18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી

By Gizbot Bureau
|

Get 3 Month Internet Free: ઈન્ટરનેટ આપણા બધાની જરૂરિયાત બની ચૂક્યૂ છે. અભ્યાસ કરવો હોય કે ઓફિસનું કામ કે પછી ફિલ્મ જોવી હોય, ઈન્ટરનેટ બધી જ જગ્યાએ કામ લાગે છે. બ્રોડબેન્ડ કનેક્શન હવે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે.

એટલે જ માર્કેટમાં હાલ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. એટલે લગભગ દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને લલચાવવા માટે જુદી જુદી ઓફર્સ લાવી રહી છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે ત્રણ મહિના સુધી જબરજસ્ત સ્પીડે ઈન્ટરનેટ ફ્રી મળી રહ્યું છે, તો તમે કદાચ વિશ્વાસ નહીં કરો. પરંતુ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની Excitel આવી તક લઈને આવી છે.

18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના

એક્સિટેલ લાવી એક સુપર ડીલ

Excitel પોતાના યુઝર્સને એક જબરજસ્ત ઓફર આપી રહી છે. Excitel સુપર ડિલ અંતર્ગત કંપની પોતાના નવા યુઝર્સને 3 મહિના માટે ફ્રી ઈન્ટરનેટ આપી રહી છે. સાથે જ યુઝર્સને આ પ્લાનમાં 18 ઓટીટી અને 150 ટીવી ચેનલ્સ ફ્રી મળી રહી છે. આખરે Excitel સુપર ડિલ છે શું, ચાલો તમને ડિટેઈલમાં જણાવીએ.

Excitelની સુપર ડીલમાં મળતા ફાયદા

Excitelની આ ઓફર અંતર્ગત જો ગ્રાહકો 475 રૂપિયાનો પ્લાન સિલેક્ટ કરે છે અને 4 મહિનાની સર્વિસ લે છે, તો તેમને બીજા 3 મહિના સુધી એકદમ ફ્રી સર્વિસ મળશે. એટલે કે તમે 4 મહિનાના પૈસા આપીને 9 મહિનાની સર્વિસમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ ફ્રીમાં મેળવી શક્શો. આ સ્કીમ દરમિયાન Excitel તમને 300 Mbps સુધીની સ્પીડ સાથે હાઈ સ્પીડ ઈન્ટરનેટ યુઝ કરવા દે છે.

આટલા ઓટીટી પ્લેટફોર્મ મળશે ફ્રી

જો કે, આ ઓફરમાં ખાસ વાત છે. આ સ્પેશિયલ ઓફર અંતર્ગત Amazon Prime, Disney + Hotstar, Sony Liv, Alt Balai સહિત 18 ઓટીટી પ્લેટફોર્મ પણ ફ્રીમાં યુઝ કરી શકાય છે. એટલે કે તમને ગમતા શોઝ, ફિલ્મો, વેબ સિરીઝ તમે ઘરે બેઠા સાવ ફ્રીમાં જોઈ શકો છો. સાથે જ આ પ્લાનમાં યુઝર્સ માટે ઈન્સ્ટોલેશન પણ એકદમ ફ્રી રહેશે.

એટલે જો તમે ઘરે ઈન્ટરનેટ પ્રોવાઈડર બદલવાનું આયોજન કરી રહ્યા છો કે પછી નવું બ્રોડબેન્ડ કનેક્શન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે એક્સિટેલની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. ખાસ કરીને ફ્રી ઈન્ટરનેટની સાથે તમને ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ પણ સાવ ફ્રી મળી રહ્યા છે.

Best Mobiles in India

English summary
Excitel Super Deal free internet for 3 months 1 with 18 ott platforms

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X