વોડાફોન બધા જ 4જી રિચાર્જ પર ડબલ ડેટા ફાયદો આપી રહ્યું છે.

Posted By: anuj prajapati

રિલાયન્સ જિયો ઘ્વારા શરૂ કરવામાં આવેલી ઈન્ટરનેટ ડેટા લડાઈ પુરી થવાનું નામ નથી લઇ રહી. જ્યાં રિલાયન્સ જિયો વેલકમ ઓફર પુરી થવા જઈ રહી છે ત્યાં જ બીજી ટેલિકોમ કંપનીઓ સતર્ક થઇ ચુકી છે. બધી જ કંપનીઓ સસ્તા ડેટા અને કોલની ઓફરો લઈને આવી રહી છે.

વોડાફોન બધા જ 4જી રિચાર્જ પર ડબલ ડેટા ફાયદો આપી રહ્યું છે.

આ હરીફાઈમાં યુઝરને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોન પણ ધમાકેદાર ઓફર લઈને આવી ચૂક્યું છે, જે યુઝર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઓફર મુજબ વોડાફોન પોતાના ડેટા પેક પર ડબલ ડેટા ઓફર કરી રહી છે. એટલે કે તમે 1 જીબી ડેટા પેક લેશો તો તમને 2 જીબી ડેટા મળશે.

હવે ઇન્સ્ટાગ્રામ ફોટોઝ ને સેવ કરો સ્ક્રીનશોટ લીધા વગર

વોડાફોન ઘ્વારા આ ઓફર તેમના યુઝરનું ધ્યાન આકર્ષિત કરવા માટે છે. આ ઓફર 4જી યુઝર માટે જ છે. તો જાણો આ ઓફર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...

ડબલ ડેટા નો ફાયદો

ડબલ ડેટા નો ફાયદો

જેમ આ ઓફરને ડબલ ડેટા નામ આપવામાં આવ્યું છે, તે મુજબ આ ઓફર યુઝરને ડબલ ડેટાનો ફાયદો આપે છે. જેમાં યુઝરને 1 જીબી રિચાર્જ કરવા પર તે જ કિંમતમાં 2 જીબી ડેટા મળશે અને 10 જીબી રિચાર્જ પર 20 જીબી મળશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

255 કરતા વધારે રૂપિયાનું રિચાર્જ

255 કરતા વધારે રૂપિયાનું રિચાર્જ

આ ઓફરનો લાભ લેવા માટે યુઝરે 255 રૂપિયા કરતા વધારેનું રિચાર્જ કરવું પડશે. વોડાફોન 4જી પેકની શરૂઆત 255 રૂપિયાથી જ થાય છે.

28 દિવસની વેલિડિટી

28 દિવસની વેલિડિટી

ડેટા ચોક્કસ તમને ડબલ કરી આપવામાં આવ્યા છે. પરંતુ તેની વેલિડિટી વધારવામાં આવી નથી. તમારે તે ડેટા તેટલા જ સમયમાં પુરા કરવા પડશે. એટલે કે 28 દિવસની જે વેલિડિટી છે તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Vodafone India, today announced a new scheme where users will get double data with the same amount of recharge. Read on...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot