ઉંબર હવે નિયમોનું પાલન નહીં કરનાર યુઝરને બેન કરી દેશે.

By: anuj prajapati

હાલમાં લેટેસ્ટ સવાલ છે કે ટેક્સી સર્વિસ તેના યુઝરને બેન કરી શકે છે કે નહીં? ખેર, તેનો જવાબ છે કે તેઓ ચોક્કસ યુઝરને નિયમોનું પાલન નહીં કરવા માટે બેન પણ કરી શકે છે.

ઉંબર હવે નિયમોનું પાલન નહીં કરનાર યુઝરને બેન કરી દેશે.

કંપની ટેક્સી ડ્રાઈવર જ નહીં પરંતુ પેસેન્જરને પણ બેન કરી શકે છે જેઓ ખરાબ વર્તન કરે છે. કેટલાક યુઝર જેઓ બેઝિક નિયમોનું પાલન નથી કરતા. એટલા માટે ઉંબર ઘ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે પેસેંજર યોગ્ય વર્તન ના કરે તેમને પણ બેન કરી દેવામાં આવે.

એરટેલે લોન્ચ કર્યા અનલિમિટેડ કોલ અને સાથે બે નવા પેક

આ નિર્ણય લેવા માટેનું કારણ છે કે લોકો સુરક્ષિત રીતે પોતાની મુસાફરી કરી શકે, ખાસ કરીને તેઓ કેબ શેર કરતા હોય. કંપની એવી આશા પણ રાખે છે બીજા રાઇડરની સાથે સાથે પેસેંજર ડ્રાઈવર સાથે પણ સભ્યતાથી વર્તન કરે.

એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

એટલા માટે જો તમે ઉંબર કસ્ટમર હોવ અને તેની સુવિધાનો ઉપયોગ કરતા હોવ. તો આ 5 બાબતોનું ધ્યાન રાખો...

પ્રોપર્ટી ને નુકશાન કરવું

પ્રોપર્ટી ને નુકશાન કરવું

યુઝરે ડ્રાઈવ દરમિયાન ડ્રાઈવર કે બીજા રાઇડર ની પ્રોપર્ટી ને નુકશાન કરવું નહીં. જેમાં ખાધા કે પીધા પછી ગંદકી કરવી નહીં, સ્મોક કરવું નહીં કે પછી વધારે પડતો દારૂ પીધા પછી વોમેટ કરવી નહીં.

ખરાબ ભાષા

ખરાબ ભાષા

ઉંબર ઘ્વારા જણાવવામાં આવ્યું કે વધારે પડતી ખરાબ ભાષાનો ઉપયોગ કરવો, ધમકી આપવી, વધારે કરતા પર્સનલ સવાલો કરવા, ગુસ્સો કરવો કે પછી સેક્સુઅલ ભાષા કે પછી કમેન્ટ વગેરે કરવા પર યુઝરને બેન કરી દેવામાં આવશે.

લોકલ નિયમો તોડવા

લોકલ નિયમો તોડવા

ખુબ જ સિરિયસ નોટ પર યુઝરને હંમેશા માટે બેન કરી દેવામાં આવશે જયારે તેઓ કેબમાં આલ્કોહોલ કે પછી ડ્રગનો ઉપયોગ કરે અથવા તો ડ્રાઈવરને સ્પીડ લિમિટ તોડવા માટે જણાવે.

યુઝર ઉંબરનો ઉપયોગ કોઈ પણ પ્રકારના ક્રાઇમ જેવા કે લોકોની તસ્કરી કરવી તેમાં કરશે નહીં. એટલું નહી પરંતુ તેઓ કોઈ પણ જાતના હથિયાર સાથે મુસાફરી કરશે તેવામાં તેમને તરત જ બેન કરી દેવામાં આવશે.

ફિજિકલ કોન્ટેક

ફિજિકલ કોન્ટેક

ઉંબર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડ્રાઈવર કે યુઝર વચ્ચે કોઈ પણ ફિજિકલ કોન્ટેક કરવામાં આવશે નહીં. યુઝર ગાડીમાં કોઈ પણ જાતનું ફ્લર્ટિંગ, ટચિંગ કે પછી ફિજિકલ કોન્ટેક કરશે તો તેનું ઉંબર એકાઉન્ટ બેન કરી દેવામાં આવશે.

અનવોન્ટેડ કોન્ટેક

અનવોન્ટેડ કોન્ટેક

ઉંબર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રીપ પુરી થયા પછી ડ્રાઈવર અને યુઝર વચ્ચે કોઈ પણ પ્રકારનું અનવોન્ટેડ કોન્ટેક ચલાવી લેવામાં નહીં આવે. ઉંબર ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુઝરે ડ્રાઈવર કે બીજા પેસેન્જરને ટેક્સ્ટ, કોલ કે મેસેજ કરવા નહીં.

Read more about:
English summary
How not to get banned from Uber.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot