આ 5 એપ વહાર્ટસપ નો સારો વિકલ્પ બની શકે છે, એકવાર ટ્રાઇ કરો

By Anuj Prajapati
|

વહાર્ટસપ હાલમાં મેસેજિંગ એપમાં કિંગ છે. વહાર્ટસપ પાસે હાલમાં સૌથી વધુ ડેટાબેઝ છે. ફેબ્રુઆરી 2016માં જ વહાર્ટસપ પાસે 1 બિલિયન એક્ટિવ યુઝર હતા. જે હાલમાં તેના કરતા પણ વધી ચુક્યા છે. વહાર્ટસપ તેના યુઝરને નવા નવા ફીચર આપતા જ રહે છે.

આ 5 એપ વહાર્ટસપ નો સારો વિકલ્પ બની શકે છે, એકવાર ટ્રાઇ કરો

જ્યારથી ફેસબુકે વહાર્ટસપને ખરીદ્યું છે ત્યારથી વહાર્ટસપમાં નવા નવા ફીચર આવતા જ રહે છે. આ વર્ષે જ વહાર્ટસપ ઘ્વારા 10 નવા ફીચર એડ કરવામાં આવ્યા છે. એવું નથી કે વહાર્ટસપ જ એક ઇન્સ્ટન્ટ મેસેજ એપ છે. વહાર્ટસપ સૌથી વધુ ફેમસ ચોક્કસ છે, પરંતુ બીજી પણ ઘણીં એપ છે જે વહાર્ટસપનો સારી વિકલ્પ બની શકે છે.

તમે હવે યુટ્યુબ પર 360 ડિગ્રી 4K વીડિયો પણ લાઈવ સ્ટ્રીમ કરી શકશો

તો એક નજર કરો એવી 5 એપ પર જે વહાર્ટસપનો સારો વિકલ્પ બની શકે છે.

ફેસબૂક મેસેન્જર

ફેસબૂક મેસેન્જર

આ લિસ્ટમાં સૌથી પહેલા જ ફેસબૂકની પોતાની જ મેસેન્જર એપ છે. આ મેસેન્જર એપ ઘ્વારા તમે ઓડિયો કોલ, વીડિયો કોલ, ટેક્સ્ટ મેસેજ, ઓડિયો રેકોર્ડિંગ, લોકેશન જેવી ઘણી વસ્તુઓ એકબીજા સાથે શેર કરી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે તેના ઘ્વારા સ્ટીકર, જીફ ફાઈલ પણ મોકલી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

હાઈક મેસેન્જર

હાઈક મેસેન્જર

વહાર્ટસપનો બીજો વિકલ્પ હાઈક મેસેન્જર પણ છે. હાઈક મેસેન્જર એપ ભારતીય યુઝર માટે ખુબ જ હાઈલી કસ્ટમાઇઝ કરવામાં આવી છે. હાઈક મેસેન્જરમાં બીજી મેસેજિંગ એપમાં હોય તેવા ફીચર તો છે, પરંતુ તેની સાથે સાથે તેમાં બીજા પણ રસપ્રદ ફીચર છે જેવા કે હિડેન મોડ ચેટ, ટોકિંગ બોટ નતાશા, હાઈક કુપન અને બીજા સાથે ગેમ પણ રમી શકો છો.

ટેલિગ્રામ

ટેલિગ્રામ

ટેલિગ્રામ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જે વહાર્ટસપ નો સારો વિકલ્પ બની શકે છે. આ એક ક્લાઉડ બેઝડ મેસેજિંગ એપ છે જે તમને તમારા મેસેજ અલગ અલગ ડિવાઈઝ પરથી મેળવવામાં મદદ કરે છે. લોકોની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક ફીચર પણ એડ કરવામાં આવ્યા છે જેવા કે સેલ્ફ ડિસ્ટ્રકટીન્ગ મેસેજ, ખાનગી ચેટ, સેલ્ફ ડિસ્ટ્રકટીન્ગ એકાઉન્ટ, લોક ચેટ.

ટેલિગ્રામ મેસેજિંગ એપ બોટ સપોર્ટ કરે છે. તેની સાથે સાથે બીજી સુવિધા જેવી કે તમે મોકલી આપેલા મેસેજમાં સુધારો પણ કરી શકો છો.

ગૂગલ અલો

ગૂગલ અલો

આ વર્ષે જ લોન્ચ થયેલી ગૂગલ અલો પહેલી એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, જે ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ સાથે આવે છે. આ એપ તમે કેટલાક કૂલ ફીચર જેવા કે સ્માર્ટ રીપ્લાય, ઇમેજ રીકોગ્નાઈઝેશન, વ્હીસ્પર અને સાઉટ ફીચર, ઇંકૉંગણીતો મોડ, ડીસ અપિયર મેસેજ એડ કરવામાં આવ્યા છે.

જિયો ચેટ

જિયો ચેટ

જિયો ચેટ રિલાયન્સ જિયો વેલકમ એપ સાથે જ લોન્ચ કરવામાં આવી હતી. જિયો ચેટ માં મોટાભાગના ફીચર આપણે વહાર્ટસપ અને ફેસબૂક મેસેન્જર જેવા જ અથવા તો થોડા વધારે ફ્લેક્સિબલ બનાવવામાં આવ્યા છે, જેવા કે વહાર્ટસપમાં ગ્રુપ મેમ્બર લિમિટ 256 છે જયારે જિયો મેસેન્જરમાં 500 મેમ્બરની લિમિટ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Most Read Articles
Best Mobiles in India

English summary
Needless to say, WhatsApp is currently the king of instant messaging apps. It not only enjoys a huge user base - over 1 billion monthly active users as of February 2016, but also offers cool new features to its users.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X