યુટ્યુબમાં 1000 સબસ્ક્રિબર હશે તો મોબાઈલ લાઈવ સ્ટ્રીમ ફીચર ઍક્સેસ

By: anuj prajapati

થોડા મહિના પહેલા યુટ્યુબ ઘ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં યુઝર તેમાં સ્માર્ટફોન ઘ્વારા તેમની ચેનલ માટે સીધું લાઈવ સ્ટ્રીમ ફીચર ઉપયોગ કરી શકે છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ એવી જ ચેનલ કરી શકે જેમના 10,000 કરતા વધારે સબસ્ક્રિબર હોય.

યુટ્યુબમાં 1000 સબસ્ક્રિબર હશે તો મોબાઈલ લાઈવ સ્ટ્રીમ ફીચર ઍક્સેસ

જેનો સીધો મતલબ છે કે યુટ્યુબ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું આ ફીચર મોટી ચેનલ માટે જ ઉપયોગી છે. જયારે રેગ્યુલર અને નાની ચેનલ તેનો કોઈ જ ઉપયોગ કરી શકતી નથી. પરંતુ હવે યુટ્યુબ ઘ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને સારી સુવિધા આપવામાં આવી છે.

હવે લાઈવ સ્ટ્રીમ ફીચરનો ઉપયોગ એવી પણ ચેનલ કરી શકશે, જેમના 1000 કરતા વધારે સબસ્ક્રિબર હશે. જેના કારણે હવે વધારે ચેનલ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

ઘણા યુઝર એવી પણ આશા રાખી રહ્યા છે કે યુટ્યુબ ભવિષ્યમાં આ ફીચર નોર્મલ યુઝર માટે પણ લાઈવ કરી શકે છે.

સિમ્પલ રીતે મોટો જી4 અને જી4 પ્લસ બ્લૂટૂથ અને વાઇફાઇ સમસ્યા સોલ્વ કરવી

રસપ્રદ વાત છે કે આ ફેરફાર થોડા દિવસ પહેલા જ કરવામાં આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો તેને એપ્રિલ ફૂલ પ્રેન્ક સમજી બેઠા હતા. પરંતુ હવે યુટ્યુબ ઘ્વારા પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે લાઈવ સ્ટ્રીમ ફીચર 1000 કરતા વધારે સબસ્ક્રિબર ધરાવતી ચેનલ ઉપયોગ કરી શકશે.

જો આપણે યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ ફીચરને ફેસબૂક લાઈવ સ્ટ્રીમ ફીચર સાથે સરખામણી કરીએ તો હજુ યુટ્યુબને ફેસબૂક જેટલું સારું બનાવવા માટે ઘણું કામ કરવાનું બાકી છે.

આ મોટોરોલા સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યા છે

થોડા દિવસો પહેલા એપ્રિલ મહિનામાં યુટ્યુબ એક નવી એડ સ્ટેટેજી લઈને આવ્યું હતું. જેમાં જે ચેનલ પાસે 10,000 વ્યુ નહીં હોય તેમના વીડિયો પર એડ નહીં ચાલે.

યુટ્યુબ ઘ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું કારણકે ઘણી એડ આપતી કંપની ઘ્વારા યુટ્યુબ એડ બાયકોટ કરવામાં આવી રહી હતી. કારણકે તેમની એડ ઘણા હેટફુલ વીડિયો પર પણ ચાલી રહી હતી.

English summary
The mobile-livestream feature of YouTube is now available to people who have more than 1000 subscribers on their channels.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot