ચિંતા કરો માં પેટીએમ હવે પેહલા કરતા પણ વધુ સુરક્ષિત છે

By Keval Vachharajani
|

એક રીતે જોઈએ તો આ બધી ઇવૉલેટ કંપનીઓ એ સરકાર ના આ ડીમૉનિટરાઇઝશન ના પગલાં નો આભાર માનવો જોઈએ કેમ કે તેના લીધે આ બધી જ કંપનીઓ ને ખુબ જ મોટા પ્રમાણ માં ગ્રાહકો મળી રહ્યા છે અને તેના લીધે જ આ બધી કંપનીઓ ખુબ જ મોટા પ્રમાણ માં નફો પણ બનાવી રહી છે.

ચિંતા કરો માં પેટીએમ હવે પેહલા કરતા પણ વધુ સુરક્ષિત છે

આની પેહલા પેટીએમ એક વખત 7 મિલિયન ડેઇલી ટ્રાન્ઝેકશન કે જે લગભગ રૂ.120 કરોડ થાઈ તે જોવા મળ્યું હતું કે જે લગભગ $5 બિલિયન ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ કરતા 4 મહિના આગળ હતું. આમા વધુ જોડતા પેટીએમે એવું કહ્યું છે કે તેઓ ની વાર્ષિક વૃદ્ધિ માં 300% વધારો થયો છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ કંપની ને ઘણા બધા મોટ્ટા પ્રમાણ માં અપ સાઇન મળી છે અને તેઓ ની એપ પણ ખુબ જ વધુ આંકડાઓ માં ડાઉનલોડ કરવા માં આવી છે.

એરટેલે લોન્ચ કર્યા અનલિમિટેડ કોલ અને સાથે બે નવા પેક

પેટીએમે આટલો મોટો વિકાસ કરી લીધો છે તેમ છત્તા લોકો ને હવે તેની સુરક્ષા ની રણનીતિ પર સવાલો થવા મંડ્યા છે. હવે લોકો ના મન માં એવી ચિંતા ઉઠવા લાગી છે કે શું તેમની અંગત વિગતો સુરક્ષિત રહેશે કે તેમની સુરક્ષા ને વધારે મહત્વ નહિ આપવા મા આવે.

એપલ IOS 10.2, એસઓએસ બટન, ટીવી એપ, ઈમોજી અને બીજું ઘણું

તો હજી જયારે આ પ્રકર ની વાતો બધી જગ્યાએ ફરવા ની ચાલુ થઇ જ હતી ત્યાં એવું લાગી રહ્યું છે કે પેટીએમે સાંભળી લીધું છે કે તેમના યુઝર્સ ને શું જોઈએ છે. આ બધી જ શંકાઓ ને દૂર કરવા માટે પેટીએમે એવું જાહેર કર્યું હતું કે તેઓ ખુબ જ જલ્દી એક નવું સિકયુરિટી મેઝર ને લોન્ચ કરશે જેના દ્વારા યુઝર્સ પોતાના દરેક ટ્રાન્ઝેકશન ને લોક કરી શકશે ગેજેટ્સ 360 ના એક અહેવાલ મુજબ.

નવા સુધારાઓ

નવા સુધારાઓ

પેહલા એવું હતું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ના ફોન દ્વારા ગમે તેને પેમેન્ટ કરી શકતું હતું, પરંતુ હવે નવા સિક્યુરિટી ફીચર દ્વારા માત્ર તે જ યુઝર્સ પેટીએમ નો ઉપીયોગ કરી શકશે કે જેને ફોન નો ઉપીયોગ કરવા માટે તેનો કોડ ખબર હોઈ આના દ્વારા એપ ને સુરક્ષા માટે નું એક વધારા નું કવચ મળે છે.

એન્ડ્રોઇડ નું ઓથોરાઈઝશન મિકેનિઝમ

એન્ડ્રોઇડ નું ઓથોરાઈઝશન મિકેનિઝમ

પેટીએમ નું નવું સિકયુરિટી નું ફીચર માં તેઓ એન્ડ્રોઇડ ના ઓથોરાઈઝશન મિકેનિઝમ નો ઉપીયોગ કરવા ના છે. તેનો મતલબ એવો થાય છે કે, આ ફીચર માત્ર એ જ ડિવાઈઝ માં કામ કરશે કે જેની અંદર પિન, પેટર્ન, પાસવર્ડ, અથવા તો ફિંગર પ્રિન્ટ સ્ક્રીન લોક હશે.

આ નવા સિકયુરિટી ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

આ નવા સિકયુરિટી ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

સૌથી પેહલા તો તમારે અપડેટેડ પેટીએમ એપ ને લોન્ચ કરવા ની રહેશે ત્યાર બાદ પે અથવા તો પાસબુક બટન પર ટેપ કરો. ત્યાર બાદ જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તરત જ એક નવું પૉપઅપ મેનુ ઓપન થશે જેમાં તમને નવા સિકયુરિટી ફીચર વિષે જણાવ્યું હશે. ત્યાર બાદ તેને શરુ કરવા માટે સરળતા થી "એડ સિકયુરિટી ફીચર" પર ક્લિક કરો અને ત્યાર બાદ તમારો પિન, પેટર્ન કે પાસવર્ડ જે કઈ પણ હોઈ તેને કન્ફોર્મ કરો.

ત્યાર બાદ જરૂરી સુધારા વધારા કરી અને સેટઅપ ને પૂર્ણ કર્યા બાદ, એક પોપઅપ દ્વારા યુઝર્સ ને જણાવા માં આવશે કે વધારા ની સુરક્ષા નું ફીચર તમારી એપ માં ચાલુ કરી દેવા માં આવ્યું છે. અને તેટલું જ નહિ તમે આ વધારા ના ફીચર ને સેટિંગ્સ માં જઈ અને હટાવી(બંધ) પણ કરી શકો છો.

ત્યાર બાદ જયારે તમે કોઈ પણ પેમેન્ટ કરવા ની કોશિશ કરશો ત્યારે, ત્યારે તમને દર વખતે તમે જે પિન, અથવા તો પાસવર્ડ, કે જે પણ તમે સેટ કર્યું હશે તે માંગવા માં આવશે.

આશ્વાશન આપતી ચાલ

આશ્વાશન આપતી ચાલ

સામાન્ય સંજોગો માં આ સેટઅપ થતા થોડી સેકન્ડ વેડફાશૅ, અને તેટલું જ નહિ પરંતુ જયારે યુઝર્સ પોતાના જ ડિવાઈઝ પર પાસવર્ડ લગાવી રહ્યા છે તેથી તેમની માહિતી કોઈ પેટીએમ ના સર્વર માંથી જોઈ જાય તેવી કોઈ જ શક્યતા નથી. જો કે, આ ફીચર અત્યાર પૂરતું માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરવા માં આવ્યું છે.

ટૂંક માં એવું કહી શકાય કે પેટીએમ દ્વારા સુરક્ષા ના નવા ફીચર મુકવા ની આ ચાલ ને આશ્વાશનીય ચાલ ગણી શકાય અને આના લીધે એવું બની શકે કે આવનારા દિવસો માં વધુ ને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ્સ સાથે જોડાઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Paytm adds a security layer on transactions.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X