હુવાઈ હોનોર 6X સ્માર્ટફોન જાન્યુઆરી અંતમાં ભારતમાં લોન્ચ થશે.

Posted By: anuj prajapati

હાલમાં જ બેંગ્લોરમાં હુવાઈ ઘ્વારા એક મીટ કરવામાં આવી. જેમાં જાહેર કરવામાં આવ્યું કે તેઓ વર્ષ 2017 માં ભારતમાં મીડ રેન્જ હોનોર સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ વાત પર વધુ ધ્યાન આપતા તેમને ઓફિશ્યિલ જાહેરાત કરી કે હોનોર ખુબ જ જલ્દી તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન હોનોર 6X ભારતમાં લોન્ચ કરશે.

જે જાન્યુઆરી અંતમાં લોન્ચ થઇ શકે છે. પરંતુ હજુ સુધી આ ચાઈનીઝ વેન્ડર ઘ્વારા સ્માર્ટફોનની કિંમત કે તેના વિશે વધુ કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

હુવાઈ હોનોર 6X સ્માર્ટફોન જાન્યુઆરી અંતમાં ભારતમાં લોન્ચ થશે.

જો હોનોર 6X સ્માર્ટફોનની પહેલી ઝલકની વાત કરવામાં આવે તો વર્ષ 2016 માં ચાઈનામાં લોન્ચ થયો હતો. આ સ્માર્ટફોન ત્રણ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 4 જીબી રેમ 32 જીબી ઇન્ટરનલ મેમરી, 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી હતી.

આ સ્માર્ટફોનની કિંમત 9900 રૂપિયા, 12,900 રૂપિયા અને 15,800 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ 3 વેરિયંટ ધરાવતા સ્માર્ટફોનમાંથી કયો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે તે હજુ પણ એક રહસ્ય છે.

ઝોલો એરા 2X VoLTE અને ફિંગરપ્રિન્ટ સપોર્ટ, 6666 રૂપિયામાં લોન્ચ

હવે જો સ્પેસની વાત કરવામાં આવે તો હોનોર 6X સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમકાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે, 2.5ડી કર્વ ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને કિરીન 655 ઓક્ટાકોર પ્રોસેસર બેક કરવામાં આવ્યું છે.

હોનોર 6X સ્માર્ટફોનમાં 3340mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે સ્માર્ટફોનને ખાલી 0.3 સેકન્ડમાં અનલોક કરી શકે છે.

હોનોર 6X સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. હોનોર 6X સ્માર્ટફોનમાં કેમેરા સેટઅપ ની વાત કરવામાં આવે તો તેમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જયારે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

હોનોર 6 એક્સ સ્માર્ટફોનની કનેક્ટિવિટી ઓપશનની વાત કરવામાં આવે તો તેમાં 4G VoLTE, બ્લ્યુટૂથ 4.1, વાઇફાઇ જેવી સુવિધા આપવામાં આવી છે. હોનોર 6X સ્માર્ટફોન 5 અલગ અલગ કલર વેરિયંટ ગોલ્ડ, સિલ્વર, ગ્રે, બ્લુ અને રોઝ ગોલ્ડ માં ઉપલબ્ધ છે. પરંતુ કયો કલર વેરિયંટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે તેના પર પણ હજુ રહસ્ય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Huawei to launch Honor 6X in India, by the end of January.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot