હવે ઇન્સ્ટાગ્રામ ફોટોઝ ને સેવ કરો સ્ક્રીનશોટ લીધા વગર

By: Keval Vachharajani

ઇન્સ્ટાગ્રામે પોતાના લેટેસ્ટ અપડેટ દ્વારા એક નવું ફીચર જોડ્યું છે જેના દ્વારા જયારે કોઈ ને ડાઇરેક્ટ મોકલેલા મેસેજ નો સ્ક્રીન શોટ લે તો તે યુઝર ને ખબર પડી જાય છે, કે જે થોડું હેરાન કરી શકે છે.

હવે ઇન્સ્ટાગ્રામ ફોટોઝ ને સેવ કરો સ્ક્રીનશોટ લીધા વગર

હવે તમે ઈન્ટરનેટ વિના પણ પેટીએમ નો ઉપયોગ કરી શકો છો

એવું કેહવા માં આવે છે કે આખી દુનિયા માં ઘણા બધા લકો આ ફીચર થી છુટકારો મેળવવા માંગે છે. આજે ગીઝબોટ તમારી સમક્ષ એક નવી ટ્રીક લાવ્યું છે જેના દ્વારા તમે તમારા મિત્ર દ્વારા મોકલેલા ફોટા ને હાઈ રિઝોલ્યૂશન માં સેવ કરી શકશો.

સ્ટેપ-1 ઇન્સ્ટાગ્રામ ને ડેસ્કટોપ પર ઓપન કરો

સ્ટેપ-1 ઇન્સ્ટાગ્રામ ને ડેસ્કટોપ પર ઓપન કરો

આ ટ્રીક ને કામ કરવા માટે તમારે તમારા ડેસ્કટોપ બ્રાઉઝર પર ઇન્સ્ટાગ્રામ ને ઓપન કરવું પડશે, ગુગલ ક્રોમ માંથી ખોલવું વધુ હિતાવહ છે, અને ત્યાર બાદ તેમાં તમારી ઓળખાણ આપી અને લોગ ઈન થાવ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સ્ટેપ-2 પોસ્ટ પર ક્લિક કરો

સ્ટેપ-2 પોસ્ટ પર ક્લિક કરો

હવે તમારે તે પોસ્ટ પર ક્લિક કરવા નું રહેશે, કે જેને તમે સેવ અથવા તો ડાઉનલોડ કરવા માંગો છો. અને ત્યાર બાદ રાઈટ ક્લિક કરી અને "વ્યૂ સોર્સ" પેજ પર જાવ.

સ્ટેપ-3 વ્યૂ સ્ક્રીન સોર્સ મા 162 લાઈન ને શોધો

સ્ટેપ-3 વ્યૂ સ્ક્રીન સોર્સ મા 162 લાઈન ને શોધો

ત્યાર બાદ ત્યાં તમારી સમક્ષ ઘણા બધા કોડ આવશે, જરાય ગભરાયા વગર 162nd લાઈન પર જઈ અને ત્યાર બાદ ઉપર બતાવેલા ફોટો ની જેમ તે URL ના કોડ ને કોપી કરો.

સ્ટેપ-4 કોપી કરેલા URL પર જાવ

સ્ટેપ-4 કોપી કરેલા URL પર જાવ

હવે તમારે તે કોપી કરેલા URL ને એક નવી વિન્ડો માં ઓપન કરવા ની રહેશે, ત્યાર બાદ જેવી તે ઈમેજ ઓપન થશે એટલે તમે તેને હાઈ રિઝોલ્યૂશન માં જોઈ શકશો. ત્યાર બાદ તે ફોટા ને સામાન્ય રીતે રાઈટ ક્લિક કરી અને સેવ એસ પર ક્લિક કરી અને સેવ કરી લ્યો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Recently, Instagram added a feature which notifies users when other take a screenshot of their picture. Here’s how you can download that image easily.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot