રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

રિલાયન્સ જિયો લોન્ચ થયા પછી ટેલિકોમ ઓપરેટરો લોકોને આકર્ષિત કરવા માટે દિવસે ને દિવસે નવી નવી ઓફરો લઈને આવી રહ્યા છે.

By Anuj Prajapati
|

રિલાયન્સ જિયો લોન્ચ થયા પછી ટેલિકોમ ઓપરેટરો લોકોને આકર્ષિત કરવા માટે દિવસે ને દિવસે નવી નવી ઓફરો લઈને આવી રહ્યા છે. આ સર્વિસ પ્રોવાઈડરો વચ્ચેની સ્પર્ધા અટકવાનું નામ નથી લઇ રહી. વોડાફોને ફરી એકવાર બે અનલિમિટેડ પ્રીપેડ પેક લોન્ચ કર્યા છે.

રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

એનડીટીવી ની રિપોર્ટ અનુસાર વોડાફોને જે બે અનલિમિટેડ પ્રીપેડ પેક લોન્ચ કર્યા છે, તેની કિંમત 144 રૂપિયા અને 349 રૂપિયા છે. વોડાફોન 144 રૂપિયાના પેકમાં અલગ અલગ સર્કલ અનુસાર અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. આ પેક અનુસાર યુઝર લોકલ અને એસટીડી કોલ દેશમાં ગમે ત્યાં કરી શકે છે.

એપલ ઈયરફોન ક્રિસ્મસ પહેલા માર્કેટમાં નહીં આવે...

વોડાફોન 144 રૂપિયાના પેકમાં અનલિમિટેડ કોલની સાથે સાથે તમને 300 એમબી 4જી ડેટા અને આખા દેશમાં રોમિંગ વિના ફ્રી ઇનકમિંગ કોલની સુવિધા મળશે.

રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

વોડાફોન 349 રૂપિયાના પેકમાં અનલિમિટેડ વોઇસ કોલ છે અને તેમાં પણ એકસરખી જ સુવિધા આપવામાં આવી છે. પરંતુ આ પેકમાં ડેટા લિમિટ વધીને 1જીબી 4જી ડેટાની થઇ ચુકી છે. જો આ બંને પેકની સમયમર્યાદાની વાત કરવામાં આવે તો બંને પ્રીપેડ પ્લાનની સમયમર્યાદા 28 દિવસની છે.

મોદી એપ ને ફ્રી માં ડાઉનલોડ કરી અને તમારા નજીક નું પોલીસ સ્ટેશન શોધો

આ બંને વોડાફોન અનલિમિટેડ રિચાર્જ પ્લાન મુજબની જ ઓફર હાલમાં આઈડિયા અને એરટેલ ઓફર કરી રહ્યું છે.

રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

સંદીપ કટારીયા કે જેઓ વોડાફોન ઇન્ડિયામાં ચીફ કમર્શિયલ ઓફિસર છે જેમને જણાવ્યું કે વોડાફોન ઇન્ડિયા ઘ્વારા જે પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે, તેના કારણે વોડાફોન કસ્ટમર ફરી એકવાર તે જ પ્રેમ અને વિશ્વાસ સાથે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના વોડાફોન સાથે જોડાઈ જશે.

તેમને આગળ ઉમેર્યું કે 4જી કસ્ટમર અનલિમિટેડ વોઇસ કોલની સાથે સાથે 1જીબી ફ્રી ઈન્ટરનેટ ડેટાનો પણ આનંદ લઇ શકે છે.

સૌથી અગત્યની વાત એ છે કે વોડાફોન ઘ્વારા બહાર પાડવામાં આવતી ઓફર રિલાયન્સ જિયોની હેપી ન્યુ યર ઓફર સામે ટક્કર લેવા માટે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Vodafone unveils unlimited voice calling packs.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X