ફેસબુક મેસેન્જર પર સિક્રેટ કન્વર્સેશન કઈ રીતે કરવું

By Hitesh Vasavada
|

ટેસ્ટ ને સરળતા થી સફળ રીતે પાસ કરી લીધા બાદ, ફેસબુકે અંતે પોતાનું એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ ફીચર "સિક્રેટ કન્વર્સેશન" બહાર પાડ્યું છે, આ ફીચર બધા જ એન્ડ્રોઇડ અને ios યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

ફેસબુક મેસેન્જર પર સિક્રેટ કન્વર્સેશન કઈ રીતે કરવું

આથી, યુઝર્સ હવે સિક્રેટ કન્વર્સેશન મોકલી શકશે અને મેળવી પણ શકશે અને આટલું જ નહિ, આ બધા મેસેજીસ ને "સેલ્ફ ડિસ્ટ્રક્ટ" પર પણ સેટ કરી શકો છો.

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ?

ફેસબુકે આ ફીચર ને માત્ર એટલા માટે જ લાવેલ છે જેથી તેમના યુઝર્સ ના મેસેજીસ ને કોઈ બીજી વ્યક્તિ વાંચી ના શકે અને તેમની ગોપનીયતા અને સેફટી જળવાય રહે. એક વખત એન્ડ ટુ એન્ડ એનક્રિપશન ને ચાલુ કર્યા બાદ તમારા મેસેજીસ ને વાંચવા કોઈ માટે શક્ય રહેતું નથી.

સિક્રેટ કન્વર્સેશન એ એક પસંદગી નું ફીચર છે કે જેના દ્વારા ચેટ માત્ર તે લોકો જ જોઈ શકે છે કે જે તે ચેટ માં શામેલ હતા બીજું બહાર નું કોઈ પણ વ્યક્તિ તે ચેટ ને વાંચી શકતું નથી. તેમ છત્તા આ ફીચર ને પહેલે થી જ ચાલુ કરી અને આપવા માં નથી આવેલ અને આ સિક્રેટ કન્વર્સેશન નું ફીચર હજી સુધી ગ્રુપ કન્વર્સેશન કરતી વખતે પણ ઉપલબ્ધ નથી કરવા માં આવેલ જેને આ ફીચર નું એક નુકસાન કહી શકાય.

બસ હવે વધુ રાહ જોવી નહિ પડે! તાત્કાલિક વેરિફિકશન કરાવો અને એકટીવેટ કરવો તમારું જીઓ સિમ માત્ર 15 મિનિટ મા

આ સિક્રેટ કન્વર્સેશન અત્યારે માત્ર ફેસબુક મેસેન્જર ની એપ પર જ માત્ર એન્ડ્રોઇડ અને ios યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે, તો જો તમે ફેસબુક કે મેસેન્જર ની વેબ સાઈટ પર થી ચેટ કરશો તો તે ચેટ એન્ક્રિપ્ટેડ નહિ હોઈ.

તો હવે જયારે તમે ફેસબુક મેસેન્જર ના આ નવા ફીચર વિષે જાણો છો તો ચાલો તેની રીત જાણીએ કે કઈ રીતે તમે ફેસબુક મેસેન્જર પર સિક્રેટ કન્વર્સેશન નો લાભ લઇ શકો છો.

#સિક્રેટ કન્વર્સેશન ઓપ્શન પર ક્લિક કરો

#સિક્રેટ કન્વર્સેશન ઓપ્શન પર ક્લિક કરો

સૌથી પેહલા તો તમારે તમારી મેસેન્જર ની એપ ને અપડેટ કરવી પડશે. ત્યાર બાદ જયારે એપ અપડેટ થઇ જાય તેના પછી, ફેસબુક મેસેન્જર એપ ને ઓપન કરી "કમ્પોઝ મેસેજ" પર ક્લિક કરો કે જે તમારી સ્ક્રીન ની જમણી બાજુ પર ટોચ મા આપેલ છે.

ત્યાર બાદ તમને તમારા બધા જ મિત્રો નું એક લિસ્ટ જોવા મળશે, ત્યાર બાદ તમારી સ્કિન ની જમણી બાજુ પર ટોચ મા " સિક્રેટ" લખેલું હશે તેના પર ક્લિક કરો, અને ત્યાર બાદ તમે તમારા જે મિત્ર સાથે સિક્રેટ કન્વર્સેશન કરવા ઇચ્છતા હો તેને સિલેક્ટ કરો.

અને જો તમે એન્ડ્રોઇડ યુઝર હો તો તમને તેની બદલે એક નાનકડી સ્વિચ જોવા મળશે એક નાનકડા પેડલલોક ની સાથે.

#તમારા ફોન ને એક ડિફોલ્ટ ડિવાઇસ બનાવો

#તમારા ફોન ને એક ડિફોલ્ટ ડિવાઇસ બનાવો

ત્યાર બાદ એપ દ્વારા તમેં જે ડિવાઇસ નો ઉપીયોગ કરી રહ્યા છો તેને ડિફોલ્ટ ડિવાઇસ બનાવવા માટે પૂછવા માં આવશે, તેનો અર્થ એમ થાય કે તમે તે ડિવાઇસ પર જે વાતચીત કરશો તે બીજા એક પણ એવા ડીવાઈસ પર પણ નહિ દેખાઈ કે જેની સાથે તમે તમારું ફેસબુક નું એકાઉંન્ટ જોડેલ છે. ત્યાર બાદ, કન્ટિન્યુ કરવા માટે "મેઈક ડિફોલ્ટ" ઓપ્શન પર ક્લિક કરો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#તમારા કન્વર્સેશન ને શરુ કરો

#તમારા કન્વર્સેશન ને શરુ કરો

હવે તમે તમારા મિત્ર સાથે ચેટ શરુ કરી શકો છો. આ કન્વર્સેશન એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ હશે. તમને ખબર પડી જશે કે આ સિક્રેટ કન્વર્સેશન છે કેમ કે ફેસબુકે તેને એક નવું બ્લેક કલર મા મેકઓવર કરેલું છે.

ફેસબુકે હજી એક ઓપ્શન પણ આપેલ છે. જયારે સિક્રેટ કન્વર્સેશન ચાલુ કરેલ હોઈ ત્યારે, બંને વ્યક્તિ કે જે સિક્રેટ કન્વર્સેશન કરી રહ્યા છે તેમની પાસે એક ડિવાઇસ કી હશે, જેના દ્વારા તમે ખાતરી કરી શકો છો કે મેસેજીસ છે તે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ થઇ રહ્યા છે કે નહિ.

#ટાઇમર સેટ કરો

#ટાઇમર સેટ કરો

જો તમે તમારા મેસેજીસ ને "સેલ્ફ ડિસ્ટ્રિક્ટ" પર મુકવા માંગતા હો તો, ટાઇમર સેટ કરો (એન્ડ્રોઇડ પર ક્લોક ફેસ) અને ત્યાર બાદ સમય સિલેક્ટ કરો કે તમારે મેસેજ રેડ થઇ ગયા બાદ કેટલા સમય સુધી વાંચી શકાય તેમ રાખવો છે. ત્યાર બાદ જયારે તે સમય પૂરો થઇ જશે એટલે તે બધા જ મેસેજીસ પોતાની મેળે જ અદ્રશ્ય થઇ જશે.

#સિક્રેટ કન્વર્સેશન ને તમારા સાથી ના ડિવાઇસ પર પણ ચાલુ કરો

#સિક્રેટ કન્વર્સેશન ને તમારા સાથી ના ડિવાઇસ પર પણ ચાલુ કરો

આ ફીચર નો લાભ લેવા માટે તમારા જે તે મિત્ર ના ડીવાઈસ પર પણ સિક્રેટ કન્વર્સેશન ને ઓન કરેલું હોવું જોઈએ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Now you can send secret conversations on Facebook Messenger that self-destruct.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X