એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

By Anuj Prajapati

  આખરે એપલે તેમનું નવું વર્ઝન આઇઓએસ 10.2 લોન્ચ કરી જ નાખ્યું. આઇઓએસ 10.2 નવું અપડેટ ભારતીય યુઝર ખાસ એસઓએસ ઓપશન આઈફોન 5 અને બીજી ડિવાઈઝ માટે. આ નવું અપડેટ સોફ્ટવેર અને ટેકનીકલને લગતી સમસ્યા સોલ્વ કરશે અને ડિવાઈઝ પરફોર્મન્સ પણ વધારી દેશે.

  એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

  નવું વર્ઝન આઇઓએસ 10.2 સોફ્ટવેર અપડેટ આઈફોન, આઇપેડ અને આઇપોડ ટચ યુઝર માટે ખુબ જ વધારે ઈમ્પ્રોવમેન્ટ લાવશે. જેમાં નવા ઈમોજી, ઘણી આઇમેસેજ ની ઈફેક્ટ, નવી ટીવી એપ અને કેમેરા સેટ અપમાં ઈમ્પ્રોવમેન્ટ લાવશે.

  માઇક્રોસોફ્ટ ક્લાઉડ બેઝ સોલ્યૂશન ડિજિટલ ભારતને આગળ વધારશે.

  આઇઓએસ 10.2 નવા વર્ઝનનું અગત્યનું ફીચર પેનિક બટન ઓપશન છે. જે આ વર્ષથી બધી જ ડિવાઈઝમાં મેન્ડેટરી થઇ જશે. આ ઓપશનનો ઉપયોગ તમે ઈમરજેંસી દરમિયાન કરી શકો છે. આ બટનના ઉપયોગ ઘ્વારા ઑટોમૅટિક 112 હેલ્પલાઈન નંબર પર કોલ થઇ જશે. આ ઓપશન ઈમરજેંસી સમયમાં ખુબ જ ઉપયોગી છે.

  એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

  નવું આઇઓએસ 10.2 અપડેટ સેટિંગ ઓપશનમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. સેટિંગ ઓપશનમાં જઈને યુઝર સોફ્ટવેર અપડેટ ઓપશન પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. તમારા આઈફોનમાં આઇઓએસ 10.2 અપડેટ કરતા પહેલા તમારા ડેટા બેકઅપ લઇ લો અને તમારી ડિવાઈઝને મોબાઈલ ડેટાને બદલી વાઇફાઇ પર કનેક્ટ કરી દો.

  IOS 10.2 આવી રહ્યો છે, નવી અપડેટ સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે.

  આઇઓએસ 10.2 નવું અપડેટ કરતાની સાથે જ યુઝર પાસે 100 કરતા પણ વધારે નવા યુનિકોડ 9.0 ઈમોજી બતાવશે. નવા ઈમોજીની સાથે સાથે તમને નવી ટીવી એપ પણ જોવા મળશે. જેને ઘ્વારા યુઝર લાઈવ સ્ત્રેમિંગ અને ટીવી સિરીઝ પણ જોઈ શકશે.

  આ નવા અપડેટ ફીચરની સાથે સાથે આઇમેસેજ માં સેન્ડ વિથ લવ, સેલિબ્રેશન ઈફેક્ટ, આઈફોન 7 અને આઈફોન 7 પ્લસમાં તમને નવા વોલપેપર પણ એડ થયેલા જોવા મળશે.

  English summary
  iOS 10.2 released, brings a new TV app, SOS option, new emojis, and so much more. Check them out here.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more