ગૂગલની નવી વિશ્વાસુ કોન્ટેક એપ ઘ્વારા તમારી લોકેશન શેર કરો.

By: anuj prajapati

ગૂગલ ઘ્વારા એક નવી એપ બનાવવામાં આવી છે. જેને ટ્રસ્ટેડ કોન્ટેક એપ ઘ્વારા ઓળખવામાં આવે છે. આ એપ ઑટોમૅટિક તમારું સ્ટેટ્સ અને લોકેશન તમારી ફેમેલી અને મિત્રો સુધી પહોંચાડશે.

ગૂગલની નવી વિશ્વાસુ કોન્ટેક એપ ઘ્વારા તમારી લોકેશન શેર કરો.

વધુ માં ગૂગલ ઘ્વારા એવી માહિતી પણ આપવામાં આવી છે કે આ એક પર્સનલ સેફટી એપ છે. જે તમારી અને તમારા મિત્રો કે પછી ફેમેલી માટે સીધી લિંક હશે.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

જયારે પણ તમે ઓનલાઇન કે પછી ઓફ્લાઈન હોવ અને ખુબ જ અર્જન્ટ હોય ખાતરી કરવા માટે ત્યારે ટ્રસ્ટેડ કોન્ટેક એપ ઘ્વારા તમે તમારા લોકો સાથે જોડાઈ શકો છો. આ એપ તમને કોઈ કુદરતી આફત કે પછી મુસીબતના સમયમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ઇન્સ્ટાગ્રામ લેટેસ્ટ અપડેટમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફીચર આવ્યા.

આ એપ બનાવવા પાછળનો મુખ્ય ઉદેશ છે કે યુઝર તેમની લોકોશન આફતના સમયે તેમના મિત્રો અને પરિવારને મોકલી શકે.

વર્કિંગ મેકેનિઝ્મ

વર્કિંગ મેકેનિઝ્મ

એકવાર તમે આ એપ ઇન્સ્ટોલ કરી દો છો ત્યારે તમે ટ્રસ્ટેડ સ્ટેટસ તમારા નજીકના મિત્રો અને ફેમિલીને અસાઈન કરી શકો છો. તમારા ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તમે જયારે ફરી રહ્યા હોવ ત્યારે તમારી બધી જ એક્ટિવિટી પર નજર રાખી શકશે. જેનાથી તેમને ખબર પડશે કે તમે સુરક્ષિત છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વર્ચુઅલ કંપેનિયન

વર્ચુઅલ કંપેનિયન

આ એપ વર્ચુઅલ કંપેનિયન તરીકે પણ ઉપયોગ થાય છે. જયારે તમે ટ્રાવેલ કરતા હોવ ત્યારે તમે તમારા વિશ્વાસુ કોન્ટેક સાથે તમારો રુટ શેર કરી શકો છો. જેનાથી એટલું ખબર પડે કે તમે તમારી ટ્રાવેલ મુસાફરી સુરક્ષિત પુરી કરી છે.

જયારે તમારી ટ્રાવેલ મુસાફરી પુરી થઇ જાય ત્યારે તમે લોક સ્ક્રીન બટન દબાવી દો અથવા તો સ્ક્રીનની ઉપર આવેલું સ્ટોપ શેરિંગ બટન દબાવી દો.

ડબલ એજ સવોર્ડ

ડબલ એજ સવોર્ડ

ટ્રસ્ટેડ કોન્ટેક એપ તમારી પર્સનલ સેફટી માટે બનાવવામાં આવી છે. જયારે વાત લોકેશન શેર કરવાની આવે ત્યારે સેફટી ચોક્કસ આપણા વિચારમાં આવે છે.

ગુસ્સે થયેલો બોયફ્રેન્ડ, એબ્યુઝીવ મિત્રો કે પછી સતત નજર રાખતા મિત્રો પણ તમારી બધી જ વિગતો પર નજર રાખી શકે છે. જો તમે એપ પેસિવ બેકગ્રાઇન્ડ પર ચલાવી રાખો. હવે તમારા પર ધ્યાન રાખે છે કે તમે આ એપને કઈ રીતે ઉપયોગ કરો છો. ટ્રસ્ટેડ કોન્ટેક એપ તમને પ્લેસ્ટોર પર સરળતાથી મળી જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Google's Trusted Contacts app lets people know you're safe.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot