રિલાયન્સ ડિજિટલ, 7499 રૂપિયામાં LYF વોટર 7S સ્માર્ટફોન લોન્ચ કર્યો.

By: anuj prajapati

હાલમાં જ લોન્ચ કરવામાં આવેલો LYF એફ1 સ્માર્ટફોન પછી રિલાયન્સ ડિજિટલ બીજો LYF સ્માર્ટફોન પણ લોન્ચ કરી રહી છે. પરંતુ આ વખતે પણ તે ખુબ જ ઓછી કિંમતમાં સ્માર્ટફોન આપી રહી છે. જે નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે તે LYF વોટર 7એસ સ્માર્ટફોન ઓળખાશે.

રિલાયન્સ ડિજિટલ, 7499 રૂપિયામાં LYF વોટર 7S સ્માર્ટફોન લોન્ચ કર્યો.

આ નવો LYF વોટર 7એસ સ્માર્ટફોન 7499 રૂપિયામાં આવશે. આ સ્માર્ટફોન અલગ અલગ કલર વેરિયંટ બ્લેક, ગોલ્ડ અને વાઈટમાં આવશે. બીજી બાજુ રિલાયન્સ પ્રોડક્ટ હોવાથી ફ્રી જિયો સિમ તેની હેપી ન્યુ યર ઓફર સાથે આવશે.

હવે જો LYF વોટર 7એસ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ એફએચડી 1080*1920 પિક્સલ ડિસ્પ્લે પાન્ડા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 1.3GHz ઓક્ટાકોર પ્રોસેસર, 3 જીબી રેમ અને માલી T720 MP1 600MHz ગ્રાફિક્સ પ્રોસેસર સાથે આવશે.

હુવાઈ હોનોર 6X સ્માર્ટફોન જાન્યુઆરી અંતમાં ભારતમાં લોન્ચ થશે.

આ સ્માર્ટફોન ડિવાઈઝ એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. તેમાં 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. જેને તમે એસડીકાર્ડ ઘ્વારા 64 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જેનો ઉપયોગ તમે ફોટો કિલ્ક કરવા માટે પણ કરી શકો છો.

LYF વોટર 7એસ સ્માર્ટફોનમાં 2800mAh લિથિયમ પોલિમર નોન રિમુવેબલ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ આ બેટરી 6 કલાક વાત કરવા સુધી ચાલી શકે છે અને 400 કલાક 4જી નેટવર્ક સ્ટેન્ડ બાય મોડ પર ચાલી શકે છે.

એસર પ્રેડેટર 21 એક્સ: જાણો શુ કરી શકવા માટે સક્ષમ છે.

હવે જો આ સ્માર્ટફોન કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ ઓટો ફોકસ એલઇડી ફ્લેશ સાથે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરામાં ઘણા ફીચર એડ કરી દેવામાં આવ્યા છે જેવા કે વોઇસ કેપ્ચર, એચડીઆર, સ્લો મોશન વીડિયો, ટાઈમ લેપ્સ વીડિયો, ઓટો સેન્સ ડિટેક્શન ફીચર આપવામાં આવ્યા છે.

કનેક્ટિવિટી મામલે LYF વોટર 7એસ સ્માર્ટફોનમાં 4જી VoLTE, ડ્યુઅલ સિમ, વાઇફાઇ, બ્લ્યુટૂથ, જીપીએસ જેવા ઘણા ફીચર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન લોન્ચ થઇ ચુક્યો છે જેને તમે ઓનલાઇન અને રિલાયન્સ ડિજિટલ સ્ટોરથી ખરીદી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Reliance's Lyf Water 7S to be launched at Rs. 7,499.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot