ઇન્સ્ટાગ્રામ લેટેસ્ટ અપડેટમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફીચર આવ્યા.

Posted By: anuj prajapati

હાલમાં વધારે પોઝિટિવ અને બધા જ લોકો સરળતાથી ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ શકે તેના માટે એપમાં યુઝરની સેફટી માટે કેટલાક ટૂલ એડ કરવામાં આવ્યા છે.

ઇન્સ્ટાગ્રામ લેટેસ્ટ અપડેટમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફીચર આવ્યા.

હવે ઇન્સ્ટાગ્રામ ફોટોઝ ને સેવ કરો સ્ક્રીનશોટ લીધા વગર

કેવિન સિસ્ટ્રોમ જેઓ ઇન્સ્ટાગ્રામમાં કો-ફાઉન્ડર અને ચીફ એક્ષેકયુટીવ છે, તેમને બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ નવા 3 ફીચર લઈને આવી રહ્યું છે. જે યુઝર એન તેમના ઓનલાઇન અનુભવ અને સેફ એન્વાયરમેન્ટ માટે વધારે કંટ્રોલ આપશે.

કમેન્ટ કંટ્રોલ ફીચર

કમેન્ટ કંટ્રોલ ફીચર

પહેલા ઇન્સ્ટાગ્રામ માં ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું કે તમે કિવોર્ડને આધારે કમેન્ટને ફિલ્ટર કરી શકો. પરંતુ હવે તમે કોઈ પર્ટિક્યુલર પોસ્ટ માટે કમેન્ટ ઓફ પણ કરી શકો છો.

કેવિન સિસ્ટ્રોમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વધારે કન્વર્ઝેશન ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટથી થાય છે. ઘણી પોઝિટિવ કમેન્ટ હોય છે તો ઘણી કમેન્ટ હેરેસમેન્ટ પ્રકારની પણ હોય છે. તેવામાં યુઝર પોસ્ટ કરતા પહેલા એડવાન્સ સેટિંગમાં જઈને કમેન્ટ ઓફ કરી શકે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

પ્રાઇવેટ એકાઉન્ટમાંથી ફોલોવર ને હટાવવા

પ્રાઇવેટ એકાઉન્ટમાંથી ફોલોવર ને હટાવવા

યુઝરને વધારે કંટ્રોલ આપવા માટે ઇન્સ્ટાગ્રામ યુઝર જેમના પ્રાઇવેટ એકાઉન્ટ છે, તેઓ તેમના એકાઉન્ટમાંથી તેમના ફોલોવર્સને હટાવી શકે છે. તમે જેને તમારા ફોલોવર્સ થી હટાવો છો તેને તેના વિશે કોઈ જ માહિતી નહીં મળે.

સેલ્ફ ઈન્જર્ડ પોસ્ટ માટે રિપોર્ટિંગ

સેલ્ફ ઈન્જર્ડ પોસ્ટ માટે રિપોર્ટિંગ

આખરે ઇન્સ્ટાગ્રામ માં લોકો પોતાની પર્સનલ મોમેન્ટ પણ શેર કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ ઘ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે તેમના કોઈ પણ યુઝર કે તેમના મિત્રને કોઈ પણ જાતનો સપોર્ટ જોઈતો હોય તો તેઓ અહીં જણાવી શકે છે.

યુઝર ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટ કરશે અને ઇન્સ્ટાગ્રામ તેને મદદ કરનાર ઓર્ગેનાઇઝેશન સુધી પહોંચાડશે. કેવિન સિસ્ટ્રોમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ આ રિપોર્ટને રિવ્યૂ કરવા માટે 24 અવર્સ કામ કરે છે.

કેવિન સિસ્ટ્રોમ ઘ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેઓ ઇન્સ્ટાગ્રામ ને સારું બનાવશે અને લોકો માટે એક સેફ પ્લેસ પણ બનાવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Instagram finally lets users disable comments

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot