ડેલ નું લેટેસ્ટ XPS 13 એ એક પાવરફૂલ 2-ઈન-1 વિન્ડોઝ હાયબ્રીડ અલ્ટ્રાબુક છે

By Keval Vachharajani

  ડેલ લાવ્યું છે એકદમ નવું XPS 13 અલ્ટ્રાબુક હાયબ્રીડ ડિઝાઇન ની સાથે અને એક્દુમ ટોપ ઓફ ધ લાઈન હાર્ડવેર ની સાથે. આ નવું વિન્ડોઝ નું મશીન એ ડેલ નું પ્રથમ 2-ઈન-1 અને ફ્લુઅન્ટ ઇન્ફિનિટી એજ ડિસ્પ્લે લેપટોપ છે. અને ડેલ ના કહેવા મુજબ તેના લીધે આ સૌથી નાનું 13 ઇંચ 2-ઈન-1 હાયબ્રીડ લેપટોપ છે બજાર માં.

  ડેલ નું લેટેસ્ટ XPS 13 એ એક પાવરફૂલ 2-ઈન-1 વિન્ડોઝ હાયબ્રીડ અલ્ટ્રાબુક

  કંપની ના કહેવા મુજબ તેલોકો એ 13 ઇંચ ની ડિસ્પ્લે ને 11 ઇંચ ની ફ્રેમ માં બેસાડી છે. અને તેની ટચસ્ક્રીન ડિસ્પ્લે 360 ડિગ્રી માં રોટેટ કરી શકે છે જેથી તેનો ટેબલેટ ની જેમ પણ ઉપીયોગ કરી શકાય. અને તેના લીધે ડેલ નું XPS 13 લીનોવા ના યોગા સિરીઝ નું સિદ્ધુ હરીફ બની જાય છે.

  સારા અને ઉપયોગી સ્માર્ટફોન ફીચર, જે વર્ષ 2017 માં આવી શકે છે.

  હાયબ્રીડ મશીન બે પ્રકાર ના આવતા હોઈ છે: એક સ્ટાન્ડર્ડ વેરિયંટ 1920 x 1080 ની ફૂલ HD ડિસ્પ્લે સાથે અને બીજું છે તે છે ઉલ્ટ્રાશાર્પ 3200 x 1800 ક્વાડHD અને ટચ સ્ક્રીન પેનલ ની સાથે.

  ડેલ નું લેટેસ્ટ XPS 13 એ એક પાવરફૂલ 2-ઈન-1 વિન્ડોઝ હાયબ્રીડ અલ્ટ્રાબુક

  ગ્રહકો પાસે 3.2GHz ઇન્ટેલ કોર i5-7Y54 પ્રોસેસર અને 3.6GHz ઇન્ટેલ કોર i7-7Y75 પ્રોસેસર વચ્ચે કયો વિકલ્પ પસન્દ કરવો તે નક્કી કરવા નું હોઈ છે. અને આ બંને પ્રોસેસર 7th જનરેશન કેબી લેક સિલિકોન ચિપસેટ ધરાવે છે અને ઇન્ટેલ HD ગ્રાફિક્સ 615 ની સાથે આવે છે.

  વિન્ડોઝ 10 મોબાઈલ અપડેટ જલ્દી આવી શકે છે, જેના દ્વારા યુઝર્સ 3D ફોટોઝ, વિડિઓઝ લઇ શકશે અને બીજું ઘણું બધું

  અને આ પ્રોસેસર ને રેમ ઓપ્શન પણ આપવા માં આવે છે 4GB, 8GB, અને 16GB ડ્યુઅલ ચેનલ LPDDR3 અને સ્ટોરેજ ઓપ્શન પણ આપવું માં આવે છે જેમાં સ્ટાન્ડર્ડ 128GB SATA અને તે 1TB PCIe SSD વિથ ઇન્ટેલ RST સુધી જય શકે છે.

  ડેલ નું લેટેસ્ટ XPS 13 એ એક પાવરફૂલ 2-ઈન-1 વિન્ડોઝ હાયબ્રીડ અલ્ટ્રાબુક

  અને આનો ઉલ્લેખ કરવો પણ ખુબ જ જરૂરી છે કે નવું XPS 13 2-ઈન-1 સંપૂર્ણ ફેનલેસ ચેસીસ આપે છે.

  અને જ્યાં સુધી બેટરી નો સવાલ છે, ડેલ XPS 13 હાયબ્રીડ મશીન માં 46Whr બેટરી યુનિટ આપવા માં આવ્યું છે, અને ડેલ ના કેહવા મુજબ તે ફુલ HD વેરિયંટ પર 15 કલ્લાક સુધી ચાલી શકે છે.

  બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવ્યા છે જેમ કે, વેબકેમ, ફિંગરપ્રિન્ટ રીડર, થન્ડરબૉલ્ટ 3 પોર્ટ, ડિસ્પ્લે પોર્ટ, USB ટાઈપ-C 3.1, માઇક્રોSD કાર્ડ રીડર, 3.5mm હેડફોન જેક. કનેકટીવીટી ઓપ્શન મા બ્લુટૂથ v4.2, Wi-Fi 802.11ac, મીરાકાસ્ટ, અને ઇન્ટેલ સ્માર્ટકન્નેક્ટ.

  ડેલ XPS 13 2-ઈન-1 માં વધુ જોડતા, કંપની એ ડેલ 27 ઉલ્ટ્રાથીન મોનિટર પણ ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. અને તે મોનિટર માં 27ઇંચ ની QHD (2560x1440 પિક્સલ) ની ડિસ્પ્લે, અને ડેલ ના કહેવા મુજબ તે 178 ડિગ્રી વ્યૂઇંગ એંગલ પણ આપે છે, 99 ટકા sRGB કલર પણ આપે છે. અને 400 nits ની બ્રાઇટનેસ પણ આપે છે.

  અને મોનિટર 60Hz રિફ્રેશ રેટ સાથે આવે છે, અને પાવર ડિલિવરી માટે USB ટાઈપ-C પોર્ટ પણ આપવા માં આવ્યો છે, HDMI 2.0 પોર્ટ, અને ઓડિયો લાઈન આઉટ પણ આપવા માં આવ્યા છે. આ મોનિટર તે ગ્રાહકો માટે ખુબ સારું રહેશે કે જેલોકો ને પોતાના વિન્ડોઝ મશીન પર ગ્રાફિક્સ ઇન્ટેન્સિવ ગેમ્સ રમવા નો શોખ ધરાવતા હોઈ.

  ડેલ XPS 13 2-ઈન-1 ની શરૂઆત ની કિંમત લગભગ Rs. 69,000 હશે, અને 27 અલ્ટ્રાથીન મોનિટર ની કિંમત અમેરિકા ના માર્કેટ મુજબ Rs. 48,000 ની હશે. અને આ બધી જ વસ્તુ આખા વિશ્વ માટે ક્યારે ઉપલબ્ધ થશે તેના વિષે હજી સુધી કંપનીએ કંઈપણ કીધું નથી, તેમ છત્તા અમારા મત મુજબ ડેલ આના વિષે કોઈ અપડેટ આવનારા CES 2017 માં આપી શકે છે.

  Image Source: zdnet.com

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  Dell has introduced a new redesigned XPS 13 ultrabook, which is now a hybrid 2-in-1 machine with top-of-the line specifications including a Quad HD+ touch display, 4GB/8GB Ram and Intel's i7 processor.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more