શું તમે યૂટ્યૂબ થી કંટાળી ગયા છો? તો તેના વિકલ્પ માં બીજી અમુક વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ્સ આ રહી.

By: Keval Vachharajani

જયારે પણ આપડે કોઈ જગ્યા પર "ઓનલાઇન" અને "વિડિઓઝ" આ બે શબ્દ ને ભેગા સાંભળીયે એટલે આપડા મગજ માં સૌથી પહેલું નામ યૂટ્યૂબ જ આવે. ઓનલાઇન વિડિઓઝ જોવા એ આપડા જીવન નું એક અગત્ય નો ભાગ બની ગયું છે આપડે બધા રોજ લગભગ 2 કલ્લાક જેવો સમય તો યૂટ્યૂબ પર વીતાવીયે જ છીએ.

શું તમે યૂટ્યૂબ થી કંટાળી ગયા છો?

પરંતુ શું તમને ખબર છે કે યૂટ્યૂબ સિવાય પણ વિડિઓ સ્ટ્રીમિંગ માટે બીજા ઘણા બધા ઓપ્શન છે જો તમે ક્યારેય યૂટ્યૂબ થી કંટાળો અથવા તો થોડા સમય માટે કોઈ બીજી વસ્તુ ને શોધી રહ્યા હો તો તમારે યૂટ્યૂબ ના આ અલ્ટરનેટિવ ને જરૂર થી જોવા જોઈએ.

ઇન્સ્ટાગ્રામ એન્ડ્રોઇડ એપ પર કદાચ મલ્ટી ફોટો આલબમ ફીચર લાવી શકે છે.

તો જો તમે યૂટ્યૂબ ની અલ્ટરનેટિવ વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ્સ ને ના જાણતા હો તો આ રહી અમુક યૂટ્યૂબ સિવાય ની વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ્સ તેને અત્યારે જ તપાસી જોવો.

ડેલી મોશન

ડેલી મોશન

યુઝર્સ બેઝ મુજબ જોઈએ તો ડેલી મોશન એ યૂટ્યૂબ પછી ની વિશ્વ ની સૌથી મોટી વિડિઓ સ્ટ્રીમિંગ વેબસાઈટ છે. તેની અંદર ખુબ જ સરળ યુઝર ઇન્ટરફેસ છે યૂટ્યૂબ ની જેમ જ અને અને તેના પર ખુબ જ સારા સારા વિડિઓઝ નું પણ કલેકશન છે. અને તેટલું જ નહિ ડેલી મોશન પર વિડિઓઝ અપલોડ કરવા તે પણ ખુબ જ સરળ છે.

પરંતુ એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે મેક્સિમમ વિડિઓ લિમિટ સમય ની વાત કરીયે તો 60 મિનિટ ની રાખવા માં આવી છે તેના થી લામ્બો વિડિઓ તમે અપલોડ કરી શકતા નથી અને સાઈઝ ની વાત કરીયે તો 2GB કરતા વધારે સાઈઝ વાળી ફાઇલ્સ ભી તમે અપલોડ કરી શકતા નથી.

Vimeo

Vimeo

જો તમને કઈ સુજતુ ના હોઈ કે તમારે શું જોવું છે અને જો તમે યૂટ્યૂબ નો વિકલ્પ શોધી રહ્યા હો તો, Vimeo એ કોઈ સ્ટાર્ટ કરવા માટે સારો વિકલ્પ છે. તેના પર યુઝર્સે બનાવેલા ઘણા બધા લિસ્ટ્સ તમને મળી જશે, અને તમે તે બધા જ વિડિઓઝ ને હાઈ ડેફિનેશન ની અંદર જોઈ શકો છો. અને જે લોકો નથી જાણતા તેમના માટે, કે Vimeo એ એવી પહેલી વિડિઓ સ્ટ્રીમિંગ સાઈટ છે કે જેણે હાઈડેફીનેશન વિડિઓઝ સપોર્ટ કરવા નું શરુ કર્યું હતું.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

મેટાકેફે

મેટાકેફે

શું લાંબા વિડિઓઝ જોવા નો કંટાળો આવે છે? તો મેટાકેફે જ એ વેબસાઈટ છે કે જે તમારે અચૂક જોવી જ જોઈએ, આ સાઈટ ની સૌથી સારી વાત જો કોઈ હોઈ તો તે છે કે, તેની સિમ્પલીસીટી. જેની અંદર 3 વિભાગ પાડવા માં આવ્યા છે "લેટેસ્ટ", "પોપ્યુલર" અને "ટ્રેન્ડિંગ" અને આ માત્ર અમુક કિલિક્સ ની જ વાત છે.

વેવો

વેવો

વવો એ ખુબ જ વધુ લોક પ્રિય વેબસાઈટ છે જ્યાં સુધી સંગીત નો સવાલ છે. જેના પર તમને લગભગ બધી વસ્તુ ને સંગીત ના સંદર્ભ માં જ જોશો, જેમ કે, કોન્સર્ટસ, પ્રીમીઅર્સ, અને ઓરીજીનલ શોઝ, વગેરે. અને આની અંદર પણ યૂટ્યૂબ ની જેમ જ તમારે જાહેરાતો નો સામનો કરવો જ પડશે.

Veoh

Veoh

Veoh એ હજી એક યૂટ્યૂબ નો સારો વિકલ્પ તરીકે ગણાવી શકાય, કંપની ના દાવા મુજબ આ સાઈટ પર ઘણા બધા વિડિઓઝ નું કલેક્શન છે જેની અંદર TV શોઝ, મ્યુઝિક વિડિઓઝ અને મુવીઝ નો પણ સમાવેશ થઇ જાય છે. અને તેની UI પણ ખુબ જ ચોખ્ખી રાખવા માં આવી છે.

તેમ છત્તા આની અંદર એક ખરાબી છે તેમ કહી શકાય અને તે છે, Veoh ની અંદર સર્ચ એ એટલું સારું નથી તેમ કહી શકાય. જો તમને જે જવાબ આપવા માં આવે તેના પર થી જો તમને ગમતા વિડિઓઝ મળી જાય તો Veoh એ એક સારો વિકલ્પ ગણી શકાય.

English summary
YouTube is the first thing that strikes our mind whenever we see the words 'online' and 'videos' side-by-side. But, did you know there are various other video streaming sites?

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot