નોકિયા 6 એન્ડ્રોઇડ સમાર્ટફોન સિલ્વર વેરિયંટ મા પણ આવશે

By: Keval Vachharajani

નોકિયા સમાર્ટફોન ની બજાર માં પાછું આવી ગયું છે. થોડા સમય પેહલા રવિવારે HMD ગ્લોબલ નામ ની કંપનીએ પોતાનો નવો ફોન બહાર પડ્યો હતો જેનું નામ છે નોકિયા 6. HMD એવું પણ માને છે કે તેમની પાસે ગ્રાહકો માટે એક અલગ દરખાસ્ત પણ છે.

નોકિયા 6 એન્ડ્રોઇડ સમાર્ટફોન સિલ્વર વેરિયંટ મા પણ આવશે

નોકિયા 6 એ કંપની નું પ્રથમ પગથિયું છે અને 2017 માં હજી બીજી ઘણી બધી વસ્તુ બહાર આવી શકે છે. અમે તેના લોન્ચ ને કવર કર્યું હતું અને ડિવાઈઝ વિષે ની બધી જ વાતો તમારી સમક્ષ કરી હતી, જો કે, લોન્ચ વખતે માત્ર બ્લેક કલર વેરિયંટ જ બતાવવા માં આવ્યું હતું. અને હવે રિપોર્ટ અનુસાર તેમાં હજી બીજા પણ કલર માટે ના વિકલ્પ આપવા માં આવી શકે છે.

આ એલજી સ્માર્ટફોન, વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

ધ ચાઈનીઝ સર્ટિફિકેશન ઓથોરિટી TENAA એ એવું બહાર પાડ્યું હતું કે નોકિયા 6 સિલ્વર કલર માં પણ આવશે, તો હવે આવું થવા થી ગ્રાહકો ને ફાયદો થયો છે કેમ કે હવે તેમની પાસે 2 વિકલ્પ આવી ગયા છે જેમાં થી તેઓ પોતાને ગમતો કલર પસંદ કરી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર એવું જણાવવા માં આવ્યું છે કે આ ડિવાઈઝ 11 મી જાન્યુઆરી થી બધા માટે ઉપલબ્ધ થઇ જશે, પરંતુ નવા કલર ને આવતા હજી થોડો સમય લાગી શકે છે. અને આ સ્માર્ટફોન અત્યાર થી જ JD.com પર ઉપલબ્ધ થઇ ગયો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Nokia 6 is also available in Silver variant.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot