એચટીસી યુ અલ્ટ્રા અને યુ પ્લે, ફોટો અને સ્પેસ લોન્ચ પહેલા જ લીક

Posted By: anuj prajapati

એચટીસી તરફથી લોકોને ઇન્વાઇટ મોકલવામાં આવી રહ્યા છે. આ ઇવેન્ટમાં એચટીસી તેમના નવા 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેમાં એચટીસી યુ અલ્ટ્રા, યુ પ્લે અને એક્સ10 સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. ઇવેન્ટમાં આ સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા જ તેના ફોટો અને તેના વિશેની માહિતી ઈન્ટરનેટ પર લીક થઇ ચુકી છે.

એચટીસી યુ અલ્ટ્રા અને યુ પ્લે, ફોટો અને સ્પેસ લોન્ચ પહેલા જ લીક

એચટીસી ઘ્વારા મોકલવામાં આવેલા ઇવેન્ટ ઇન્વાઇટમાં યુ વોટરમાર્ક નો કરવામાં આવ્યો છે. જેના ઘ્વારા એવી અનુમાન લગાવી શકાય કે એચટીસી યુ અલ્ટ્રા અથવા તો એચટીસી ઓશન નોટ અને યુ પ્લે જેમાં ફ્રન્ટ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર તેના હોમ બટન પર આપવામાં આવ્યું છે. એચટીસી સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ તેના લૂક અને ફીચર વિશે ઘણી માહિતી ઈન્ટરનેટ પર આવી ચુકી છે. પરંતુ કંપની ઘ્વારા તેની કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

નોકિયા 6 એન્ડ્રોઇડ સમાર્ટફોન સિલ્વર વેરિયંટ મા પણ આવશે

જો એચસીટી સ્માર્ટફોનને લઈને આવતી અફવાહો સાચી હોય તો કોડનેમ એચટીસી ઓશન નોટ અથવા તો એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોન હાઈ એન્ડ ફીચર પેક સાથે આવશે. તેમાં 6 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન અને ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવશે.

એચટીસી યુ અલ્ટ્રા અને યુ પ્લે, ફોટો અને સ્પેસ લોન્ચ પહેલા જ લીક

આ સ્માર્ટફોમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ અને તેમાં ઓક્ટાકોર સીપીયુ અને એડ્રેનો 540 જીપીયુ, વધુમાં તેમાં 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવશે. જેને તમે માઇક્રો એસડીકાર્ડ ઘ્વારા વધારી પણ શકો છો.

પેટીએમ પર હવે યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પણ સપોર્ટ કરશે

જો કેમેરા સેટઅપની વાત કરવામાં આવે તો એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ 24 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. જો સેલ્ફી કેમેરા વિશે વાત કરવામાં આવે તો 16 મેગાપિક્સલ સેન્સર ફ્રન્ટમાં આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4000mAh બેટરી આપવામાં આવી છે.

એચટીસી યુ પ્લે સ્માર્ટફોન 5.2 ઇંચ ડિસ્પ્લે 1080*1920 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક એમટી 6755 હેલીઓ પી10 ચિપસેટ આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 2500mAh બેટરી સાથે આવશે. જો કેમેરાની વાત કરવામાં આવે તો રિયર અને ફ્રન્ટ બંને કેમેરો 16 મેગાપિક્સલ નો આવી શકે છે.

એટલું જ નહીં પરંતુ લીક થયેલી તસવીરો આ સ્માર્ટફોન કયા કલરમાં આવશે તેના વિશે પણ જણાવી દે છે. મળતી માહિતી મુજબ એચટીસી યુ અલ્ટ્રા અથવા એચટીસી યુ પ્લે સ્માર્ટફોન ચાર કલર વેરિયંટ ગ્લોસી બ્લુ, પિચ્ચ, બ્લેક અને સિલ્વર કલરમાં આવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
HTC U Ultra and U Play images and specs leaked, check out.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot