શુ સ્માર્ટફોન તમારી ઉંગ પર અસર કરે છે?

Posted By: anuj prajapati

છેલ્લી વખત તમે નાના બાળક ની તેમ ક્યારે ઊંઘ્યાં હતા? તમારો જવાબ ચોક્કસ હશે કે તેને ઘણો સમય થઇ ચુક્યો છે.

શુ સ્માર્ટફોન તમારી ઉંગ પર અસર કરે છે?

આજના દોડભાગ ના સમયમાં ઘણી વખત આપણે સારી રીતે સુવાનો સમય પણ મળતો નથી. કામનું ટેંશન, પૈસા કમાવવાની ચિંતા ને ઓફિસની દોડભાગ માં આપણે બધું જ ભૂલી ચુક્યા છે.

BSNL 2017 રોડમેપ: દેશમાં 40,000 વાઇફાઇ હોટસ્પોટ ઇન્સ્ટોલ પ્લાન

પરંતુ કેટલીક વખત તમારી ઉંગ ખરાબ કરવા માટે તમારો સ્માર્ટફોન પણ જવાબદાર હોય છે. જાણો અહીં કઈ રીતે તમારો સ્માર્ટફોન તમારી ઉંગ પર અસર કરે છે.

સ્માર્ટફોન ની બ્લ્યુલાઇટ સૌથી વધુ જવાબદાર છે.

સ્માર્ટફોન ની બ્લ્યુલાઇટ સૌથી વધુ જવાબદાર છે.

તમારી સ્માર્ટફોનની બ્લ્યુલાઇટ સૌથી વધુ જવાબદાર છે. સ્માર્ટફોન અથવા તો જેને પણ સ્ક્રીન હોય જેવું કે ટેબ્લેટ, પીસી, લેપટોપ, ટીવી વગેરે બ્લ્યુલાઇટ રેડિયેશન સાથે આવે છે. આ લાઈટ તમારા દિમાગને ટ્રીક કરે છે જે તમને મોડે સુધી ઊંઘવા નથી દેતું. જેના કારણે તમે આખી રાત જાગતા જ બેસી રહો છો.

જે લોકો આ ટ્રીક પાર્ટ વિશે થોડા આતુર હોય તેમને જણાવી દઈએ કે બ્લ્યુલાઇટ રાત્રી દરમિયાન આપણા શરીર ના મેલાટોનિન કન્ટેન્ટ ને અસર કરે છે. મેલાટોનિન આપણા શરીરમાં આવેલું સ્લીપ હોર્મોન છે. વિજ્ઞાન મુજબ આપણા શરીરમાં આવેલું મેલાટોનિન સ્લીપ વોક સાઇકલ માટે જવાબદાર છે. બ્લ્યુલાઇટ અને મેલાટોનિન એકબીજા ના દુશ્મન છે.

સૂતી વખતે સ્માર્ટફોન થી દૂર રહેવું મદદ કરી શકે?

સૂતી વખતે સ્માર્ટફોન થી દૂર રહેવું મદદ કરી શકે?

સૂતી વખતે સ્માર્ટફોનથી દૂર રહેવું એટલે કે બ્લ્યુલાઇટ થી દૂર રહેવા સમાન છે. આ વાત ચોક્કસ તમને મદદ કરશે. પરંતુ આજના સમયમાં સ્માર્ટફોનથી દૂર રહેવું ખુબ જ મુશ્કિલ છે. આપણે ગમે તે કહીયે પરંતુ એક વાત તો ચોક્કસ છે કે સ્માર્ટફોન આપણા માટે ઉપયોગી પણ એટલો જ છે. તો હવે સવાલ છે કે આપણે શુ કરવું જોઈએ?

રાત્રે વૉર્મર હ્યુ ડિસ્પ્લે નો ઉપયોગ કરો

રાત્રે વૉર્મર હ્યુ ડિસ્પ્લે નો ઉપયોગ કરો

બ્લ્યુલાઇટ અને મેલાટોનિન એકબીજા ના દુશ્મન છે. ત્યાં જ રેડલાઈટ અથવા તો વૉર્મર હ્યુ એકબીજા ના ખાસ મિત્ર છે. રેડલાઈટ આપણા શરીરના મેલાટોનિનને ખુબ જ ઓછી અસર કરે છે. તો તમે તમારી ડિસ્પ્લેને તે મુજબ એડજસ્ટ કરી શકો છો.

જો તમે આઈફોન યુઝર છો, તો એપલ ઘ્વારા એક નવું ફીચર રિલીઝ કરવામાં આવ્યું છે. જેને નાઈટ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે એપલ આઈફોન સ્માર્ટફોનમાં નાઈટ શિફ્ટ મોડ ઓન કરી દો, તો તમે બ્લ્યુલાઇટ થી છુટકારો મેળવી શકો છો. છેલ્લા કેટલાક સમયથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પણ તમે ડિસ્પ્લે સેટિંગ બદલી શકો છો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Sadly, the answer to this question is yes, because smartphones do steal your sleep. But, there are a few things you can do about it. Keep reading....

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot