રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

Posted By: anuj prajapati

  મુકેશ અંબાણી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું રિલાયન્સ જિયો 3 મહિના કરતા પણ ઓછા સમયગાળા માં 50 મિલિયન સબસ્ક્રાઈબર બનાવી ચૂક્યું છે. રિલાયન્સ જિયોના લોન્ચ દરમિયાન જ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય 100 મિલિયન સબ્સ્ક્રાઇબ બનાવવુંનું છે. રિલાયન્સ જિયોની પુરી સર્વિસ લોન્ચ થયા પછી તે ભારતનું સૌથી મોટું બ્રોડબેન્ડ નેટવર્ક બનવા માટે સતત આગળ વધી રહ્યું છે.

  રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

  જયારે મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરી હતી કે રિલાયન્સ જિયો ભારતનું પહેલું એવું નેટવર્ક હશે જે લાઈફટાઈમ ફ્રી વોઇસ કોલ આપશે. ત્યારે બધા જ લોકોને ખુબ જ નવાઈ લાગી હતી. મુકેશ અંબાણીની આવી જાહેરાતથી બીજા સર્વિસ પ્રોવાઇડર પણ ગભરાઈ ગયા હતા.

  વોડાફોન ઇન્ડિયા, 1 જીબી 3જી ડેટા 53 રૂપિયા, નવી માર્કેટ પ્લાંનિંગ

  પીટીઆઈ ની રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયો દર એક મિનિટે 1000 અને આખા દિવસ દરમિયાન લગભગ 6 લાખ કસ્ટમર બનાવી રહ્યું છે.

  રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

  રિલાયન્સ જિયો સતત ખુબ જ ઝડપથી સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. પીટીઆઈની રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોએ ખાલી 83 દિવસમાં જ 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી નાખ્યો છે.

  એપલ આઈફોન 8: OLED ડિસ્પ્લે, ડ્યુઅલ ઓઆઇએસ અને બીજા ઘણા ફિચર...

  જો આપને બીજી કંપનીઓની વાત કરીએ તો એરટેલને 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરવા માટે 12 વર્ષ લાગ્યા હતા. જયારે વોડાફોન અને આઈડિયાને તેના માટે 13 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેની સરખામણીમાં રિલાયન્સ જિયો 3 મહિના કરતા પણ ઓછા સમયગાળામાં 50 મિલિયન સબસ્ક્રાઈબર બનાવી ચૂક્યું છે. તેના માટે તેમને લોન્ચ કરેલી વેલકમ ઓફર કે જેમાં તેમને લોકોને મફતમાં લ્હાણી કરાવી તે ખુબ જ અગત્યનું કામ કરી ગયી.

  રિલાયન્સ જિયોની વોઇસ કોલિંગ સર્વિસ જેને હાલમાં કોમ્બો પ્લાન તરીકે પણ ઓળખાવામાં આવે છે. તેમાં તમને એક સિંગલ રિચાર્જ પર વોઇસ કોલ, ડેટા, એસએમએસ બધું જ મળી રહે છે.

  રિલાયન્સ જિયો 4જી માર્કેટમાં નવું દાખલ થયું ત્યારે તેની સામે એરટેલ, વોડાફોન અને આઈડિયા જેવું મોટું બ્રાન્ડ પહેલાથી જ બેઠું હતું. પરંતુ જિયોએ જે મુજબ લોકોને મફતમાં લ્હાણી કરાવી તેનાથી પહેલા જ મહિનામાં તેમને 16 મિલિયન યુઝર મળી ગયા.

  ટિપ્સ: ટવિટ URL શોધવાના 5 સરળ રસ્તા, જે તમને ચોક્કસ ગમશે.

  રિલાયન્સ જિયોને રોજ 6 લાખ નવા સબસ્ક્રાઈબર મળે છે. જે વહાટઍપ, ફેસબૂક અને સ્કાઇપ કરતા પણ વધારે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ જિયો ભારતનું સૌથી મોટું ડિજિટલ નેટવર્ક બનવા તરફ જઈ રહ્યું છે.

  42 એન્યુઅલ જનરલ મિટિંગમાં અંબાણી અને કહ્યું કે રિલાયન્સ જિયોનું હવેનું લક્ષ્ય ઓછામાં ઓછા સમયમાં 100 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરીને એક નવો રેકોર્ડ બનાવવાનો છે.

  1 જાન્યુઆરીથી રિલાયન્સ જિયોના ડેટા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. તેની કિંમત દિવસના 19 રૂપિયાથી લઈને સૌથી ઓછા મહિનાના 149 રૂપિયા અને વધારે ડેટા લેવા માટે 4999 સુધીના પણ પ્લાન છે. રિલાયન્સ જિયો રોમિંગ સર્વિસ આજીવન ફ્રી આપશે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  Reliance Jio introduced their 4G services in India with much fanfare nearly three months ago. At the launch event, Mukesh Ambani quoted that their goal was to get 100 million users by the end of this year.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more