એરટેલે લોન્ચ કર્યા અનલિમિટેડ કોલ અને સાથે બે નવા પેક

By Anuj Prajapati
|

આ વાતમાં કોઈ જ શંકા નથી કે રિલાયન્સ જિયો આવતાની સાથે જ તેની વેલકમ ઓફર ઘ્વારા ટેલિકોમ સેક્ટરમાં છવાઈ ગયું. રિલાયન્સ જિયોની વેલકમ ઓફર ડિસેમ્બરમાં પુરી થવા જઈ રહી છે. તેની સાથે જ તેમને ઓફરને આગળ વધારતા હેપી ન્યુ યર ઓફર બહાર પાડી છે જે 31 માર્ચ સુધી ચાલશે.

એરટેલે લોન્ચ કર્યા અનલિમિટેડ કોલ અને સાથે બે નવા પેક

બીજી ટેલિકોમ કંપનીઓ પણ રિલાયન્સ જિયો ને ટક્કર આપવા માટે આગળ આવી રહ્યા છે. જેવી વેલકમ ઓફર પુરી થવા આવી રહી છે તેની સાથે જ બીજી ટેલિકોમ કંપનીઓ નવી નવી આકર્ષક ઓફરો લઈને આવી રહ્યા છે.

એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

ભારતી એરટેલ ઘ્વારા પ્રીપેડ યુઝર માટે બે નવા પેક લોન્ચ કર્યા છે. જેમાં ફ્રી વોઇસ કોલની સાથે સાથે ફ્રી ઈન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે. કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા પેકની કિંમત 145 અને 345 રૂપિયા રાખવામાં આવી છે.

145 રૂપિયાનો પેક

145 રૂપિયાનો પેક

કંપનીના જણાવ્યા અનુસાર 4જી યુઝર માટે 145 રૂપિયાના પેકમાં 300 એમબી ઈન્ટરનેટ ડેટા સાથે એરટેલ થી એરટેલ લોકલ અને એસટીડી કોલ ફ્રી આપવામાં આવી છે. જયારે બેઝિક યુઝરને આ પેકમાં 50 એમબી ડેટા અને એરટેલ થી એરટેલ લોકલ અને એસટીડી કોલ ફ્રી આપવામાં આવી રહી છે.

345 રૂપિયાનું પેક

345 રૂપિયાનું પેક

345 રૂપિયાના પેકમાં એરટેલ 4જી યુઝરને 1 જીબી ઈન્ટરનેટ ડેટા અને દેશમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલ કરવાની સુવિધા આપવામાં આવશે. જયારે બેઝિક યુઝરને 50 એમબી ડેટા અને દેશમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલ કરવાની સુવિધા આપવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

50 એમબી ડેટા ફ્રી

50 એમબી ડેટા ફ્રી

એરટેલ ના જણાવ્યા અનુસાર જે લોકો બેઝિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તેમને બંને ડેટા પેકમાં વધારા ના 50 એમબી ડેટા આપવામાં આવશે.

રોમિંગ ચાર્જમાં કોઈ જ ફરક નથી

રોમિંગ ચાર્જમાં કોઈ જ ફરક નથી

એરટેલ ઘ્વારા આ નવા રિચાર્જ પેકમાં રોમિંગ માટે કોઈ જ સુવિધા આપવામાં આવી નથી. તમે રોમિંગમાં ફ્રી કોલ નહીં કરી શકો. રોમિંગ દરમિયાન તમારે પૈસા ચૂકવવા પડશે.

રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફર ફ્રી

રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફર ફ્રી

એરટેલ ઘ્વારા ભલે તેમના નવા પેક લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી પણ તેઓ રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરને બિલકુલ પણ ટક્કર નહીં આપી શકે. રિલાયન્સ જિયો તમને રોમિંગમાં પણ ફ્રી કોલ સુવિધા આપે છે. જયારે એરટેલ તે સુવિધા હજુ સુધી ણથી આપી રહ્યું.

Best Mobiles in India

English summary
Airtel has come up with two new prepaid recharge packs priced at Rs. 145 and Rs. 345 and also offers additional data benefits with these packs. You can take a look at these plans from here. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X