Just In
- 493 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
- 496 days ago
Paytmમાં હવે પિન નાખ્યા વગર કરો પેમેન્ટ, આ રીતે યુઝ કરો નવું ફીચર
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
Appleની iPhone 16 સિરીઝ લોન્ચ થયાને હજી તો ખાસ લાંબો સમય વીત્યો નથી ત્યાં જ માર્કેટમાં iPhone 17ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. iPhone 17 કેવો હશે, તેમાં શું મળશે શું નહીં, કઈ કઈ અપડેટ્સ આવશે, તે દરેક અંગે રોજેરોજ નવી વાતો સાંભળવા મળે છે. તાજેતરમાં જ સામે આવેલા એક ન્યૂઝ રિપોર્ટમાં તો દાવો કરવામાં આવ્યો છે કે iPhone 17 પ્રો અને iPhone 17 પ્રો મેક્સ એલ્યુમિનિયમ અને ગ્લાસ બેનેથી બનેલી એક ડિઝાઈન ધરાવતી રિયર પેનલથી સજ્જ હશે.

તો અન્ય કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે iPhone 17 એક નેક્સ્ટ જનરેશન ફોન હશે. આ રિપોર્ટ્સમાં iPhone 17 મોડેલ અંગે બીજી પણ ઘણી ડિટેઈલ્સનો ખુલાસો કરવામાં આવ્યો છે. દાવો છે કે સપ્ટેમ્બર 2025માં iPhone 17 સિરીઝ લોન્ચ થશે. ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે 2025માં લોન્ચ થનારા નવા iPhone 17માં ઘણા બધા ફેરફાર જોવા મળી શકે છે. પણ આ ફેરફાર કયા હશે? ચાલો, જાણીએ કે iPhone 17માં શું શું બદલાઈ શકે છે.
iPhone 17 મોડેલમાં જોવા મળી શકે છે આ 5 મોટા ફેરફાર
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે iPhone 17 મોડેલમાં આગામી વર્ષે ઘણા બધા પરિવર્તન આવવાના છે આગળ જણાવ્યું તે પ્રમાણે iPhone 17 મોડેલની એલ્યુમિનિયમ ફ્રેમ હોવાની પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે iPhone 15 પ્રો અને iPhone 16 પ્રોમાં ટાઈટેનિયમની ફ્રેમ આપવામાં આવી હતી. જો iPhone 17માં એલ્યુમિનિયમની ફ્રેમ આપવામાં આ, તો આ અત્યાર સુધીનું એપલનું સૌથી મોટું પરિવર્તન હશે.
તો કેટલાક લીક્સના કહેવા પ્રમાણે iPhone 17 પ્રો અને iPhone 17 પ્રો મેક્સમાં એપલ કંપનીની નેક્સ્ટ જેન A18 Pro ચિપ આપે તેવી શક્યતા છે, જેને TSMCની નવી થર્ડ જનરેશન 3nm પ્રોસેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ મોડેલમાં કેમેરાને લઈને પણ ઘણી બધી ચર્ચા થઈ રહી છે, જેમાં કહેવામાં આવ્યા પ્રમાણે iPhone 17 મોડેલમાં કેમેરા અપગ્રેડ થઈ શકે છે. કંપની iPhone 17માં 24 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરા અને iPhone 17 પ્રોમાં અપગ્રેડેડ 48 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા આપી શકે છે.
આ બધી જ ચર્ચાઓને જો સાચી માનીએ તો iPhone 17 પ્રો મેક્સમાં તો કંપની એક નાનું ડાયનેમિક આઈલેન્ડ પણ આપી શકે છે. iPhone 17 પ્રો મેક્સમાં બ્રોડકોમને બદલે કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી વાઈફાઈ 7 ચિપ હોવાની પણ શક્યતા છે.
જો કે, iPhone 17 લોન્ચ થવાને આડે હજી તો લગભગ આખું વર્ષ બાકી છે. ત્યારે જોવાનું એ રહેશે કે અત્યારથી ચાલી રહેલી ચર્ચાઓ, અફવાઓ કેટલી સાચી પડે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications