Just In
- 582 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 583 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 585 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
- 585 days ago
Paytmમાં હવે પિન નાખ્યા વગર કરો પેમેન્ટ, આ રીતે યુઝ કરો નવું ફીચર
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
Twitter એટલે કે Xને એલન મસ્કે ખરીદ્યા બાદ લોકોનો તેના પરથી ભરોસો ઉઠી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં એવા પણ સમાચાર આવ્યા છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઘણા લોકોએ ટ્વિટર એટલે કે એક્સ છોડીને બ્લૂસ્કાય અપનાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે બ્લૂ સ્કાયની શરૂઆત ટ્વિટરના કો ફાઉન્ડર જેક ડોર્સીએ જ કરી છે. જો કે, હાલ તો જેક ડોર્સી પણ બ્લૂસ્કાયના બોર્ડમાંથી બહાર નીકળી ચૂક્યા છે. પરંતુ આ આર્ટિકલમાં અમે તમને એક્સ અને બ્લૂસ્કાય વચ્ચે શું ફરક છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે સમજી શક્શો કે કયા પ્લેટફોર્મમાં શું મળી રહ્યું છે.

બંને પ્લેટફોર્મનો ઓવર્વવ્યુ
એક્સ એટલે કે ટ્વિટર
આ પ્લેટફોર્મ પર લગભગ 600 મિલિયન યુઝર્સ છે, જે તેને એક એસ્ટાબ્લિશ્ડ અને મેઈનસ્ટ્રીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવે છે. આ પ્લેટફોર્મ પોતાના માઈક્રોબ્લોગિંગ ફોર્મેટ માટે જાણીતું છે. જેના પર લોકો ન્યૂઝ, પોતાના મત, મલ્ટીમીડિયા પણ શૅર કરતા હોય છે. એલન મસ્કની લીડરશિપમાં એક્સમાં સબસ્ક્રીપ્શન અને પેઈડ વેરિફિકેશન જેવા ફીચર્સની સાથે મોનેટાઈઝેશન પર પણ ધ્યાન અપાયું છે.
બ્લૂસ્કાય
ટ્વિટરના કો ફાઉન્ડર જેક ડોર્સીએ ડેવલપ કરેલું આ એક નવું ડિસેન્ટ્રલાઈઝ્ડ સોશિયલ પ્લેટફોર્મ છે.જેનો ઉદ્દેશ્ય પોતાના એટી પ્રોટોકોલ દ્વારા સોશિયલ નેટવર્કિંગ માટે એક ઓલ્ટરનેટિવ અપ્રોચ ઓફર કરવાનો છે, જે યુઝરને કંટ્રોલ, ઈન્ટરઓપરેટિબેલિટી, ડિસેન્ટ્રલાઈઝેશનને પ્રમોટ કરે છે.
મુખ્ય ફીચર્સ
X
- સ્ટાન્ડર્ડ યુઝર્સ માટે 280 કેરેક્ટરની લિમિટ. પેઈડ સબસ્ક્રાઈબર્સ 10000 કેરેક્ટર્સ સુધી પોસ્ટ કરી શકે છે.
- અલ્ગોરિધમ, ટ્રેન્ડિંગ ટોપિક્સ, પર્સનલાઈઝ્ડ ફીડ અને બૂસ્ટેડ પોસ્ટ પ્રાયોરિટીમાં રહે છે.
- મોનેટાઈઝેશન ઓપ્શન છે, જેમાં તમે પેઈડ સબસ્ક્રિપ્શન લઈ શકો છો, જેમાં એડ્સ જોવા નથી મળતી.
- પેઈડ સબસ્ક્રિપ્શન દ્વારા વેરિફિકેશન પણ મેળવી શકાય છે.
- તેની કન્ટેન્ટ પોલિસી મોડરેટેડ છે.
બ્લૂસ્કાય
- આ પ્લેટફોર્મનો ડિસેન્ટ્રલાઈઝ્ડ પ્રોટોકોલ યુઝર્સને પોતાના સર્વર પર હોસ્ટ કરવાની કે કમ્યુનિટી સર્વર સાથે કનેક્ટ થવાની તક આપે છે.
- આ એક ઓપન સોર્સ છે, અને કમ્યુનિટી ડ્રિવન છે.
- કસ્ટમાઈઝેશન પર ફોકસ કરાયું છે, જેમ કે યુઝર્સ પોતાની પર્સનલ ફીડને કંટ્રોલ કરી શકે છે.
- સિમ્પલ ઈન્ટરફેસ, લાઈટવેઈટ, અર્લી સ્ટેજ યુઝર બેઝ ધરાવે છે.
- મોનેટાઈઝેશન ઓપ્શન ઓછા છે, પરંતુ એડ્સ નથી.
ખાસ વાતો
- એક્સ પર વધારે ફીચર્સ છે, પરંતુ બ્લૂ સ્કાય યુઝર્સને વધારે પ્રાઈવસી આપે છે.
- એક્સ બિઝનેસ ટૂલ્સમાં ડોમિનેટ કરે છે, પરંતુ બ્લૂસ્કાયનું યુઝર મેનેજમેન્ટ સારું છે.
- એક્સ અને બ્લૂ સ્કાયના એક્ટિવ યુઝર્સમાં ઘણો ફરક છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications