સિમ્પલ રીતે મોટો જી4 અને જી4 પ્લસ બ્લૂટૂથ અને વાઇફાઇ સમસ્યા સોલ્વ કરવી

Posted By: anuj prajapati

ગયા મહિને મોટો જી4 અને જી4 પ્લસ સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ માટે કેટલીક સમસ્યા થઇ હતી. ઘણા યુઝર તેમના એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ દરમિયાન આ સમસ્યા અનુભવી રહ્યા હતા.

સિમ્પલ રીતે મોટો જી4 અને જી4 પ્લસ બ્લૂટૂથ અને વાઇફાઇ સમસ્યા સોલ્વ કરવી

આ સમસ્યામાં એપ ક્રેશ, એપ લોડ સમય વધી જવો, જલ્દી બેટરી ખાલી થઇ જવી, ગૂગલ પ્લે સર્વિસ સમસ્યા અને કેનેક્ટિવિટી પ્રોબ્લેમ આવી રહ્યો હતો.

આ બધી જ સમસ્યામાં બ્લૂટૂથ અને વાઇફાઇ કનેક્ટિવિટી સમસ્યા ખુબ જ કોમન સમસ્યા હતી જ્યારે હેન્ડસેટ એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યો હોય.

એપલ કલીપ આઇઓએસ એપમાં ફ્રી, જાણો કઈ રીતે કામ કરે છે

વાઇફાઇ કનેક્શનમાં જયારે એન્ડ્રોઇડ હેન્ડસેટ નેટવર્કથી ડિસ્કનેક્ટ થઇ જાય તેવા સમયમાં તમારે ઓનલાઇન થવા માટે મેન્યુઅલી કનેક્ટ કરવું પડતું હતું. મોટોરોલા જી4 અને જી4 પ્લસ સ્માર્ટફોનમાં આ કનેક્શન સમસ્યા કોમન હતી. જેને નીચે મુજબ આપેલા સિમ્પલ સ્ટેપ અનુસાર ફિક્સ કરી શકાય છે.

સિમ્પલ રીતે મોટો જી4 અને જી4 પ્લસ બ્લૂટૂથ અને વાઇફાઇ સમસ્યા સોલ્વ કરવી


વાઇફાઇ કનેક્ટિવિટી ફિક્સ

તેના માટે પહેલું સ્ટેપ છે કે તમારા રાઉટરમાં સમસ્યા છે કે પછી તમારા હેન્ડસેટમાં તે ચકાસો. હવે જો તમે તમારું લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન અને બીજી કોઈ પણ ડિવાઈઝ જે એન્ડ્રોઇડ માર્શમેલો પર કામ કરતી હોય અને બીજા કોઈ પણ એન્ડ્રોઇડ વર્ઝન કે રાઉટર સાથે કનેક્ટ થઇ શકતી હોય, તેવામાં તમારો એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતો સ્માર્ટફોન ખામી રાખી શકે છે.

પહેલું સ્ટેપ છે કે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાઇફાઇ સ્વીચ ઓફ કરો અને થોડા સમય પછી તેને સ્વીચ ઓન કરો.

2. જો ઉપર જણાવેલા સ્ટેપથી સમસ્યા સ્લોવ ના થાય ત્યારે એસએસઆઈડી પર લાબું ટેપ કરો. વાઇફાઇ સેટિંગમાં જઈને ફોર્ગેટ નેટવર્ક અને તેને લિસ્ટમાંથી ડીલીટ કરો. ત્યારપછી તમારા વાઇફાઇ નેટવર્કમાં લોગ ઈન કરો અને ફરી ઍક્સેસ કરવાની કોશિશ કરો.

3. હવે જો કોઈ પણ સ્ટેપ ઉપર જણાવ્યા મુજબ કામ ના કરે તેવા સમયમાં તમારા નેટવર્ક ડિવાઈઝ સ્વીચ ઓફ કરો અને થોડા સમય પછી તેને ફરીથી સ્વીચ ઓન કરો.

4. હવે જો કોઈ પણ સ્ટેપ કામ ના કરે તેવા સમયમાં તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં નેટવર્ક સેટિંગ

રીસેટ કરો. તેના માટે સેટિંગમાં જાઓ ત્યાં બેકઅપ અને રીસેટ ઓપશનમાં નેટવર્ક સેટિંગ રીસેટ પસંદ કરો. હવે ફરીથી નેટવર્ક સાથે કનેક્ટ કરવાની કોશિશ કરો.

સિમ્પલ રીતે મોટો જી4 અને જી4 પ્લસ બ્લૂટૂથ અને વાઇફાઇ સમસ્યા સોલ્વ કરવી

બ્લ્યુટૂથ કનેક્ટિવિટી ફિક્સ

બ્લ્યુટૂથ કનેક્ટિવિટી ફિક્સ કરવા માટે પહેલું સ્ટેપ છે કે તમે તમારો સ્માર્ટફોન ડિવાઈઝ સાથે અનપેર કરી ફરીથી પેર કરવાની કોશિશ કરો. જો તમે તમારી ડિવાઈઝ કાર સાથે પેર કરી હોય તો તેને ક્લિયર કરો. એટલું જ નહીં પરંતુ મોટાભાગે સ્વીચ ઓફ અને સ્વીચ ઓન પણ કામ કરે છે.

English summary
Are you facing some issues with your Moto G4 and Moto G4 Plus running Android 7.0 Nougat Try these steps to solve Bluetooth and Wi-Fi connectivity issues with your Moto G4 and Moto G4 Plus running Android 7.0 Nougat These steps will help you resolve common connectivity issues with your Moto G4 and Moto G4 Plus

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot