રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરની થશે ચકાસણી: આરએસ શર્મા

Posted By: anuj prajapati

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ વેલકમ ઓફર બહાર પાડી દીધી. જેમાં બધાને જ ફ્રી કોલ, ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી. આ વેલકમ ઓફર 31 ડિસેમ્બર સુધી જ સીમિત હતી. પરંતુ ત્યારપછી હેપી ન્યુ યર ઓફર બહાર પાડવામાં આવી. જેમાં આ લિમિટ 31 માર્ચ 2017 સુધી લંબાવી દેવામાં આવી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના નિયમો અનુસાર વેલકમ ઓફર હવે હેપી ન્યુ યર ઓફર બની ચુકી છે.

રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરની થશે ચકાસણી: આરએસ શર્મા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના જણાવ્યા અનુસાર તેઓ રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરમાં 4જી ડેટા અને ફ્રી વોઇસ કોલિંગ વિશે ચકાસણી કરશે.

રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

આરએસ શર્મા કે જેઓ ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. તેમને જણાવ્યું કે તેઓ આ વિશે ધ્યાન ચોક્કસ રાખશે તેમને કહ્યું કે અમે યોગ્ય સમયે અમારા નિર્ણય પર આવીશુ.

જિયો હેપી ન્યુ યર ઓફર Vs વેલકમ ઓફર, કેટલું અલગ કેટલું સમાન?

પહેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા રિલાયન્સ જિયો વેલકમ ઓફર 31 ડિસેમ્બર સુધી જ આપવામાં આવી કારણકે કોઈ પણ ઓફર તમે 3 મહિના કરતા વધારે લંબાવી ના શકો. જેના કારણે રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફર સાથે આવ્યું છે. તો જાણો શુ ખાસ છે હેપી ન્યુ યર ઓફર વિશે...

1 દિવસમાં 1 જીબી ડેટા

1 દિવસમાં 1 જીબી ડેટા

1 ડિસેમ્બરે જેવી મુકેશ અંબાણી ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મોટાભાગ ના રિલાયન્સ જિયો કસ્ટમર 1 દિવસમાં 1 જીબી ડેટાનો જ ફ્રીમાં ઉપયોગ કરી શકશે. હેપી ન્યુ યર ઓફરને લોન્ચ કરતા પહેલા બધા જ ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

1 જીબી લિમિટ

1 જીબી લિમિટ

નવી લોન્ચ થયેલી હેપી ન્યુ યર ઓફર રિલાયન્સ જિયોની વેલકમ ઓફર જેવી નથી. જૂની ઓફરમાં તમને દિવસમાં 4જીબી ડેટા ફ્રીમાં વાપરવાની છૂટ મળી હતી. પરંતુ હવેની ઓફરમાં તમે દિવસમાં ખાલી 1 જીબી ડેટાનો જ ઉપયોગ કરી શકો છો.

શુ થશે જયારે યુઝર 1જીબી લિમિટ પાર કરી જાય?

શુ થશે જયારે યુઝર 1જીબી લિમિટ પાર કરી જાય?

સૌથી વધુ પૂછતો સવાલ હાલમાં આ જ છે. હેપી ન્યુ યર ઓફરમાં યુઝર 1જીબી લિમિટ પાર કરી જાય તો તેમને ચાર્જ લાગશે. તમે ફુલ અનલિમિટેડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો તેના માટે રિલાયન્સ બે નવા વાઉચર લઈને આવ્યું છે.

શુ છે આ નવા વાઉચર?

શુ છે આ નવા વાઉચર?

હેપી ન્યુ યર ઓફરમાં આપને દિવસ દરમિયાન 1 જીબી ડેટા મળશે. પરંતુ જો તમે 1 જીબી કરતા વધારે ડેટા ખર્ચી નાખતા હોય તો તેના માટે બે વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે. બંને વાઉચર તમને પ્રીપેડ અને પોસ્ટપેડમાં મળશે. બંને વાઉચરમાં એક ઓફર 51 રૂપિયાની છે, જેમાં દિવસમાં 1જીબી ડેટા મળશે, જયારે 301 રૂપિયાની ઓફર છે જેમાં 28 દિવસ માટે 6જીબી ડેટા મળશે.

શુ થાય જયારે યુઝર 1 જીબી ડેટા પછી પણ વાઉચર ના લે?

શુ થાય જયારે યુઝર 1 જીબી ડેટા પછી પણ વાઉચર ના લે?

આવી પરિસ્થતિ દરમિયાન તમારી ઈન્ટરનેટ સ્પીડ 128 Kbps પર આવી જશે, જેમાં તમે તમારા ખાલી વહાર્ટસપ મેસેજ જ ચેક કરી શકશો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Reliance Jio, the new entrant in the telecom sector has recently announced that its 'Welcome Offer' will be extended until March 31, 2017. However, in order to comply with the rules and regulations of Telecom Regulatory Authority of India (TRAI) all the services offered under 'Welcome Offer' will now be moved to 'Happy New Year Offer.'

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot