શ્યોમી મી 6 ફોટો અને બીજી ઘણી માહિતીઓ થયી લીક

Posted By: anuj prajapati

ઈન્ટરનેટ પર શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ થવાની માહિતી ખુબ જ જલ્દી ફેલાઈ ચુકી છે. શ્યોમી મી 6 સ્માર્ટફોન શ્યોમીનો ખુબ જ સફળ રહેલો સ્માર્ટફોન મી5 ને આગળ વધારશે.

શ્યોમી મી 6 ફોટો અને બીજી ઘણી માહિતીઓ થયી લીક

હાલમાં શ્યોમી મી 6 સ્માર્ટફોન વિશે ઘણી માહિતી ચાઈનાની વેબસાઈટ માય ડ્રાઈવર્સ ડોટ કોમ પર લીક થઇ ચુકી છે. આ રિપોર્ટ મુજબ મી 6 વેરિયંટ સ્માર્ટફોન શ્યોમી નેક્સ્ટ પાઈપલાઈનમાં છે.

શુ સ્માર્ટફોન તમારી ઉંગ પર અસર કરે છે?

આ સ્માર્ટફોન વિશે લીક થયેલી માહિતી મુજબ શ્યોમી મી 6 સ્માર્ટફોન 4 જીબી રેમ અને ફ્લેટ સ્ક્રીન ડિસ્પ્લે સાથે આવી શકે છે. જયારે મી 6 પ્રો સ્માર્ટફોન 6 જીબી અને કર્વ ડિસ્પ્લે સાથે આવશે, જે બિલકુલ સેમસંગ ગેલેક્ષી એસ 7 અને સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોનને મળતી આવશે. શ્યોમી મી 6 પ્રો સ્માર્ટફોનને તમે મી નોટ 2 સ્માર્ટફોનનું નાનું વર્ઝન પણ કહી શકો છો.

આ વેબસાઈટ ઘ્વારા જણાવવામાં આવેલા રિપોર્ટ અનુસાર બંને સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર સાથે આવશે. આ સ્માર્ટફોનમાં તમને કવિક ચાર્જ 4 ટેક્નોલોજી પણ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને 4000mAh બેટરી પણ આપવામાં આવશે.

એચટીસી યુ અલ્ટ્રા અને યુ પ્લે, ફોટો અને સ્પેસ લોન્ચ પહેલા જ લીક

આ વેબસાઈટ ઘ્વારા આ સ્માર્ટફોનની કિંમત પણ જણાવી દેવામાં આવી છે. શ્યોમી મી 6 સ્માર્ટફોનની કિંમત લગભગ 19,721 રૂપિયા રાખવામાં આવી છે. જયારે મી 6 પ્રો સ્માર્ટફોનની કિંમત લગભગ 24,654 રૂપિયા રાખવામાં આવી છે.

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા આ સ્માર્ટફોન વિશે ખુબ જ ચર્ચા થઇ રહી છે. પરંતુ કંપની તરફથી તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી એટલે શ્યોમી ઘ્વારા ઓફિશ્યિલ જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે.

English summary
Xiaomi might soon launch Mi 6 as photos and specs appear online.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot