એપલ ટીવી જેમ ફેસબૂક પણ સેટટોપ બોક્સ માટે એપ બનાવશે.

By: anuj prajapati

ફેસબૂક એપલ ટીવીની જેમ ટેલિવિઝન સેટટોપ બોક્સ માટે વીડિયો સેન્ટ્રિક એપ બનાવી રહ્યું છે. જેના કારણે તમે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા વીડિયો કન્ટેન્ટ તમારા મોટા ટીવી સ્ક્રીન પર જોઈ શકશો.

એપલ ટીવી જેમ ફેસબૂક પણ સેટટોપ બોક્સ માટે એપ બનાવશે.

ફેસબૂક ઘ્વારા લેવામાં આવી રહેલું આ પગલું તેમને વીડિયો એડ્વર્ટાઇઝ સેક્ટર માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ફેસબૂક વીડિયો કન્ટેન્ટ માટે ખુબ જ પ્રયાસ પણ કરી રહ્યું છે.આપણે એવું કહી શકીયે કે કંપની તેમના વીડિયો પ્લેટફોર્મમાં હાઈ કવોલિટી લાવશે અને લાઈવ બ્રોડકાસ્ટ પણ લાવ્યું છે.

આવનારી સેટટોપ બોક્સ એપ ફેસબૂક ઘ્વારા કામ કરવામાં આવી રહેલા ઘણા પ્રોજેક્ટમાં એક છે. જે વીડિયો ફસ્ટ પ્રયાસમાં આવે છે. સેટટોપ બોક્સ માટે એપ લોન્ચ કરીને ફેસબૂક વીડિયો એડ્વર્ટાઇઝ અને લાઈવ વીડિયો તરફ વધારે આગળ આવી જશે. ફેસબૂક વધારે વીડિયો ઘ્વારા વધારે ને વધારે રેવન્યુ મેળવી શકશે. વીડિયો એડ, ટેક્સ્ટ અને ફોટો એડ કરતા પણ વધારે કમાણી કરાવી શકે છે.

લેટેસ્ટ એપલ હિન્ટ, ભવિષ્યના આઈફોન માટે OLED ડિસ્પ્લે

હાલમાં ગૂગલ સૌથી મોટું ડિજિટલ એડ્વર્ટાઇઝ છે અને ફેસબૂક તેની પાછળ છે. ફેસબૂક ટીવી એડ સામે ટક્કર લેવા માંગે છે અને આ વીડિયો એડ પ્રોડક્ટ ફેસબૂકને તેના લક્ષ્યની વધારે નજીક લઇ જશે. હાલમાં આ વીડિયો એડ પ્રોડક્ટ ટેસ્ટિંગમાં છે અને ફેસબૂક ઘ્વારા મીડિયા કંપની ઘ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. જેમાં ટીવી પ્રોગ્રામ લાઇસન્સ જેમાં તેમને પ્રીમિયમ કન્ટેન્ટ મળી શકે છે.

રિપોર્ટ ઘ્વારા મળતી માહિતી મુજબ સેટટોપ બોક્સ એપ હજુ બનાવવામાં આવી રહી છે અને તેમાં નોન વીડિયો કન્ટેન્ટ લેવામાં નહીં આવે. આ એપમાં તમને પ્રિમિયન અને ઓરિજિનલ કન્ટેન્ટ આપવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Facebook is likely to be working on an app for set-top boxes such as Apple TV in order to bring premium video content on TVs.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot