મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની લાઈવ તસ્વીર લીક

મેઇઝુ લાલ કલરમાં સ્માર્ટફોન લોન્ચ કરવા કરવા માટે આવી રહ્યું છે. જે ઓપ્પો R9S સ્માર્ટફોનને મળતો આવે છે.

By Anuj Prajapati
|

સ્માર્ટફોન વેન્ડર્સ આજકાલ મોબાઈલમાં કલરને લઈને ખુબ જ સજાગ બની ચુક્યા છે. તેઓ બ્લેક, વાઈટ, ગોલ્ડ, સિલ્વર જેવા કલરની સાથે સાથે બીજા કલર વેરિયંટ સ્માર્ટફોન પણ અજમાવી રહ્યા છે. લોકોને તેમના સ્માર્ટફોન તરફ આકર્ષિત કરવા માટે તેઓ બ્રાઇટ કલર ઓપશન પર પણ વધુ ધ્યાન આપી રહ્યા છે.

મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની લાઈવ તસ્વીર લીક

હમણાં અઠવાડિયા પહેલા જ શ્યોમી રેડમી નોટ 4 એક્સ સી ગ્રીન કલરમાં લોન્ચ થવા વિશે રિપોર્ટ આવી હતી. એટલું જ નહીં પરંતુ એચટીસી ઘ્વારા પણ નવા કલર વેરિયંટ સેફાયર બ્લુ અને કોસ્મેટિક પિન્ક કલર વિશે જાહેરાત કરવામાં આવી હતી.

હવે એવું દેખાઈ રહ્યું છે કે મેઇઝુ લાલ કલરમાં સ્માર્ટફોન લોન્ચ કરવા કરવા માટે આવી રહ્યું છે. જે ઓપ્પો R9S સ્માર્ટફોનને મળતો આવે છે. જેને ખુબ જ સારી પોપ્યુલારિટી મળી હતી.

મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની લાઈવ તસ્વીર લીક

ગયા વર્ષમાં લોન્ચ થયેલો મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોન તેના એક દમ નવા લાલ કલર વેરિયંટ સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોન પહેલા ગોલ્ડ, સિલ્વર અને ગ્રે કલરમાં લોન્ચ થવાની જાહેરાત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોન લાલ કલરમાં ખાલી ચાઈનીઝ માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવશે. તેને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં નહીં આવે.

એલજી જી6 ઇન્વાઇટ ટીપ, સ્ક્રીન સાઈઝ સહીત રિલીઝ ડેટ પણ આવી બહાર

હવે આ સ્માર્ટફોન ફીચર વિશે એક નજર કરવામાં આવે તો તેમાં 5.7 ઇંચ 3ડી ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. હવે કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ લાલ કલરમાં લોન્ચ થનાર મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોન તે જ કિંમત અને ફીચર સાથે લોન્ચ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કંપની ઘ્વારા તેની કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

Source

Best Mobiles in India

English summary
Red Meizu Pro 6 Plus live images leaked.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X