વિન્ડોઝ 10 મોબાઈલ અપડેટ જલ્દી આવી શકે છે, જેના દ્વારા યુઝર્સ 3D ફોટોઝ, વિડિઓઝ લઇ શકશે અને બીજું ઘણું બધું

Posted By: Keval Vachharajani

છેલ્લા થોડા વર્ષો માં અને ખાસ કરી અને 2016 માં ઘણા બધા લોકો એ વિન્ડોઝ ફોન ને વાપરવા ના બંધ કરી અને એન્ડ્રોઇડ અથવા તો ios તરફ વળ્યાં હતા, પરંતુ હવે તેવું નહિ થાય કેમ કે એક રિપોર્ટ અનુસાર વિન્ડોઝ 10 પણ અપગ્રેડ થવા જય રહ્યું છે, જેના દ્વારા તેના યુઝર્સ ને ઘણા બધા સુધારા અને ઘણા બધા નવા ફીચર્સ જોવા મળશે.

વિન્ડોઝ 10 મોબાઈલ અપડેટ જલ્દી આવી શકે છે, જેના દ્વારા યુઝર્સ 3D ફોટોઝ

ભલે માર્કેટ શેર હાસલ કરવા માં તે એન્ડ્રોઇડ અને ios કરતા ઘણું પાછળ હોઈ પરંતુ હજી આજે પણ એવા ઘણા બધા યુઝર્સ છે કે જે વિન્ડોઝ 10 ને જ પકડી ને બેઠા છે અને તેલોકો તેમાં એક નવા os અપડેટ ની રાહ જોઈ રહ્યા છે, તો આવા સંજોગો માં હવે 2017 માં તેમનું આ સપનું પણ પૂરું થઇ જશે, કેમ કે માઇક્રોસોફ્ટ તેમાં નવા ફીચર્સ લઇ આવવા માટે અત્યારે કામ કરી રહ્યું છે જેમ કે, 3D પ્રિવ્યૂ, વ્યૂઇંગ 3D કન્ટેન્ટ અને બીજું ઘણું બધું. તો આવો નજીક થી જાણીયે કે વિન્ડોઝ 10 અપડેટ થવા થી તેના યુઝર્સ ને ક્યાં ક્યાં બીજા ફીચર્સ મળશે.

યૂટ્યૂબ ઓડિયો ને ios પર બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા ની સિમ્પલ રીત

નવા અપડેટ દ્વારા વિન્ડોઝ 10 ના યુઝર્સ 3D પ્રિવ્યૂ દ્વારા 3D કન્ટેન્ટ ને સરળતા થી જોઈ શકશે, પોતાના ખુદ ના 3D કન્ટેન્ટ બનાવી શકશે, યૂટ્યૂબ વિડિઓઝ ને 3D માં જોઈ શકશે, અને 3D ફોટોઝ અને વિડિઓઝ પણ લઇ શકશે. અને આ બધા 3D ફીચર્સ ની સાથે સાથે, વિન્ડોઝ 10 માં હજી એક સુધારો કરવા માં આવશે એ છે એજ બ્રાઉઝર, જેના દ્વારા ઓનલાઇન પેમેન્ટ સિસ્ટિમ વધુ સુરક્ષિત અને વધુ સરળ બની જશે યુઝર અને મરચન્ટ બંને માટે.

આ નવા ફીચર આવતા ની સાથે જ યુઝરે પોતાના માઇક્રોસોફ્ટ વોલેટ ને એજ પર સેટઅપ કરવા નું રહેશે, ત્યાર બાદ જયારે જયારે તેઓ ઓનલાઇન ખરીદી કરશે ત્યારે યુઝર્સ પોતાની મેળે જ લોગઇન થઇ જશે. એક વાત ની ખાસ નોંધ લેવી કે યુઝર્સ ના કાર્ડ ની ઓળખ એક્દુમ સુરક્ષિત રાખવા માં આવશે અને માત્ર અમુક પસંદીદા મર્ચન્ટસ ને જ તે જાણકારી નો ઉપીયોગ કરવા દેવા માં આવશે.

વધુ જોડતા, વિન્ડોઝ 10 ને એક ઈન્ટીગ્રેટેડ બુક સ્ટોર પણ આપવા માં આવશે, અને એક અહેવાલ મુજબ આ ફીચર એજ સાથે આવે છે અને તે યુઝર્સ ને પરવાનગી આપશે કે રીડર્સ સેવ કરી શકે અને EPBU બુક્સ ને બુકમાર્ક કરી શકે. અને આ બધા સુધારાઓ ની સાથે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 ને 2017 ની અંદર એક બેન્ચમાર્ક વર્ષ બનાવવા માટે એક્દુમ તૈયાર છે, અને એન્ડ્રોઇડ અને ios ને એક સરખી ટક્કર આપવા માટે પણ તૈયાર છે.

Source

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Windows 10 to soon get upgraded.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot