જિયો હેપી ન્યુ યર ઓફર Vs વેલકમ ઓફર, કેટલું અલગ કેટલું સમાન?

Posted By: anuj prajapati

રિલાયન્સ જિયોના ચીફ મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે વેલકમ ઓફર 2 હવે 31 માર્ચ 2017 સુધી ચાલશે, જેને "હેપી ન્યુ યર ઓફર" તરીકે પણ ઓળખવામાં આવશે. આ ઓફરનો લાભ રિલાયન્સ જિયોના નવા અને જુના બંને કસ્ટમર લઇ શકે છે.

જિયો હેપી ન્યુ યર ઓફર Vs વેલકમ ઓફર, કેટલું અલગ કેટલું સમાન?

રિલાયન્સ જિયોએ વેલકમ ઓફરને આગળ વધારી. પરંતુ ટ્રાઈના નિયમ મુજબ કોઈ પણ ટેલિકોમ નેટવર્ક 90 દિવસ કરતા વધારે કોઈ પણ પ્રોમોશનલ ઓફર ચલાવી ના શકે. રિલાયન્સ જિયો ઘ્વારા વેલકમ ઓફર 5 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી, જે 3 ડિસેમ્બરે પુરી થાય છે. રિલાયન્સ જિયોને પોતાનો 100 મિલિયન કસ્ટમરનો ટાર્ગેટ પૂરો કરવો હતો. તેના માટે તેમને હેપી ન્યુ યર ઓફર વધુ 90 દિવસ માટે બહાર પાડી.

રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

નવી આવેલી ઓફર મુજબ રિલાયન્સ જિયો તેમના કસ્ટમરને માર્ચ 2017 સુધી ફ્રી 4જી સર્વિસ આપશે. પરંતુ આ સ્ટેટમેન્ટ પૂરેપૂરું સાચું નથી. "હેપી ન્યુ યર ઓફર" રિલાયન્સ જિયોની "વેલકમ ઓફર" કરતા થોડી અલગ છે. તો જુઓ રિલાયન્સ જિયોની નવી અને જૂની ઓફર વચ્ચેનો તફાવત....

હેપી ન્યુ યર ઓફર શુ છે?

હેપી ન્યુ યર ઓફર શુ છે?

જે લોકો એ રિલાયન્સ જિયોનું સિમ 3 ડિસેમ્બર પછી ખરીદ્યું છે તેઓ હેપી ન્યુ યર ઓફરની મજા માણી શકશે. આ ઓફર 31 માર્ચ 2017 સુધી જ ચાલુ રહશે,

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વેલકમ ઓફર પતી ગયી

વેલકમ ઓફર પતી ગયી

આપને ઉપર જણાવ્યું તે મુજબ રિલાયન્સ જિયોની વેલકમ ઓફર 90 દિવસ સુધી જ હતી. જે 3 ડિસેમ્બરે પુરી થાય છે પરંતુ તેનો ઉપયોગ તમે 31 ડિસેમ્બર સુધી કરી શકો છો. જો તમે સિમકાર્ડ 3 ડિસેમ્બર પછી ખરીદ્યુ છે તેઓ હેપી ન્યુ યર ઓફરમાં આવશે.

ફ્રી ડેટા, કોલ અને મેસેજ

ફ્રી ડેટા, કોલ અને મેસેજ

વેલકમ ઓફરની જેમ જ રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફર ઘ્વારા તમને ફ્રી ડેટા, કોલ અને મેસેજની સુવિધા આપવામાં આવશે. તમારે કોઈ પણ જાતના રિચાર્જ કરવાની કોઈ જ જરૂર નથી વેલકમ ઓફરની જેમ જ તમને બધા જ લાભ મળશે.

લાઈફટાઈમ કોલ ફ્રી

લાઈફટાઈમ કોલ ફ્રી

રિલાયન્સ જિયોની જાહેરાત મુજબ હેપી ન્યુ યર ઓફર પુરી થયા પછી પણ તમને લાઈફટાઈમ કોલ ફ્રી મળશે. રિલાયન્સ જિયોના નવા કે જુના કોઈ પણ કસ્ટમરે પૈસા ચૂકવવાની જરૂર નહીં રહે.

1 જીબી લિમિટ

1 જીબી લિમિટ

નવી લોન્ચ થયેલી હેપી ન્યુ યર ઓફર રિલાયન્સ જિયોની વેલકમ ઓફર જેવી નથી. જૂની ઓફરમાં તમને દિવસમાં 4જીબી ડેટા ફ્રીમાં વાપરવાની છૂટ મળી હતી. પરંતુ હવેની ઓફરમાં તમે દિવસમાં ખાલી 1 જીબી ડેટાનો જ ઉપયોગ કરી શકો છો.

વેલકમ ઓફરમાં કોઈ જ રિચાર્જ કરવાની જરૂર ના હતી

વેલકમ ઓફરમાં કોઈ જ રિચાર્જ કરવાની જરૂર ના હતી

હેપી ન્યુ યર ઓફરમાં આપને દિવસ દરમિયાન 1 જીબી ડેટા મળશે. પરંતુ જો તમે 1 જીબી કરતા વધારે ડેટા ખર્ચી નાખતા હોય તો તેના માટે બે વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે. બંને વાઉચર તમને પ્રીપેડ અને પોસ્ટપેડમાં મળશે. બંને વાઉચરમાં એક ઓફર 51 રૂપિયાની છે, જેમાં દિવસમાં 1જીબી ડેટા મળશે, જયારે 301 રૂપિયાની ઓફર છે જેમાં 28 દિવસ માટે 6જીબી ડેટા મળશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Reliance Jio Welcome Offer has been extended as Happy New Year Offer and here we have detailed the similarities and differences between the two. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot