31 ડિસેમ્બર પછી ટેલિકોમ સેક્ટરમાં ભારે ફેરફાર જોવા મળશે, જાણો અહીં

By Anuj Prajapati
|

આ વર્ષે જેવું રિલાયન્સ જિયો માર્કેટમાં આવ્યું છે, ત્યારથી બધા જ ટેલિકોમ ઓપરેટર તેમના કસ્ટમરને જાળવી રાખવા માટે નવી નવી ઓફરો લઈને આવી ગયા છે. રિલાયન્સ જિયો આવ્યા પછી વોડાફોન, આઈડિયા, આરકોમ, એરટેલ જેવા મોટા મોટા ટેલિકોમ ઓપરેટરો પણ જાગી ચુક્યા છે.

31 ડિસેમ્બર પછી ટેલિકોમ સેક્ટરમાં ભારે ફેરફાર જોવા મળશે, જાણો અહીં

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવ્યા પછી એકદમથી બધું જ બદલાઈ ગયું. બધા જ ટેલિકોમ ઓપરેટરો ભારતનું નંબર 1 ટેલિકોમ ઓપરેટર બનવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરવા લાગ્યા.

આરકોમે 20 મિલિયન સબસ્કાયબર ગુમાવ્યા, જિયોની વેલકમ ઓફર બન્યો ખતરો

રિલાયન્સ જિયો માર્કેટમાં આવતાની સાથે જ લોકોને અનલિમિટેડ ફોન કોલ અને અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા આપવા લાગ્યા. રિલાયન્સ જિયોના આવા પ્લાનને કારણે બીજા ટેલિકોમ ઓપરેટર પાસે પણ માર્કેટમાં ટકી રહેવા માટે ઓફરો ચાલુ કરવી પડી.

રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

રિલાયન્સ જિયો સામે ટક્કર લેવા માટે બીજા ટેલિકોમ ઓપરેટરોએ પણ ઘણા આકર્ષિત પ્લાન ઓછી કિંમતમાં આપવા લાગ્યા, જેનાથી તેમના કસ્ટમર બીજે ચાલ્યા ના જાય. અહીં કેટલીક વસ્તુઓ છે જે 31 ડિસેમ્બર પછી ટેલિકોમ સેક્ટરમાં અનુભવવામાં આવશે.

રિલાયન્સ જિયો વેલકમ ઓફર

રિલાયન્સ જિયો વેલકમ ઓફર

રિલાયન્સ જિયો વેલકમ ઓફરની વાત કરવામાં આવે તો તેના ફ્રી કોલ અને અનલિમિટેડ ડેટા ઓફર 31 ડિસેમ્બર સુધી જ હતી. પરંતુ તેને હવે માર્ચ 2017 સુધી લંબાવી દેવામાં આવી છે.

ફ્રી લાઈફટાઈમ અનલિમિટેડ કોલ

ફ્રી લાઈફટાઈમ અનલિમિટેડ કોલ

રિલાયન્સ જિયો અને બીજા ટેલિકોમ ઓપેરટર સામે ટક્કર લેવા માટે બીએસએનએલ ઘ્વારા ફ્રી લાઈફટાઈમ અનલિમિટેડ કોલની જાહેરાત પણ કરવામાં આવી છે. જેનાથી તેઓ વધારે કસ્ટમરને આકર્ષિત કરી શકે. બીએસએનએલની સાથે સાથે બીજા ટેલિકોમ ઓપરેટરો ઘ્વારા પણ કેટલાક અનલિમિટેડ કોલની જાહેરાત કરવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

રિલાયન્સ જિયો વેલકોમ ઓફર 2

રિલાયન્સ જિયો વેલકોમ ઓફર 2

રિલાયન્સ જિયો વેલકોમ ઓફર 2 પણ આવી ચુકી છે. જેમાં ફ્રી અનલિમિટેડ કોલ અને ફ્રી ઈન્ટરનેટ ડેટાની સુવિધા આપવામાં આવી છે. આ ઓફર માર્ચ 2017 સુધી ચાલશે.

રિલાયન્સ જિયો એલવાયએફ ઇઝી ફોન

રિલાયન્સ જિયો એલવાયએફ ઇઝી ફોન

રિલાયન્સ જિયો સૌથી સસ્તો 4જી સ્માર્ટફોન જે 1000 રૂપિયાથી શરૂ થાય છે, તેને લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન રૂલર એરિયામાં લોકોને આકર્ષિત કરી શકે છે અને ઇન્ડિયાને ડિજિટલ બનાવી શકે છે.

ટેલિકોમમાં 4જી કનેક્શન

ટેલિકોમમાં 4જી કનેક્શન

ટેલિકોમ ઓપરેટર જેવા કે આઈડિયા, વોડાફોન, એરટેલ, આરકોમ બધા જ 4જી સર્વિસ ઘણી જગ્યા પર શરૂ કરી રહ્યા છે અને ધીરે ધીરે આખા ભારતમાં તે શરૂ કરવા જઈ રહ્યા છે.

ઓછી કિંમતના પ્લાનમાં વધારે સર્વિસ

ઓછી કિંમતના પ્લાનમાં વધારે સર્વિસ

ટેલિકોમ ઓપરેટરો ઘણા જ કોમ્બો પ્લાન સાથે આવી રહ્યા છે. જેમાં વોઇસ કોલ, ડેટા પેક અને એક જ રિચાર્જમાં બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. એરટેલ અને બીજા ટેલિકોમ ઓપરેટરો અત્યારથી સારી ઓફર લઈને આવી ચુક્યા છે અને બીજી ઘણી ઓફર લઈને ભવિષ્યમાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Here's how the telecom sector will transform post-December 31. Check out!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X