એન્ડ્રોઇડ યુઝર માટે મજેદાર વીઆર ગેમ્સ.

By: anuj prajapati

વર્ચુઅલ રિયાલિટી આજે ખુબ જ મજેદાર વસ્તુ બની ચુકી છે. વર્ચુઅલ રિયાલિટી દિવસે ને દિવસે નવા નવા માઈલસ્ટોન રચી રહી છે. વીઆર હવે રિયાલિટી બની ચુકી છે.

એન્ડ્રોઇડ યુઝર માટે મજેદાર વીઆર ગેમ્સ.

આમ જોવા જઇયે તો વર્ષ 2016 વીઆર ટેક્નોલોજી માટે પણ ખુબ જ સારું રહ્યું. ઘણી મેન્યુફેક્ચર કંપની તમને વીઆર હેન્ડસેટ જેવા કે ઓક્યુલસ, રિફ્ટ, એચટીસી વિવે, પ્લેસ્ટેશન વીઆર લઈને આવી ચુકી છે.

અસૂસ ઝેનફોન નેટિવ એપ: ફીચર અને બીજું ઘણું

બીજી બાજુ જે લોકો ગેમ પ્રત્યે ખુબ જ ઉત્સાહ ધરાવે છે, તેઓ વીઆર ટેક્નોલોજીનો અનુભવ પણ કરી ચુક્યા છે. વીઆર ટેક્નોલોજી માટે ગેમિંગ ખુબ જ ફેમસ એરિયા છે. જ્યાં લોકો ખુબ જ શાર્પ અને રસપ્રદ એક્શન સીન જોઈ શકે છે.

રિલાયન્સ ડિજિટલ, 7499 રૂપિયામાં LYF વોટર 7S સ્માર્ટફોન લોન્ચ કર્યો.

વર્ચુઅલ રિયાલિટી ગેમ હવે સ્માર્ટફોનમાં પણ ખુબ જ ફેમસ થઇ રહી છે. સ્માર્ટફોન માટે ઘણી સારી સારી વીઆર ગેમો અવેલેબલ છે. અત્યારે વીઆર ગેમિંગ મોડર્ન કમ્યુનિટી માટે ખુબ જ જરૂરી વસ્તુ બની ચુકી છે. અહીં અમે એન્ડ્રોઇડ યુઝર માટે ઉપયોગી એવી વીઆર ગેમ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

ઈનમાઈન્ડ વીઆર

ઈનમાઈન્ડ વીઆર

વીઆર ગેમ હવે એક નવા જ મોડર્ન એરા જ્યાં હેલ્થકેર ઘ્વારા નવા નવા ગોલ અચીવ કરવામાં આવી રહ્યા છે. આ ગેમમાં તમારે વ્યક્તિના દિમાગમાં દાખલ થઇને મેન્ટલ ડિસઓર્ડર કે નર્વસ સિસ્ટમને શોધવાની રહે છે.

યુઝર આ ગેમ વીઆર હેન્ડસેટથી રમે તો ખુબ જ રસપ્રદ રહેશે. પરંતુ તેને તેઓ વીઆર હેન્ડસેટ વિના પણ રમી શકે છે. આ ગેમ તમે પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.

ડાઉનલોડ

મિનોસ સ્ટારફાઈટર વીઆર

મિનોસ સ્ટારફાઈટર વીઆર

જો તમે આઉટર સ્પેસ શૂટિંગ ગેમ પસંદ હોય તો મિનોસ સ્ટારફાઈટર ગેમ તમને ચોક્કસ પસંદ આવશે.

આ પહેલી સ્પેસ શૂટર ગેમ છે, જેને વર્ચુઅલ રિયાલિટી માટે બનાવવામાં આવી છે. આ ગેમ ખુબ જ સુંદર વીઆર અનુભવ આપે છે. આ ગેમમાં તમે વીઆર ટેક્નોલોજીની મદદથી ખુબ જ ખતરનાક સ્પેસ ફાઇટની મજા માણી શકો છો. આ ગેમ યુઝરને સ્પેસશિપ માટે પાવર અપગ્રેડ કરવાની સુવિધા પણ આપે છે.

ડાઉનલોડ

ગેલેક્ષી વીઆર ફુલ

ગેલેક્ષી વીઆર ફુલ

ગેલેક્ષી વીઆર ફુલ ગેમ એવી ગેમ છે જે સ્પેસમાં એરિયલ કોમ્બેટ કરવાની મજા આપે છે. આ ગેમમાં ઘણી અલગ અલગ પ્રકારની બેટલ પણ જોવામાં આવી છે. ડેમો વર્ઝન કરતા આ ગેમમાં ઘણા એક્સ્ટ્રા કંટ્રોલર પણ આપવામાં આવે છે.

ડાઉનલોડ

પોલી રનર વીઆર

પોલી રનર વીઆર

પોલી રનર વીઆર ગેમ એક એરક્રાફ્ટ ગેમ છે. જેમાં યુઝર એરક્રાફ્ટ પાયલોટની ભૂમિકામાં હોય છે. આ ગેમમાં તમને ખતરનાક લેન્ડસ્કેપ સામે લડાઈ કરવાની હોય છે. આ વર્ચુઅલ વર્લ્ડ તમને રસપ્રદ અને ચેલેન્જિન્ગ ગેમિંગ પ્રોસેસ તરફ લઇ જાય છે. દરેક ચેકપોઇન્ટ પર પ્લેયર્સ સિક્કા ભેગા કરે છે.

ડાઉનલોડ

લંપર વીઆર

લંપર વીઆર

લંપર વીઆર ગેમ હાલમાં ખુબ જ પોલિશ વીઆર ગેમ છે. આ ગેમમાં તમારે નાના ફાયરફ્લાય કંટ્રોલ કરવાના હોય છે અને તેમના ઘ્વારા સ્પાઈડરમાં ફસાઈ ગયેલા બીજા ફાયરફ્લાય છોડાવવા હોય છે. આ ગેમમાં ગેમર ફોરેસ્ટ, ગુફા અને બીજી ઘણી જગ્યામાંથી પસાર થાય છે.

ડાઉનલોડ

બોમ્બસક્યુર્ડ વીઆર

બોમ્બસક્યુર્ડ વીઆર

બોમ્બસક્યુર્ડ વીઆર ખુબ જ જૂની ગેમ છે. જેમાં યુઝરે બધા જ બૉમ્બને અવોઇડ કરવા, ફ્લેગ કેપ્ચર કરવા અને પોઇન્ટ મેળવવાના હોય છે. આ ગેમમાં 8 મેમ્બર એક સાથે જોડાઈ શકે છે. દરેક મેમ્બરે તેમના દરેક લેવલ પાર કરવાના હોય છે.

ડાઉનલોડ

ચેર ઈન રૂમ

ચેર ઈન રૂમ

ચેર ઈન રૂમ ગેમ હોરર ફેન્સને ખુબ જ પસંદ આવશે. ચેર ઈન રૂમ ગેમમાં કેટલીક આઈટમ પઝલને સંતાડવામાં આવી છે. આ એક ડાર્ક સ્ટોરી લાઈન પર આધાર રાખે છે. કેટલીકવાર વીઆર હેન્ડસેટમાં આ ગેમ તમને ડરાવી શકે છે પરંતુ તે તમને તેમાં પણ સારું થ્રિલ આપશે.

ડાઉનલોડ

English summary
Check out these cool VR games for Android.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot