઘ્વારા તમે ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ, એપ ટ્રાન્સફર કરી શકો છો. તેની સાથે સાથે તમે ડેસ્કટોપ ફાઈલ પણ ટ્રાન્સફર કરી શકો છો.

મીની મુવી

મીની મુવી

મીની મુવી એપ ઉપયોગ કરવામાં ખુબ જ સરળ છે. ફ્રી સ્લાઈડ શો અને વીડિયો મેકિંગ એપ્લિકેશન ઝેનફોન 3 મેક્સ સ્માર્ટફોનમાં પહેલાથી પ્રિઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપ ઘ્વારા યુઝર ખુબ જ સરળતાથી ફોટા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરીને મુવી બનાવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Here are all the Zenfone native apps. Take a look.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X