વોટ્સએપ નું નવું બેટા વર્ઝન જેની અંદર સ્ટેટ્સ રીપ્લાય અને મ્યૂટ ફીચર લાવવા માં આવ્યું છે

Posted By: Keval Vachharajani

વોટ્સએપ પોતાના સ્ટેટ્સ ફીચર પર ઘણા બધા બદલાવ કરી રહ્યું હોઈ તેમ લાગે છે, આની પહેલા અમે તમને જણાવ્યું હતું કે વોટ્સએપ કદાચ એક એવું ફીચર લઇ આવી શકે છે જેની અંદર જયારે પણ તમારા કોઈ મિત્ર પોતાનું સ્ટેટ્સ બદલે ત્યારે વોટ્સએપ તમને નોટિફિકેશન દ્વારા જાણ કરી શકે છે.

વોટ્સએપ નું નવું બેટા વર્ઝન જેની અંદર સ્ટેટ્સ રીપ્લાય અને મ્યૂટ ફીચર

અને હવે WABetaInfo દ્વારા કરવા માં આવેલ લેટેસ્ટ લીક અનુસાર, વોટ્સએપ પર તમે સ્ટેટ્સ નોટિફિકેશન ને મ્યૂટ અથવા તો અનમ્યૂટ કોઈ ચોક્કસ યુઝર ને કરી શકશો. અને માત્ર તેટલું જ નહિ પરંતુ એવું પણ લાગી રહ્યું છે કે વોટ્સએપ તમને તે મ્યૂટ લિસ્ટ પણ જોવા દેશે જો જરૂર પડશે તો.

અને ટિપ્સ્ટેર દ્વારા એક સ્ક્રેઇનશોટ ને શેર કરવા માં આવ્યો છે જેની અંદર, તમને સ્ટેટ્સ ચેન્જ નોટિફિકેશન પર રિપ્લાય આપવા નો છે. અને આ સ્ક્રેનશૉટ દ્વારા એવું પણ જાણવા મળે છે કે વોટ્સએપ સ્ટેટ્સ મેસેજ તમને તમારા કોન્ટેક્ટ ના સ્ટેટ્સ મેસેજ પર રિપ્લાય આપવા ની પણ અનુમતિ આપે છે.

એપલ ટીવી જેમ ફેસબૂક પણ સેટટોપ બોક્સ માટે એપ બનાવશે.

અને WABetaInfo ના સ્ક્રેન શોટ પર થી એવું જાણવા મળે છે કે જે વિન્ડોઝ ફોન 2.17.40+ માટે બનાવવા માં આવ્યું છે કે વોટ્સએપ ની અંદર સ્ટેટ્સ એલર્ટ ને મ્યૂટ અને અનમ્યૂટ કરવા નું બટન પણ આપવા માં આવી શકે છે.

ટૂંક માં આ બધા બટન ના લીધે તમે કોઈ વ્યક્તિ ના સ્ટેટ્સ ને મ્યૂટ અથવા તો અનમ્યૂટ કરી શકશો અને જયારે તમે કોઈ વ્યક્તિ ને મ્યૂટ કરશો ત્યાર બાદ તે વ્યક્તિ ના સ્ટેટ્સ ને તમારા સ્ટેટ્સ વિભાગ ની અંદર નહિ બતાવવા માં આવે. (આ ફીચર ટૂંક સમય માં જ બહાર આવશે તેવું માનવા માં આવી રહ્યું છે.)

શું તમે યૂટ્યૂબ થી કંટાળી ગયા છો? તો તેના વિકલ્પ માં બીજી અમુક વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ્સ આ રહી.

અને તેટલું જ નહિ તમને જયારે પણ કોઈ યુઝર પોતાનું સ્ટેટ્સ બદલાવશે ત્યારે કોઈ જાત ના પુશ નોટિફિકેશન નહિ મોકલવા માં આવે, જો કે વોટ્સએપ એક ડેડીકેટેડ મ્યૂટ લિસ્ટ બનાવવા જય રહ્યું છે, કે જે બ્લોક કોન્ટેક્ટ લિસ્ટ થી ખુબ જ મળતું આવશે, જેથી યુઝર્સ સરળતા થી ચેન્જીસ કરવા હોઈ ત્યારે કરી શકે.

પરંતુ વોટ્સએપ નું આ નવું સ્ટેટ્સ ફીચર હજી સુધી એન્ડ્રોઇડ અને ios પર લોન્ચ કરવા માં નથી આવેલું, પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કે સ્ટેટ્સ મ્યૂટ ઓપ્શન ને ખુબ જ ટૂંક સમય ની અંદર એન્ડ્રોઇડ એપ માટે લોન્ચ કરી દેવા માં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
WhatsApp will soon let you reply to status messages, mute and unmute them.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot