વોટ્સએપ સ્કેમ એલર્ટ: એરટેલ અને BSNL અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલ નથી આપી રહ્યા

વોટ્સએપ પર આવેલી એવી લિંક પર ક્લિક ના કરો જેના પર લખ્યું હોઈ કે એરટેલ અને BSNL ફ્રી અનલિમિટેડ 4G અને કોલ્સ આપી રહ્યા છે.

By Keval Vachharajani
|

વૉટાઇપ એ હેકર્સ અને સ્કેમર્સ ની હિટ કરવા માટે ની સૌથી મનપસંદ જગ્યા છે, ડીમૉનિટરાઇઝેશન બાદ વોટ્સએપ માં એવા ઘણા બધા મેસેજીસ ફરતા થયા હતા કે ફ્રી 500 નું રિચાર્જ, અને તેવા બીજા ઘણા બધા એવા મેસેજીસ ફરતા થયા હતા કે જે ફ્રી સર્વિસીસ આપવા નો દાવો કરી રહ્યા હતા, અને યુઝર્સ ને આપેલી લિંક ને ઓપન કરવા નું કહી રહ્યા હતા, પરંતુ ધ્યાન રાખ જો તે પ્રકાર ની લિંક ને ઓપન કરવી ખુબ જ જોખમી છે.

એરટેલ અને BSNL અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલ નથી આપી રહ્યા


વોટ્સએપ
કાલ તેના નવા નવા બહાર આવતા ફીચર્સ ને લીધે નહિ પરંતુ તેમાં ફરતા ખોટા મેસેજીસ ને લીધે વધુ ચર્ચા માં છે, જેનો ભરોસો યુઝર્સે ક્યારેય પણ ના કરવો જોઈએ. વોટ્સએપ યુઝર્સ ને હમણાં ઘણા બધા એવા મેસેજીસ ફરતા થયા છે કે જેમાં જુદી જુદી ટેલિકોમ કંપની ના નામે માત્ર એક જ કિલ્ક દ્વારા જુદી જુદી ફ્રી અનલિમિટેડ ની ઑફર્સ આપવા માં આવે છે એવા ખોટા મેસેજીસ આવતા હોઈ છે.

હવે ઇન્સ્ટાગ્રામ ફોટોઝ ને સેવ કરો સ્ક્રીનશોટ લીધા વગર

આપડે એ વાત પણ ના ભૂલવી જોઈએ કે છેલ્લા થોડા સમય થી વોટ્સએપ પર ઘણા બધા સ્કેમ થઇ રહ્યા છે અને આ મુજબ ના મેસેજીસ પણ તેમાના એક જ છે. અને હેકર્સ આ વખતે 2 ખુબ જ મોટી ટીલિકોમ કંપની એરટેલ અને BSNL ના નામે એવા મેસેજીસ મોકલી રહ્યા છે કે જેમાં જણાવ્યું હોઈ છે કે નીચે આપેલી લિંક ને ઓપન કરો અને તમે મેળવી શકો છો ફ્રી અનલિમિટેડ 4g ડેટા અને ફ્રી અનલિમિટેડ વોઇસ કોલ્સ. તે લિંક ને ભૂલ થી પણ ઓપન કરવી નહિ કેમ કે તે એક સ્કેમ છે અને તેમાં હેકર્સે પોતાનું જાલ બિછાવેલું હોઈ શકે છે.

એરટેલ અને BSNL અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલ નથી આપી રહ્યા

BSNL ના અફવા વાળા મેસેજ માં એવું લખેલું હોઈ છે કે "BSNL તમને ફ્રી અનલિમિટેડ 4G ડેટા અને વોઇસ કોલ્સ તમને એક વર્ષ માટે આપે છે અને આ ઓફર માત્ર 31, ડિસેમ્બર 2016 સુધી જ વેલીડ છે." અને ત્યાર બાદ તેમાં લખેલું હોઈ છે કે આ ઓફર નો લાભ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

વોડાફોન બધા જ 4જી રિચાર્જ પર ડબલ ડેટા ફાયદો આપી રહ્યું છે.

કંઈક આવા પ્રકાર નો જ મેસેજ ભારતી એરટેલ ના નામે પણ ફરી રહ્યો છે તેમાં લખ્યું છે કે, "લૂટ ઓફર ફોર ઓલ એરટેલ યુઝર્સ :- જીઓ ના લીધે એરટેલ નું માર્કેટ અત્યારે ડાઉન થઇ ગયું છે તેથી એરટેલ તમારી સમક્ષ લાવ્યું છે, અનલિમિટેડ 4G, 3G ડેટા ફ્રી એ પણ 3 મહિના માટે"

એરટેલ અને BSNL અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલ નથી આપી રહ્યા

અત્યારે જે ટેલિકોમ વોર ચાલી રહી છે કે જેમાં દરેક કંપની જીઓ ને પછાડી નાખવા માંગે છે, આ પરિસ્થિતિ નો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યા છે ખોટા અનલિમિટેડ ડેટા અને કોલ્સ ના દાવા કરી ને જેથી કરી અને યુઝર્સ આપેલી લિંક પર ક્લિક કરે. આ પ્રકાર ના મેસેજીસ ને ટાળવા એ જ સમજદારી રહેશે.

આ બધી અમુક સ્કેમર્સ ની યુઝર્સ ને પોતાના શિકંજા માં લેવા ની નવી ચાલ છે, અને આવી લિંક પર ક્લિક કરવા થી તેમને વધારા નો ફાયદો થઇ શકે છે, અને તે તમારી અંગત માહિતી મેળવી શકે છે અથવા તો તમારા ફોન પર થતી બધી જ ગતિવિધિઓ ને રેકોર્ડ પણ કરી શકે છે.

તો આવા મેસેજીસ સ્કેમ્સ થી બચવા માટે યુઝર્સે આ પ્રકાર ના મેસેજીસ ને ફોરવર્ડ કરતા પેહલા કે તે લિંક ને ઓપન કરતા પેહલા જે તે કંપની ની ઓફીસીઅલ વેબસાઈટ પર જઈ અને તાપસ કરી લેવી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
BSNL and Airtel start offering unlimited and free 4G data and voice calls to combat Reliance Jio is a scam WhatsApp message.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X