બ્લેકબેરી ઘ્વારા ભારતમાં ઓપ્ટિમુસ સાથે મોબાઈલ સોફ્ટવેર લાઇસન્સ કરાર

By: anuj prajapati

બ્લેકબેરી ઘ્વારા ખુબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. બ્લેકબેરી ઘ્વારા ગ્લોબલ માર્કેટ જેમાં ભારત, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ નો સમાવેશ થાય છે. તેમની સાથે અગત્યના કરાર કરવામાં આવ્યા છે. બ્લેકબેરી હવે આ દેશોમાં એન્ડ્રોઇડ હેન્ડસેટ માટે સુરક્ષિત સોફ્ટવેર અને સર્વિસ આપશે.

બ્લેકબેરી ઘ્વારા ભારતમાં ઓપ્ટિમુસ સાથે મોબાઈલ સોફ્ટવેર લાઇસન્સ કરાર

આ આખી સર્વિસ માટે બેલ્કબેરી ઘ્વારા ખુબ જ મોટી ભારતીય ટેલિકોમ એન્ટરપ્રાઇઝ ઓપ્ટિમુસ ઇન્ફ્રાકોમ લિમિટેડ સાથે લાંબાગાળા માટે લાઇસન્સ કરાર કરવામાં આવ્યા છે. આ બ્લેકબેરીની ટીસીએલ કમ્યુનિકેશન પછીની ગ્લોબલ લાઇસન્સ ડીલ છે.

બ્લેકબેરી ઘ્વારા હાલમાં કરવામાં આવેલી આ ગ્લોબલ ડીલ પછી તેઓ ફુલ ગ્લોબલ કવરેજ મેળવી ચુક્યા છે. કંપની લાઇસન્સ કરાર ઘ્વારા બ્લેકબેરી બ્રાન્ડ ડિવાઈઝ, લાઇસન્સ, સોફ્ટવેર અને સર્વિસ માટે સિક્યોરિટી માટે ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની લાઈવ તસ્વીર લીક

બ્લેકબેરી ઘ્વારા કરવામાં આવેલા કરાર મુજબ બ્લેકબેરી ઓપ્ટિમુસ ઇન્ફ્રાકોમ લિમિટેડ સાથે સિક્યોરિટી સોફ્ટવેર અને સર્વિસ પર ધ્યાન આપશે. પાર્ટનર ડિઝાઇન, મેન્યુફેક્ચર, સેલ, પ્રોમોટ, અને બ્લેકબેરી બ્રાન્ડ ડિવાઈઝ માટે કસ્ટમર સપોર્ટ પણ આપશે. જે ભારત, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં સારો બ્લેકબેરી અનુભવ કરાવશે.

બ્લેકબેરી સોફ્ટવેર અને સિક્યોરિટી માટે કંટ્રોલ અને ડેવલોપ કરવાનું કામ કરશે. જેના કારણે તેઓ તેમના કસ્ટમર નો ભરોષો જાળવી શકે.

બ્લેકબેરી ઘ્વારા પહેલા પણ જાહેરાત કરવામાં આવી હતી કે કંપની હાલમાં તેમના સોફ્ટવેરમાં થતા નવા ઇન્નોવેશન પર ધ્યાન આપી રહી છે. જેથી તેઓ સૌથી સુરક્ષિત અને સરળ સોફ્ટવેર ધરાવતી ડિવાઈઝ લોકોને આપી શકે. ધ્યાન આપવા જેવી બાબત છે કે બ્લેકબેરી ઘ્વારા કરવામાં આવેલા કરાર "મેક ઈન ઇન્ડિયા" તરફ ભરવામાં આવેલું એક પગલું પણ કહી શકાય. જેને કારણે તેઓ લોકલ મેન્યુફેક્ચર તરફ આગળ આવ્યા છે અને જેનાથી નવી નોકરી ની તક પણ ઉભી થઇ છે.

એચટીસી 11 ફીચર લીક, એન્ડ્રોઇડ 7.1.2 નોગૅટ અને સ્નેપડ્રેગન 835

એલેક્સ થરબર જેઓ બ્લેકબેરીમાં સિનિયર વાઇસ પ્રીસિડેન્ટ અને જનરલ મેનેજર છે. તેમને જણાવ્યું કે ભારત બ્લેકબેરી માટે ખુબ જ અગત્યનું માર્કેટ છે. જેના કારણે તેઓ ખુબ જ ખુશ છે કે તેઓ ભારતીય કંપની સાથે જોડાયા છે. જેનાથી ભારતીય લોકોમાં બ્લેકબેરી અનુભવ વધારે સારો બની શકશે.

તેવી જ રીતે અશોક ગુપ્તા જેઓ ઓપ્ટિમુસ ઇન્ફ્રાકોમ લિમિટેડ કંપનીમાં ચેરમેન છે. તેમના જણાવ્યા અનુસાર તેમની બ્લેકબેરી સાથે થયેલી ભાગીદારી સિક્યોર મોબાઈલ કોમ્યુનિકેશન, નવા હેન્ડસેટ ડિઝાઇન અનુભવ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન આમ ઢળી શકવાની ક્ષમતાને વધારે સારી બનાવશે.

તેમને આગળ જણાવ્યું કે તેમના વચ્ચે થયેલા કરાર બ્લેકબેરીમાં આવતી ડિઝાઇન, મેન્યુફેક્ચર અને સિક્યોરિટીને મેડ ઈન ઇન્ડિયા બનાવશે અને અમને ખાતરી છે કે બ્લેકબેરી સાથે થયેલી આ ભાગીદારી લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે.

English summary
BlackBerry signs an software agreement with Optiemus in India

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot