સેમસંગ ગિયર S3 પ્રથમ ઇમ્પ્રેશન: અપીલિંગ ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે

સેમસંગ ની નવી સ્માર્ટવોચ ગિયર S3 મા વધુ મોટી ડિસ્પ્લે,વધુ સારી બેટરી અને વધુ સેન્સર આપવા માં આવ્યા છે.

By Keval Vachharajani
|

સેમસંગ ગેલેક્ષી ગિયર 3 સ્માર્ટ વોચિસ હવે ભારતીય બજાર માં ઓફિશ્યિલ થઇ ચુકી છે. અને હવે સેમસંગે તેમાં જ બીજા 2 વેરિયંટ લોન્ચ કર્યા છે, જેનું નામ છે, ગિયર S3 ક્લાસિક અને ગિયર S3 ફ્રન્ટીયર અને બંને ની કિંમત 28,500 રાખવા માં આવી છે. આ બંને ની ડિઝાઇન સેમસંગ ની પાછલી સ્માર્ટ વોચ S2 જેવી જ ગોળાકાર વાળી રાખવા માં આવી છે, અને વર્ષ 2017 માં આ સેમસંગ ની સૌથી પહેલી પ્રોડક્ટ લોન્ચ થઇ છે.

સેમસંગ ગિયર S3 પ્રથમ ઇમ્પ્રેશન: અપીલિંગ ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે

ગિયર S3 18,જાન્યુઆરી, 2017 થી વેચાણ માટે સેમસંગ ની સેલ્સ ચેનલ માં મુકવા માં આવશે. ગિયર S3 માં નવી આકર્ષક ડિઝાઇન, વધુ સારી બેટરી લાઈફ, અને બજાર માં એપલ વોચ અને મોટો 360 સિરીઝ ને પછાડવા માટે બીજા પણ ઘણા બધા ફીચર્સ ઉમેરવા માં આવ્યા છે.

ચાઈનીઝ ક્લાસ રૂમ મા શાઓમી નો Mi 4 ફાટ્યો

આ વોચ ના લોન્ચ ઇવેન્ટ વખતે અમને આ વોચ ને ટેસ્ટ કરવા ની તક મળી હતી તો આવો જાણીએ કે સેમસંગ ગિયર S3 ક્લાસિક અને ગિયર S3 ફ્રન્ટીયર ની પ્રથમ ઇમ્પ્રેશન.

ડિઝાઇન અને ડિસ્પ્લે

ડિઝાઇન અને ડિસ્પ્લે

સેમસંગ ગિયર S3 ફ્રન્ટીયર એક રફ આઉટડોર લુક જગાડે છે, જેની સાથે એક મોટો વોચ ફેસ છે જેને તમે અમુક બ્રાઇટ કલર સ્ટ્રીપ્સ સાથે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. જયારે બીજી તરફ જે ક્લાસિક વેરિયંટ છે તે એક મિનિમલિસ્ટિક ડિઝાઇન સાથે એલિગન્ટ લુક આપે છે

આ ઘડિયાળ માં જમણી બાજુ પર 2 ફિઝિકલ બટન આપવા માં આવ્યા છે, અને તેની સાથે સાથે રોટેટિંગ બેઝલ પણ આપવા માં આવ્યું છે, કે જે આપડે પહેલા ગિયર S2 માં જોઈ ચુક્યા છીએ. રોટેટિંગ બેઝલ દ્વારા તમે એલાર્મ ને એક્સેપટ, રિજેક્ટ, અથવા તો સ્નુઝ પર મૂકી શકો છો અને તેના માટે તમારે ડિસ્પ્લે ને ટચ કરવા ની પણ જરૂરત નહિ પડે. તમે તેનો ઉપીયોગ સેટિંગ્સ નો ઉપીયોગ કરવા અથવા તો બીજા ઘણા બધા કામ માટે કરી શકો છો.

બંને ઘડિયાળ માં 1.3ઇંચ ની સરકયુલર સુપર AMOLED ડિસ્પ્લે આપવા માં આવી છે (360 x360 પિક્સલ નું રિઝોલ્યૂશન) 278ppi નું ઑફેંરિંગ પિક્સલ કાઉન્ટ છે. ડિસ્પ્લે એક્દુમ બ્રાઇટ રાખવા માં આવી છે જેની અંદર ઘણા બધા જુદા જુદા કલર નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને બંને સ્માર્ટ વોચિસ પર ટચ રિસ્પોન્સ ખુબ જ સારો છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરીલા ગ્લાસ SR+ આપવા માં આવ્યું છે અને બંને સ્માર્ટવોચ IP68 સર્ટિફાઈડ છે જે આ વોચિસ ને વોટર અને ડસ્ટ અવરોધક બનાવે છે.

હાર્ડવેર અને સોફ્ટવેર

હાર્ડવેર અને સોફ્ટવેર

બંને સ્માર્ટવોચ પર 1.0GHz ડ્યુઅલ કોર CPU 768MB રેમ ની સાથે આપવા માં આવ્યું છે. અને તેમાં 4GB ની ઇન્ટરનલ મેમરી આપવા માં આવી છે. સેમસંગ ગિયર S3 ટીઝન બેઝડ વેરીએબલ પ્લેટફોર્મ 2.3.2 પર ચાલે છે. જેના દ્વારા તમે વોચ ફેસ ને કસ્ટમાઇઝ કરી શકો છો, જેમાં તમે સમાચાર વાંચી શકો છો, અમુક એપ્સ નો ઉપીયોગ પણ કરી શકો છો જેમ કે ફિટનેસ, મ્યુઝિક, ન્યૂઝ, સ્પોર્ટ્સ, અને ટ્રાવેલ કેટેગરી.

અને હવે તમે સીધા તમારી વોચ પર જ એપ્સ ને ઇન્સ્ટોલ કરી શકશો, અને ફેસિસ ને પણ સીધા ગિયર S3 પર જોઈ શકશો, જેથી હવે તમારે પહેલા કોઈ પણ એપ ને પહેલા સ્માર્ટફોન માં ઇન્સ્ટોલ કરવા ની જરૂર નહિ પડે.

અને જો અંદર ના OS ની વાત કરીયે તો તે એક્દુમ સ્મૂથ અને રિચ અનુભવ આપે છે, પરંતુ એન્ડ્રોઇડ વેર અને એપલ વોચ સિરીઝ ને ટક્કર આપવા માટે સેમસંગે વધુ એપ મુકવી પડશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સેન્સર અને બીજા ફીચર્સ

સેન્સર અને બીજા ફીચર્સ

જો સેન્સર ની વાત કરીયે તો, સેમસંગ ગિયર S3 પર નવું અલ્ટીમીટર અને સ્પીડોમીટર આપવા માં આવ્યું છે, જેને એકસેલરમીટર, બેરોમીટર, હાર્ટ રેટ મોનિટર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર સાથે જોડવા માં આવ્યા છે.

અલ્ટી/બેરોમીટર દ્વારા યુઝર્સ અલ્ટીટ્યૂડ ને ટ્રેક કરી શકે છે, અને વાતાવરણીય દબાણ અને હવામાન મા અચાનક થયેલા ફેરફારો વિષે પણ જાણી શકે છે. સ્પીડોમીટર દ્વારા તમે તમારા પ્રવાસ નું કેટલું અંતર કાપ્યું તે અને તમારી સ્પીડ બંને બતાવે છે. અને આ સ્માર્ટવોચિસ મા પહેલે થી જ સ્પીકર આપવા માં આવ્યા છે. જેના દ્વારા તમે ઘડિયાળ પર જ કોલ્સ મેળવી શકો છો, વોઇસ મેસેજિંગ ને એકટીવેટ કરી શકો છો, અને મ્યુઝિક પણ સાંભળી શકો છો.

બેટરી

બેટરી

વધુ સેન્સર્સ અને ડિસ્પ્લે ની સાથે સાથે, નવી ગિયર સ્માર્ટવોચિસ માં વધારે મોટી 380mAh ની બેટરી આપવા માં આવી છે અને એવું કહેવા માં આવ્યું છે કે તે 1 વખત ચાર્જ કર્યા બાદ 3 થી 4 દિવસ ચાલી શકશે. અમે જયારે આ વોચ નો ડિટેઇલ માં ટેસ્ટ કરશું ત્યારે તેના વિષે સાચી ખબર પડશે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

જ્યાં સુધી કનેક્ટિવિટી નો સવાલ છે, ગિયર S3 ફ્રન્ટીયર ક્લાસિક કરતા થોડો વધુ આગળ નીકળી જાય છે, કેમ કે તેમાં બ્લૂટૂથ 4.2, Wi-Fi, NFC, MST, GPS, આ બધા ની સાથે સાથે 3G/LTE પણ આપવા માં આવે છે કે જે ક્લાસિક વેરિયંટ માં નથી આપવા માં આવતું.

ચુકાદો

ચુકાદો

સેમસંગ ની લેટેસ્ટ ગિયર S સ્માર્ટવોચ સિરીઝ પર ios કંપેટેબીલીટી સાથે આપવા માં આવે છે અને તેની રગ્ડ ડિઝાઇન (ડસ્ટ અને વોટર પ્રતિકારકતા) અને ઘણા બધા સેન્સર આને એક સારી પ્રોડક્ટ બનાવે છે. અને અપીલિંગ ડિઝાઇન તેને વધુ આકર્ષક બનાવે છે, પરંતુ બેટરી બેકઅપ અને ટીઝન ઈકોસિસ્ટમ એ બજાર ને જીતવા માટે હજી એક સવાલ જ છે.

અમે તેનો જવાબ શોધવા નો પૂરો પ્રયત્ન અમારા વિગતવાર રિવ્યૂ ની અંદર કરીશું.

Best Mobiles in India

English summary
Samsung has launched the company's latest smartwatches- Gear S3 Classic and Gear S3 Frontier in the Indian market. Here are our first impressions of the newly launched Gear smart wearables

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X